Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 33:10 - પવિત્ર બાઇબલ C.L.

10 માટે તેઓ યાકોબના વંશજોને તમારી આજ્ઞાઓ, અને ઇઝરાયલીઓને તમારો નિયમ શીખવશે. તેઓ તમારી સમક્ષ ધૂપ, અને તમારી વેદી પર દહનબલિ ચડાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓ યાકૂબને તમારા હુકમો, તથા ઇઃઝરાયલને તમારો નિયમ શીખવશે; તેઓ તમારી આગળ ધૂપ બાળશે, અને તમારી વેદી પર દહનીયાર્પણ ચઢાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓ યાકૂબને તમારા હુકમો અને ઇઝરાયલને તમારો નિયમ શીખવશે; અને તેઓ તમારી આગળ ધૂપ, તથા તમારી વેદી સમક્ષ દહનીયાર્પણ ચઢાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તારો નિયમ લેવીઓ ઇસ્રાએલને શીખવશે અને તેઓ તમાંરી ધૂપવેદી તથા દહનાર્પણની વેદી સમક્ષ સેવાઓ આપશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 33:10
37 Iomraidhean Croise  

તેમણે તેને અટકાવતાં કહ્યું, “હે ઉઝિયા, પ્રભુ સમક્ષ ધૂપ બાળવાનો તમને કોઈ અધિકાર નથી. એ કામ તો આરોન વંશના સમર્પિત યજ્ઞકારોનું જ છે. આ પવિત્ર સ્થાનમાંથી જતા રહો. તમે ઈશ્વરના ગુનેગાર બન્યા છો, અને તમે હવે પ્રભુ પરમેશ્વર તરફથી માન પામવાના નથી.”


પ્રભુની સેવાભક્તિમાં લેવીઓની કુશળતા જોઈ હિઝકિયાએ તેમની પ્રશંસા કરી. તેમણે સંગતબલિ ચડાવ્યા અને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની આભારસ્તુતિ સહિત પર્વમાં સાતેય દિવસ મિજબાની કરી.


એઝરાએ પ્રભુના નિયમશાસ્ત્રનો અભ્યાસ કરવામાં, તે પ્રમાણે તેને આચરણમાં ઉતારવામાં અને તેના નિયમો અને વિધિઓ ઇઝરાયલી લોકોને શીખવવામાં પોતાનું જીવન પરોવ્યું હતું.


પર્વના પ્રથમથી છેલ્લા દિવસ સુધી તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રમાં દરરોજ અમુક ભાગ વાંચતા. સાત દિવસ સુધી તેમણે ઉત્સવ મનાવ્યો, અને આઠમે દિવસે, નિયમશાસ્ત્રમાં નિયત કર્યા મુજબ પર્વનું સમાપન કર્યું.


ત્યારે તો દહનબલિ અને સંપૂર્ણ દહનબલિ જેવાં યોગ્ય બલિદાનોથી તમે પ્રસન્‍ન થશો, અને તમારી વેદી પર આખલાઓના બલિ ચડાવાશે.


જ્યારે એ સાત દિવસો પૂરા થાય ત્યારે એટલે કે, આઠમા દિવસથી યજ્ઞકારો વેદી પર લોકોનાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાનું શરૂ કરે, એટલે, હું તમારો અંગીકાર કરીશ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.


મારા લોકોનો નાશ નક્કી થઈ ચૂકયો છે. કારણ, તેઓ મને ઈશ્વર તરીકે ગણકારતા નથી. તમે યજ્ઞકારોએ મારો નકાર કર્યો છે અને મારા શિક્ષણનો ત્યાગ કર્યો છે, તેથી હું પણ તમારો ત્યાગ કરું છું અને તમારા પુત્રોને પણ યજ્ઞકાર તરીકે સ્વીકારીશ નહિ.


પછી તે માણસે બલિનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે એ બધાંનું વેદી ઉપર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


પછી યજ્ઞકારે તેને બે પાંખો વચ્ચેથી ચીરવું, પણ તેના બે ભાગ પડવા દેવા નહિ. પછી એ બધાંનું યજ્ઞવેદી પર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


તે માણસે પ્રાણીનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે વેદી પર બલિનું સંપૂર્ણ દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


મોશેની મારફતે આપવામાં આવેલી બધી આજ્ઞાઓ તમારે ઇઝરાયલી લોકોને શીખવવાની છે.”


ત્યારે વેદીમાંથી સળગતા અંગારા લઈ ધૂપદાની છલોછલ ભરવી અને તેની સાથે બે મૂઠી ભરીને બારીક પીસેલો સુવાસિત ધૂપ લઈને પરમપવિત્રસ્થાનમાં દાખલ થવું.


પછી પ્રભુ સમક્ષ ધૂપને અગ્નિ પર નાખવો. તેથી સાક્ષ્યલેખની કરારપેટી પરનું દયાસન ધૂમાડાથી ઢંકાઈ જશે અને તે તેને જોઈ શકશે નહિ; અને એમ તે માર્યો જશે નહિ.


તેમણે કહ્યું, “તું યજ્ઞકારોને આ પ્રશ્ર્ન પર તેમનો નિર્ણય જણાવવા પૂછ:


જો કોઈ માણસ પોતાના વસ્ત્રની ચાળમાં અર્પિત માંસ લે, અને પછી એ વસ્ત્રને રોટલી, શાક, દ્રાક્ષાસવ, તેલ કે બીજો કોઈ ખાદ્ય પદાર્થ સ્પર્શે તો એ ખાદ્યપદાર્થ પવિત્ર બની જાય ખરો?” યજ્ઞકારોએ જવાબ આપ્યો, “ના.”


એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું.


મોશેએ આરોનને કહ્યું, “ાૂપદાની લઈને યજ્ઞવેદીમાંથી અગ્નિ મૂક અને તેના પર ધૂપ નાખ. તે લઈને દોડ ને લોકોને માટે પ્રાયશ્ર્વિત કર. કારણ, પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે.”


“રક્તપિત્તના રોગ વિષે સાવધ રહેજો. એ રોગની બાબતમાં લેવીકુળના યજ્ઞકારોને મેં આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ તમને જે શિક્ષણ આપે તેનું ખંતથી પાલન કરજો.


ત્યારે લેવીકુળના યજ્ઞકારો ઇઝરાયલી લોકોને આ શબ્દો મોટે સાદે કહે:


હે પ્રભુ, તેમની સંપત્તિને આશિષ આપો અને તેમના સેવાકાર્યનો સ્વીકાર કરો. તમે તેમના શત્રુઓની કમર તોડી નાખો, કે તેઓ ફરી ઊઠવા ન પામે.”


તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.


કારણ, ખ્રિસ્ત માણસે બનાવેલ પવિત્ર સ્થાન કે જે માત્ર નમૂનો છે તેમાં નહિ, પરંતુ તે સ્વર્ગમાં જ ગયા; જ્યાં તે પણ આપણે માટે ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થાય છે.


ઇઝરાયલનાં બધાં કુળોમાંથી મારા યજ્ઞકાર બનવા માટે, વેદી પર સેવા કરવા માટે, ધૂપ બાળવા માટે અને એફોદ પહેરીને મારી સેવામાં ઊભા રહેવા માટે મેં આરોનના કુટુંબની પસંદગી કરી. મેં તેમને વેદી પરના દહનબલિમાંથી હિસ્સો લેવાનો હક્ક આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan