Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:27 - પવિત્ર બાઇબલ C.L.

27 પણ મારી એવી ધારણા છે કે કદાચ તેમના શત્રુઓ ઊધું સમજશે અને બડાશ મારશે કે, ‘આ કંઈ પ્રભુથી થયું નથી, પણ અમારા બાહુબળથી તેમના લોક પર વિજય પામ્યા છીએ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 પણ હું શત્રુઓની ખીજવણીથી બીહું છું, કે રખેને તેઓના દુશ્મનો ખોટું સમજે, અને તેઓ કહે કે, ‘અમારો હાથ પ્રબળ થયો છે, અને યહોવાએ આ સર્વ કર્યું નથી.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પરંતુ હું શત્રુઓની ખીજવણીથી ગભરાઉં છું, કે રખેને તેઓના શત્રુઓ ખોટું સમજે અને તેઓ કહે કે, અમારો હાથ પ્રબળ થયો છે.’ અને યહોવાહે આ સર્વ કર્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 પરંતુ મને ભય છે એવો કે તેમનાં શત્રુઓ ખોટું સમજશે; અમાંરા બાહુબળથી ઇસ્રાએલનો કર્યો વિનાશ-બડાશ હાંકશે. “યહોવાએ તેમનો વિનાશ નથી કર્યો.”’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:27
24 Iomraidhean Croise  

એક ઈશ્વરભક્તે આહાબ રાજા પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘હું મેદાનોનો નહિ, પણ પર્વતોનો દેવ છું.’ એવું અરામીઓ કહે છે; તેથી તેમના મોટા સૈન્ય પર હું તમને વિજય અપાવીશ, અને તું તથા તારા લોક જાણશો કે હું પ્રભુ છું.”


હે પ્રભુ, તમે દુષ્ટોની ઇચ્છાઓને પૂરી થવા ન દો. (સેલાહ)


મને ઘેરી લેનારાઓનાં મસ્તક સફળતાથી ઉન્‍નત થવા ન દો; તેમના હોઠના શાપ તેમના પોતાના પર જ આવી પડો.


ઇજિપ્તીઓને એવું શા માટે કહેવા દેવું કે તમે તમારા લોકોને પર્વતો મધ્યે મારી નાખવા તથા પૃથ્વીના પટ પરથી તેમનો સંપૂર્ણ સંહાર કરવા ઇજિપ્તમાંથી લઈ ગયા? તેથી તમારો ગુસ્સો શમાવી દો; તમારો વિચાર બદલો અને તમારા લોક પર આફત લાવવાનું માંડી વાળો.


“યરુશાલેમ આશ્શૂરના રાજાના કબજામાં નહિ આવે એવું કહીને જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે તે તને છેતરે નહિ તે જોજે.


મારા પોતાના માનને લીધે અને મારા સેવક દાવિદને આપેલા વચનને લીધે હું આ નગરની રક્ષા કરીને તેનો બચાવ કરીશ.”


તેં કહ્યું, ‘હું તો સદાસર્વદા રાણી તરીકે રહીશ.’ પણ તેં આ બધી વાતો ધ્યાનમાં લીધી નહિ અને એનો આખરી અંજામ શો આવશે તેનો વિચાર કર્યો નહિ.


હું આ બધું મારે પોતાને ખાતર કરું છું. હું મારા નામને કલંક લાગવા દઈશ નહિ અને મારા મહિમામાં બીજા કોઈને ભાગીદાર થવા દઈશ નહિ.”


કારણ, એ લોકોએ મારો ત્યાગ કર્યો છે અને તેઓ તથા તેમના પૂર્વજો તથા યહૂદિયાના રાજાઓ જાણતા નહોતા એવા અન્ય દેવોને ધૂપ ચડાવીને આ સ્થાનને ભ્રષ્ટ કર્યું છે. તેમણે આ સ્થળને નિર્દોષ લોકોના રક્તથી ભરી દીધું છે.


તેની મલિનતા તેનાં વસ્ત્ર પર ચોંટેલી છે. છતાં તેણે પોતાની આખરી અવસ્થાનો વિચાર કર્યો નહિ. તેનું પતન ભયાનક હતું, તેને દિલાસો દેનાર કોઈ નહોતું. તેના દુશ્મનોનો વિજય થયો છે અને તે દયા માટે પ્રભુને પોકારે છે.


તો હે રાજા, મારી સલાહ માનો. પાપથી પાછા ફરો, સદાચારથી વર્તો અને જુલમપીડિતો પ્રત્યે દયા દર્શાવો; જેથી તમારી સ્વસ્થતા લાંબો સમય જળવાઈ રહે.”


પણ જો કોઈ જાણીબૂઝીને ઉદ્ધતાઈથી આજ્ઞાભંગ કરે, પછી તે ઇઝરાયલી હોય કે પરદેશી હોય, તો પ્રભુનો અનાદર કરવા બદલ ગુનેગાર છે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો.


કદાચ, ઇજિપ્ત દેશના લોકો એમ કહે કે, તમે તમારા લોકને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તેમને લઇ જઇ શક્યા નહિ. તેઓ એવું પણ કહેશે કે તમને તમારા લોક પ્રત્યે તિરસ્કાર હોવાથી તમે તેમનો સંહાર કરવા તેમને રણપ્રદેશમાં લઈ ગયા.


કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ આ વિષે સાંભળશે એટલે તેઓ અમને ઘેરી લઈને અમારું નામનિશાન ભૂંસી નાખશે, ત્યારે તમારા મહાન નામનું ગૌરવ જાળવવા તમે શું કરશો?”


પ્રભુ પોતાના નામની પ્રતિષ્ઠાને લીધે તમને તજી દેશે નહિ. કારણ, તેમણે તમને પોતાના લોકો બનાવવાનો નિર્ધાર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan