Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:36 - પવિત્ર બાઇબલ C.L.

36 જ્યારે પ્રભુ જોશે કે તેના લોક નિર્બળ થઈ ગયા છે, અને બંદિવાન કે મુક્ત કોઈ બાકી રહ્યો નથી; ત્યારે પ્રભુ પોતાના લોકને બચાવી લેશે અને પોતાના સેવકો પ્રતિ કરુણા દર્શાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 કેમ કે યહોવા પોતાના લોકનો ઇનસાફ કરશે, અને જ્યારે તે જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે, અને બંદીવાન કે છૂટો એવો કોઈ બાકી રહ્યો નથી, ત્યારે તેના સેવકોને માટે તે ખેદિત થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 કેમ કે યહોવાહ પોતાના લોકનો ન્યાય કરશે, અને જયારે તેઓ જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે, અને ગુલામ તથા મુક્ત એવો કોઈ બાકી રહ્યો નથી. તે જોઈ તે પોતાના સેવકો માટે દુ:ખી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 “યહોવાનો ન્યાય તેના લોકોના પક્ષમાં હશે, તેઓ દયા દર્શાવી સૌને બચાવી લેશે; ગુલામ અને મુકત બંનેની શકિત ક્ષીણ થતાં જોઈ તે દુ:ખી થશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:36
24 Iomraidhean Croise  

એને લીધે હે યરોબામ, હું તારા રાજવંશ પર આફત ઉતારીશ અને ઇઝરાયલમાંથી તારા વંશના નાનામોટા સર્વ પુરુષોનો હું સંહાર કરીશ જેમ વાસીદું કાઢી નાખવામાં આવે છે તેમ હું તારા રાજકુળને સફાચટ કરી નાખીશ.


તેથી પ્રભુ તમને કહે છે, ‘હું તારા પર આપત્તિ લાવીશ. હું તારું નિકંદન કાઢી નાખીશ અને તારા કુટુંબના નાના કે મોટા પ્રત્યેક પુરુષનો મારી આગળથી નાશ કરીશ.


પ્રભુએ ઇઝરાયલની કરુણ દશા જોઈ અને તેમની મદદ કરવા માટે કોઈ પુરુષ નહોતો;


આહાબનું આખું કુટુંબ અને વંશજો માર્યા જશે; હું તેના કુટુંબના સગીર કે પુખ્ત સર્વ પુરુષોનું નિકંદન કરીશ.


ઈશ્વરે પોતાના લોકની ખાતર પોતાનો કરાર સંભાર્યો અને તેમના અગાધ પ્રેમને લીધે તેમને દયા આવી.


સાચે જ પ્રભુ પોતાના લોકનો બચાવ કરે છે; અને પોતાના ભક્તો પ્રત્યે દયા દર્શાવે છે.


તે ઉપરના આકાશને અને પૃથ્વીને સાક્ષી તરીકે બોલાવે છે; જેથી તેમની હાજરીમાં તે પોતાના લોકોનો ન્યાય કરે.


હે પ્રભુ, સમસ્ત માનવજાતના ન્યાયાધીશ, મારું સદાચરણ અને મારી નિષ્ઠાને લક્ષમાં લઈ ન્યાય કરો.


હે પ્રભુ, પાછા આવો; ક્યાં સુધી તમારો રોષ રહેશે? તમારા આ ભક્તો પર અનુકંપા દર્શાવો.


કારણ, પ્રભુ જગતનો ન્યાય કરવા આવે છે. તે નેકીથી જગતનો અને સત્યતાથી સર્વ પ્રજાઓનો ન્યાય કરશે.


તેથી પ્રભુએ પોતાનો વિચાર બદલ્યો અને લોકો પર તેમણે જે આફત લાવવા કહ્યું હતું તે તેમના પર લાવ્યા નહિ.


પરંતુ હે પ્રભુ, એક શૂરવીર સૈનિકની જેમ તમે મારી સાથે છો; તેથી જેઓ મારો પીછો કરે છે તેઓ ઠોકર ખાઈને પટકાશે, તેઓ નિષ્ફળ જશે અને લજ્જિત થશે. તેમની નામોશી કાયમ રહેશે અને કદી ભૂલાશે નહિ.


એફ્રાઈમ કુળના લોકો મારે માટે લાડીલા પુત્ર સમાન છે, તે મારે માટે પ્રિય બાળક સમાન છે. જેટલીવાર મારે તેમને ધમકી આપવી પડે છે, તેટલીવાર મને એ યાદ આવે છે. તેથી તેમને માટે મારું દિલ ઝૂરે છે, અને હું જરૂર તેમના પર રહેમ દાખવીશ. હું પ્રભુ પોતે કહું છું.


જો તમે આ દેશમાં જ રહેશો તો હું તમને બાંધીશ અને તોડી પાડીશ નહિ; હું તમને રોપીશ અને ઉખેડી નાખીશ નહિ. કારણ, જે વિપત્તિ હું તમારા પર લાવ્યો તે વિષે હું દિલગીર છું.


અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરીને ઊભેલા દૂતે પોતાના બન્‍ને હાથ આકાશ તરફ ઊંચા કરીને સાર્વકાલિક ઈશ્વરના સમ ખાઈને કહ્યું, “સાડા ત્રણ વર્ષ; ઈશ્વરના લોકની સતાવણી પૂરી થાય તે પહેલાં આ બધી બાબતો બની ચૂકી હશે.”


પ્રભુ તમારા ઈશ્વર પોતાનું મન કદાચ બદલે અને તમને વિપુલ પાકથી આશીર્વાદિત કરે. ત્યારે તો તમે તેમને ધાન્ય અને દ્રાક્ષાસવનાં અર્પણો ચઢાવી શકશો.


પછી પ્રભુએ પોતાના દેશ પ્રત્યે દરકાર દાખવી; પોતાના લોકો પર દયા દર્શાવી.


છતાં પ્રથમ તો તેમણે દેશ ત્યજી દેવો પડશે; જેથી ભૂમિને સંપૂર્ણ આરામ મળે. વળી, તેમણે મારા નિયમો અને આજ્ઞાઓ પાળ્યાં નહિ હોવાથી તેની સંપૂર્ણ સજા તેમણે ભોગવવી પડશે.


તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “તેં જે જોયું તેવું નહિ થાય.”


તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “એ પણ નહિ થાય.”


કારણ, “વેર વાળવું મારું ક્મ છે. હું જરૂર બદલો લઈશ,” અને “પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,” એવું કહેનારને આપણે ઓળખીએ છીએ.


પ્રભુ જ્યારે જ્યારે ઇઝરાયલ માટે ન્યાયાધીશ ઊભો કરે ત્યારે પ્રભુ તે ન્યાયાધીશની સાથે રહેતા અને એ ન્યાયાધીશના જીવતાં સુધી પ્રભુ તેમનો તેમના શત્રુઓથી બચાવ કરતા. પ્રભુને તેમના પર દયા આવતી; કારણ, તેઓ તેમના શત્રુઓ તરફનાં દુ:ખ અને જુલમને કારણે નિસાસા નાખતા.


Lean sinn:

Sanasan


Sanasan