Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:21 - પવિત્ર બાઇબલ C.L.

21 જે ઈશ્વર જ નથી તેમની પૂજા કરીને તેમણે મને ક્રોધિત કર્યો છે. પોતાની વ્યર્થ મૂર્તિઓથી તેમણે મને આવેશી બનાવ્યો; તેથી જેઓ પ્રજા નથી તેમના વડે હું તેમને ચીડવીશ અને મૂર્ખ પ્રજા વડે હું તેમને ક્રોધિત કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 જે ઈશ્વર નથી તે વડે તેઓએ મને રોષિત કર્યો છે, પોતાની વ્યર્થતાથી તેઓએ મને ચીડવ્યો છે; અને જેઓ પ્રજા નથી તેઓ વડે હું તેઓને રોષિત કરીશ; મૂર્ખ દેશજાતિ વડે હું તેઓને ક્રોધ ચઢાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જે દેવ નથી તે વડે તેઓએ મારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરી છે. નકામા દેવોથી મને ગુસ્સે કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 કહેવાતા દેવોની પૂજા કરીને એ લોકોએ માંરામાં ઇર્ષ્યા જગાડી છે. અને મૂર્તિઓની કરી પૂજા, વહોર્યો છે એમણે માંરો રોષ; હવે તો હું પણ કહેવાતી પ્રજા વડે એમનામાં ઇર્ષ્યા જગાડીશ; અપીર્મુજ પ્રેમ વિદેશી પ્રજાઓને, હું એમનો જગાડીશ રોષ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:21
31 Iomraidhean Croise  

યહૂદિયાના લોકોએ પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું અને તેમના બધા પૂર્વજો કરતાં પ્રભુને કોપ ચઢાવે એવાં વધારે ભૂંડા કૃત્યો આચર્યાં.


તારી અગાઉના શાસકો કરતાં યે તેં ઘણાં મોટાં પાપકર્મો આચર્યાં છે. તેેં મારો ત્યાગ કર્યો છે અને ઉપાસના માટે મૂર્તિઓ અને ધાતુની પ્રતિમાઓ બનાવી તેં મને કોપાયમાન કર્યો છે.


બાશા અને તેના પુત્ર એલાએ મૂર્તિપૂજા કરીને ઇઝરાયલને પણ એ પાપમાં પાડીને ઇઝરાયલના ઈશ્વર પ્રભુને કોપાયમાન કર્યા.


તેની અગાઉના યરોબામની માફક પોતાના પાપથી અને લોકોને પાપ અને મૂર્તિપૂજા તરફ દોરી જઈને તેણે પ્રભુને કોપાયમાન કર્યા.


પ્રભુએ જે લોકોને દેશમાંથી હાંકી કાઢયા હતા તેમની રીતરસમોને અનુસરીને તેમણે પૂજાનાં સર્વ ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળ્યો. પોતાનાં સર્વ ભૂંડાં કામોથી તેમણે પ્રભુને રોષ ચઢાવ્યો,


તેમણે તેમની સૂચનાઓને આધીન થવાની ના પાડી, તેમના પૂર્વજો સાથે તેમણે કરેલો કરાર તેમણે પાળ્યો નહિ અને તેમણે તેમની ચેતવણીઓ ગણકારી નહિ. તેમણે વ્યર્થ મૂર્તિઓની પૂજા કરીને તેઓ પોતે જ વ્યર્થ બન્યા અને આસપાસની પ્રજાઓનું અનુકરણ નહિ કરવાની પ્રભુ આજ્ઞાનો અનાદર કરીને તેઓ તેમના રિવાજો અનુસર્યા;


તેણે ઘંતરમંતર અને જાદુક્રિયા આચરી અને જોશ જોનારા તથા પ્રેતાત્માઓનો સંપર્ક સાયો. તેણે પ્રભુની વિરુદ્ધ ભયંકર પાપકર્મો કરીને તેમનો રોષ વહોરી લીધો.


કારણ, તેમણે મારો ત્યાગ કર્યો છે અને બીજા દેવોની આગળ બલિનું દહન કર્યું છે અને મૂર્તિઓ ઘડીને મને કોપાયમાન કર્યો છે. તેથી આ સ્થાન પર મારો રોષ ભભૂકી ઊઠયો છે અને તે શમી જશે નહિ.


વ્યર્થ મૂર્તિઓ પર આધાર રાખનારાઓને હું ધિક્કારું છું અને હું પ્રભુ પર જ ભરોસો રાખું છું.


વિધર્મી ઉચ્ચસ્થાનોમાં જઈને તેમણે ઈશ્વરને ઉશ્કેર્યા તથા કોરેલી મૂર્તિઓની પૂજાથી તેમનામાં રોષ ઉત્પન્‍ન કર્યો.


તેઓ પવિત્ર વાટિકાઓમાં બલિદાનો ચડાવીને અને ઈંટોની વેદીઓ ઉપર ધૂપ બાળીને મને સામે મોંએ છંછેડે છે.


તેઓ બધા જ અક્કલહીન અને મૂર્ખ છે; તેઓ લાકડાંની મૂર્તિઓ પાસેથી શું શીખી શકે?


શું બીજી પ્રજાઓની નકામી મૂર્તિઓ વર્ષા લાવી શકે? શું આકાશ પોતાની મેળે ઝાપટાં વરસાવી શકે? હે પ્રભુ, એકલા તમે જ એ કરો છો. હે અમારા ઈશ્વર, અમે તમારા પર જ આશા રાખીએ છીએ, કારણ, તમે જ આ બધું કરી શકો છો.”


તેમ છતાં મારા લોક મને વીસરી ગયા છે અને તેઓ વ્યર્થ મૂર્તિઓને ધૂપ ચડાવે છે. તેમણે સાચા માર્ગ પર ચાલવામાં ઠોકર ખાધી છે, અને પ્રાચીન માર્ગ તજીને આડા અને ક્ચા માર્ગે વળ્યા છે!”


એટલે, કોઈ પ્રજાએ તેમના દેવો, પછી ભલેને તે સાચા દેવ ન હોય, પણ બદલ્યા નથી. પરંતુ મારા લોકે મારે બદલે, એટલે ઇઝરાયલના ગૌરવી ઈશ્વરને બદલે નકામા દેવો સ્વીકાર્યા છે.


પ્રભુએ કહ્યું, “હું તમને કેવી રીતે ક્ષમા આપું? તારા લોકોએ મારો ત્યાગ કરીને તથા વ્યર્થ દેવોને નામે સોગંદ ખાઈને તેઓ પ્રત્યે પોતાની નિષ્ઠા દાખવી છે. મેં તેમને તૃપ્ત કર્યા તો પણ તેમણે વ્યભિચાર કર્યો અને વેશ્યાના નિવાસે ભીડ કરી મૂકી!


આકાશની રાણી નામની દેવી માટે પોળી બનાવવા બાળકો લાકડાં એકઠાં કરે છે, તેમના પિતાઓ અગ્નિ સળગાવે છે અને સ્ત્રીઓ લોટ ગૂંદે છે, તથા મને ક્રોધિત કરવા અન્ય દેવો આગળ દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડે છે.


સાંભળો, આખા દેશમાંથી મારા લોકના રુદનનો પોકાર સંભળાય છે. લોકો પૂછે છે, “શું પ્રભુ સિયોનનગરમાં નથી? શું સિયોનનગરનો રાજા ત્યાં ઉપસ્થિત નથી?” પ્રભુ કહે છે, “તો પછી તેમણે વ્યર્થ તથા પારકા દેવદેવીઓની મૂર્તિઓની પૂજા કરીને મને કેમ ચીડવ્યો છે?”


તેણે હાથ જેવું કશુંક લંબાવ્યું અને મારા માથાના વાળ પકડયા. ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વી વચ્ચે ઊંચકી લીધો અને દૈવી સંદર્શનમાં યરુશાલેમ લઈ જઈ મંદિરના અંદરના પટાંગણના ઉત્તર તરફના અંદરના દરવાજાની પાસે લઈ ગયો. ત્યાં ઈશ્વરને કોપાયમાન કરે તેવી મૂર્તિ સ્થાપેલી હતી.


ઇઝરાયલના લોકો દરિયાની રેતી સમાન અગણિત અને અમાપ થશે. અત્યારે પ્રભુ તેમને આમ કહે છે: “તમે મારા લોક નથી.” પણ એવો દિવસ આવે છે જ્યારે તે તેમને કહેશે, “તમે જીવતા ઈશ્વરના પુત્રો છો.”


વ્યર્થ મૂર્તિઓની પૂજા કરનારા તમને વફાદાર નથી,


મેં બોલવાની શરૂઆત કરી ત્યારે, આરંભમાં પવિત્ર આત્મા જેમ આપણી પર ઊતરી આવ્યો હતો, તેમ તેમના પર ઊતરી આવ્યો.


“ભાઈઓ, તમે એવું કેમ કરો છો? તમારી જેમ અમે માત્ર માણસ જ છીએ! તમે આ નિરર્થક બાબતો તજીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર તથા તેમાં જે છે તે સૌના સરજનહાર જીવંત ઈશ્વર તરફ ફરો તે માટે તમને શુભસંદેશ જાહેર કરવા અમે અહીં આવ્યા છીએ.


શું ઇઝરાયલને સમજ ન પડી હોય એવું બને? સૌ પ્રથમ મોશે એનો જવાબ આપે છે: “પ્રજા ન ગણાય એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્‍ન કરીશ, જેઓ મૂર્ખ છે એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્‍ન કરીશ.”


હોશિયાના પુસ્તકમાં લખેલું છે: “જે પ્રજા મારી નથી, તેને હું મારી પ્રજા કરીશ; જે પ્રજા ઉપર મેં પ્રેમ કર્યો નથી, તેને હું પ્રિય પ્રજા કહીશ.”


અથવા શું આપણે પ્રભુને ગુસ્સે કરવા માગીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


અન્ય દેવોની પૂજા કરીને તેમણે પ્રભુને આવેશી બનાવ્યા, ઘૃણાજનક કાર્યો કરીને તેમણે પ્રભુને રોષ ચડાવ્યો.


તેમણે ઈશ્વરને નહિ, પણ અશુધ આત્માઓને, જેમને તેઓ ઓળખતા નહોતા એવા દેવોને અને જેમને તેમના પૂર્વજોએ પૂજ્યા નહોતા એવા નવા દેવોને બલિદાન ચડાવ્યાં.


જૂઠા દેવો પાછળ જશો નહિ. તેઓ ન તો તમને મદદ કરી શકે તેમ છે કે ન તો તમને બચાવી શકે તેમ છે; કારણ કે તે સાચા દેવો નથી.


Lean sinn:

Sanasan


Sanasan