Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:13 - પવિત્ર બાઇબલ C.L.

13 “પ્રભુએ તેમને ઉચ્ચપ્રદેશોમાં વસાવ્યા, અને ખેતરોની પેદાશમાંથી ખવડાવ્યું; તેમણે ખડકોની બખોલમાં મળતા મધથી; પથરાળ પ્રદેશમાં પાંગરતાં ઓલિવવૃક્ષોના તેલથી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેમણે ઇઝરાયલને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર બેસાડ્યો, અને ખેતરની ઊપજ તેણે ખાધી. અને યહોવાએ તેને ખડકમાંથી મધ, તથા ચકમકના ખડકમાંથી તેલ ચુસાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેમણે તેઓને દેશની ઊંચાઈઓ પર બેસાડ્યા, તેમણે તેઓને ખેતરનું ફળ ખવડાવ્યું, તેમણે તેઓને ખડકમાંથી મધ તથા ચકમકના પથ્થરમાંથી તેલ પીવડાવ્યું

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 દેવે તેઓને ફળવંત પ્રદેશ આપ્યા, ખેતરોનો મોલ ખવડાવ્યો, ને કરાડોમાંના મધ અને જૈતૂનના તેલ; આપ્યા અને ઉચ્ચ પ્રદેશમાં લઇ જઇ સ્થાપ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:13
16 Iomraidhean Croise  

તે મારાં પગલાં હરણનાં જેવાં ચપળ બનાવે છે;* ઉચ્ચસ્થાનો પર તે મને સલામત રાખે છે.


તે તેલની નદીઓ જોવા જીવતો રહેશે નહિ; તે દૂધમધની ધારા પણ જોવા પામશે નહિ.


મારાં પગથિયાં જાણે દૂધે ધોવાતાં અને ખડકોમાંથી તેલની ધારાઓ વહેતી.


તે જ મારા પગોને હરણ જેવા ચપળ બનાવે છે. તે ઊંચા સ્થાનો પર મને સલામત રાખે છે.


પરંતુ પ્રભુ તો ઇઝરાયલને સર્વોત્તમ ઘઉં ખવડાવશે, અને ખડકના ઉત્તમ મધથી તેમને તૃપ્ત કરશે.


પ્રભુએ પોતાના લોકને સૂકા રણપ્રદેશમાં થઈને દોર્યા ત્યારે પણ તેઓ તરસ્યા રહ્યા નહિ. કારણ, તેમણે તેમને માટે ખડકમાંથી પાણી કાઢયું, એટલે ખડકમાંથી પાણી ખળખળ વહી નીકળ્યું.


તો તને મારામાં સાચો આનંદ થશે. હું તને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર સવારી કરાવીશ અને તારા પૂર્વજ યાકોબને મેં આપેલા દેશમાં હું તારું ભરણપોષણ કરીશ.”


મેં તને સોનાચાંદીનાં આભૂષણોથી સજાવી. તારાં વસ્ત્રો શ્વેત અળસીરેસાનાં, રેશમ અને બુટાદાર ભરતકામનાં હતાં. મેંદો, મધ અને ઓલિવતેલ તારો ખોરાક હતો. તારું સૌંદર્ય આંજી નાખે તેવું હતું. તું રાજરાણીના પદને યોગ્ય બની ગઈ.


હું પણ હાથ પછાડીશ ને મારો ક્રોધ શમાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ઇઝરાયલના શત્રુએ તમારે વિશે કહ્યું છે કે, ‘અરે, આ પ્રાચીન પર્વતો હવે અમારી માલિકીના છે!’ ”


પણ તમે સારા દેશમાં આવ્યા એટલે પુષ્ટ અને તૃપ્ત થયા અને પછી ગર્વિષ્ઠ થઈને મને ભૂલી ગયા.


કારણ, પ્રભુએ તમને સર્વ પ્રકારની સમૃધિથી ભરપૂર કર્યા તોપણ તમે આનંદથી અને દયના ઉમળકાથી તમારા ઈશ્વર પ્રભુની સેવા કરી નહિ.


હે યશુરૂન, ઇઝરાયલી લોકો, તમારા ઈશ્વર જેવા અન્ય કોઈ નથી; તે તમને મદદ કરવા વાદળાં પર સવાર થઈ આવે છે અને ગૌરવપૂર્વક આકાશમાં વિચરે છે.


હે ઇઝરાયલ, તમે આશીર્વાદિત છો! પ્રભુએ જેમનો ઉધાર કર્યો હોય એવી તમારા જેવી બીજી કઈ પ્રજા છે? પ્રભુએ ઢાલરૂપે તમારું રક્ષણ કર્યું અને તલવાર રૂપે તમને વિજય અપાવ્યો. તમારા શત્રુઓ તમારી દયાની યાચના કરશે અને તમે તેમની પીઠ ખૂંદી નાખશો.”


તેમણે તમને ઝેરી નાગ અને વીંછીવાળા, સૂકા અને જલવિહીન તથા વિશાળ અને ભયાનક રણમાં થઈને દોર્યા છે; અને તમારે માટે કાળમીંઢ ખડકમાંથી પાણી વહેવડાવ્યું છે;


ત્યાં ઘઉં અને જવ પાકે છે, ત્યાં દ્રાક્ષ, અંજીર અને દાડમ થાય છે, ત્યાં ઓલિવ તેલ અને મધ ઉપજે છે.


Lean sinn:

Sanasan


Sanasan