Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 33:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પૃથ્વી અને તેની સમૃધિની ઉત્તમ વસ્તુઓથી, અને વૃક્ષમાં દર્શન દેનાર પ્રભુની કૃપાદૃષ્ટિથી, પોતાના ભાઈઓમાં અગ્રેસર એવા યોસેફ પર પ્રભુનો આશીર્વાદ ઊતરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને પૃથ્વી તથા તેના ભરપૂરપણાની ઉત્તમ વસ્તુઓથી, અને ઝાડમાં જે રહ્યો તેની કૃપાથી; યૂસફ પર, એટલે જે પોતાના ભાઈઓમાં આગેવાન જેવો હતો, તેના પર આશીર્વાદ આવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી, ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી. યૂસફ, જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો, તેના પર આશીર્વાદ આવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પૃથ્વીની સમગ્ર સમૃદ્વિ એને મળો. બળતાં ઝાંખરામાં પ્રગટ થયેલ યહોવાની તેના આશીર્વાદોથી તેને આશીર્વાદિત કરે એમના ઉપર કૃપાવૃષ્ટિ થાઓ, કારણ કે, બધા ભાઈઓથી તેને જુદો કરવામાં આવ્યો હતો, તેમના પર સર્વ આશીર્વાદ ઊતરો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 33:16
22 Iomraidhean Croise  

એ મિદ્યાની વેપારીઓ પાસે આવ્યા એટલે યોસેફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર કાઢયો. તેમણે ચાંદીના વીસ સિક્કામાં તેને ઇશ્માએલીઓને વેચી દીધો. તેઓ તેને ઇજિપ્તમાં લઈ ગયા.


પેલા મિદ્યાનીઓએ યોસેફને ઇજિપ્તમાં ફેરોના અધિકારી અને અંગરક્ષકોના ઉપરી પોટીફારને ત્યાં વેચી દીધો.


તેના ભાઈઓએ તેને કહ્યું, “શું તું ખરેખર અમારા પર સત્તા ચલાવશે? શું તું અમારો માલિક બનશે?” પછી તેઓ સ્વપ્નને કારણે અને તેની વાતને લીધે તેનો વધારે તિરસ્કાર કરવા લાગ્યા.


યોસેફને જુદું પીરસવામાં આવ્યું, અને તેના ભાઈઓને બીજા મેજ પર પીરસવામાં આવ્યું, તેની સાથે જમનારા ઇજિપ્તીઓને પણ અલગ પીરસવામાં આવ્યું. કારણ, ઇજિપ્તીઓ હિબ્રૂઓ સાથે જમવા બેસતા નથી. હિબ્રૂ લોકો સાથે જમવા બેસવાનું તેઓ શરમજનક ગણે છે.


પ્રાચીન પર્વતો અને અચલ પહાડોની વિપુલતાની આશિષો કરતાં તારા પિતાની આશિષો વિશેષ મહાન છે. એ બધી આશિષો યોસેફના શિર પર, હા, જે પોતાના ભાઈઓથી જુદો કરાયેલો તેના મુગટ પર ઊતરો!


પૃથ્વી અને તેનું સર્વસ્વ પ્રભુનાં છે; દુનિયા અને તેના પર વસનારાં બધાં તેમનાં જ છે.


જો હું ભૂખ્યો હોઉં તોપણ તમને જણાવું નહિ; કારણ, સૃષ્ટિ તથા તેમાંનું સર્વસ્વ મારું છે.


આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે; સૃષ્ટિ અને તેમાંનાં સર્વસ્વને તમે સ્થાપન કર્યાં છે.


અને તેને પુત્ર જન્મ્યો. આ છોકરો ખૂબ સુંદર હતો. તેથી તેણે તેને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો.


ઉત્તરની સરહદે આવેલા દાન નગરથી શત્રુના અશ્વોનો હણહણાટ સંભળાય છે; તેમના પાણીદાર અશ્વોની તબડકથી આખી ધરતી ધ્રૂજી ઊઠી છે. દુશ્મનો આપણો આખો પ્રદેશ અને તેમાંનું સર્વસ્વ તથા બધાં નગરો અને રહેવાસીઓનો નાશ કરવાને આવી રહ્યા છે.


યોસેફના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમ તેમનાં કુળ પ્રમાણે:


હવે મરેલાંને સજીવન કરવા સંબંધી તો મોશેના પુસ્તકમાં બળતા ઝાડવા અંગેનો બનાવ તમે નથી વાંચ્યો? ત્યાં લખેલું છે: ‘ઈશ્વર મોશેને કહે છે, હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું, અને યાકોબનો ઈશ્વર છું.’


“સર્વોચ્ચ આકાશમાં ઈશ્વરનો મહિમા થાઓ, અને પૃથ્વી પરના તેમના મનપસંદ માણસોને શાંતિ થાઓ.!”


“ઇઝરાયલી લોકોએ તો આવું કહીને મોશેનો તિરસ્કાર કર્યો હતો: ‘અમારી ઉપર તને કોણે આગેવાન કે ન્યાયાધીશ ઠરાવ્યો છે?’ પણ બળતા વૃક્ષમાં દર્શન દેનાર દેવદૂત દ્વારા ઈશ્વરે તેને જ આગેવાન અને ઉદ્ધારક તરીકે મોકલ્યો હતો.


કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.”


પણ જો કોઈ તમને કહે કે, “આ તો મૂર્તિને ચડાવેલું નૈવેદ છે,” તો પછી જેણે તમને કહ્યું તેની ખાતર, તેમ જ તમારી નહિ, પણ સામા માણસની વિવેકબુદ્ધિની ખાતર તે ખાશો નહિ. કોઈને પ્રશ્ર્ન થાય: “બીજા માણસની વિવેકબુદ્ધિ માટે મારા વર્તનની સ્વતંત્રતાને શા માટે મર્યાદિત કરવામાં આવે છે?


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan