Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:11 - પવિત્ર બાઇબલ C.L.

11 જેમ ગરૂડ માળાને હચમચાવી નાખે છે અને પછી પડતાં બચ્ચાંની ઉપર ઊડયા કરે છે અને છેવટે પોતાની પાંખો પ્રસારીને તેમને ઝીલી લે છે, તેમ પ્રભુએ તેમને ઊંચકી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જેમ ગરૂડ પોતાના માળાને હલાવે છે, અને પોતાનાં બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે, તેમ યહોવાએ પોતાની પાંખો ફેલાવીને, તેઓને પોતાની પાંખો ઉપર ઊંચકી લીધા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જેમ કોઈ ગરુડ પોતાના માળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે. તેમ યહોવાહે પોતાની પાંખો ફેલાવીને તેમને પોતાની પાંખો પર ઊંચકી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જેમ કોઈ ગરૂડ પોતાના માંળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર ચક્કર માંર્યા કરે અને તેમને પોતાની પાંખો ઉપર ઉપાડી લે તેમ તેમણે સંભાળ લીધી અને ઇસ્રાએલ પર કૃપા કરી.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:11
13 Iomraidhean Croise  

ત્યારે પૃથ્વી આકારરહિત અને ખાલી હતી. જલનિધિ પર અંધકાર હતો. પાણીની સપાટી પર ઈશ્વરનો આત્મા ધુમરાઈ રહ્યો હતો.


તે પાંખાળાં પ્રાણી કરુબ પર સવારી કરીને ઊડયા, પવનની પાંખે તે વેગે ધસી આવ્યા.


‘મેં પ્રભુએ ઇજિપ્તીઓની જે દશા કરી તે તમે તમારી નજરે જોઈ છે. વળી, જેમ ગરુડ પોતાનાં બચ્ચાંને પાંખો પર ઉપાડી લે છે તેમ હું તમને ઉપાડીને મારી પાસે લાવ્યો છું.


જેમ પક્ષી પાંખો પ્રસારી બચ્ચાનું રક્ષણ કરે છે તેમ હું સર્વસમર્થ પ્રભુ યરુશાલેમ પર આચ્છાદન કરીને તેનો બચાવ કરીશ અને તેની વહારે આવીને તેનું રક્ષણ કરીશ.”


પણ મદદ માટે પ્રભુ પર આશા રાખનારાઓ નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે, પણ થાકશે નહિ; તેઓ આગળ વધશે, પણ નિર્ગત થશે નહિ.


તમારી વૃદ્ધાવસ્થા સુધી હું તમારા પ્રત્યે એવો જ ઈશ્વર રહીશ, તમને પળિયાં આવે ત્યારે ય હું તમને ધરી રાખીશ. હું જ તમારો ઉત્પન્‍નર્ક્તા છું. હું જ તમને ધરી રાખું છું; હું જ તમને ઊંચકી લઉં છું અને હું જ છોડાવું છું.”


તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા.


જેમ કમરે બાંધવાનું વસ્ત્ર માણસની કમરે વીંટળાઈ રહે છે તેમ ઇઝરાયલ અને યહૂદિયાની સમગ્ર પ્રજાને મેં મારી કમરે વીંટાળી હતી; જેથી તેઓ મારા લોક બને અને તેઓ મારી કીર્તિ, મારી પ્રશંસા અને મારો મહિમા થાય, પણ તેમણે મારું સાંભળ્યું નહિ.”


મેં જ એફ્રાઇમને ચાલતાં શીખવ્યું. મેં જ તેમને મારા હાથમાં ઉછેર્યા. પણ મેં તેમની સારસંભાળ લીધી છે એવું તેમણે સ્વીકાર્યું નહિ.


તેણે બિન્યામીનના કુળ વિષે કહ્યું: “એ તો પ્રભુનો લાડકવાયો છે, પ્રભુ તેને સલામત રાખે છે; તે તેનું રાતદિવસ રક્ષણ કરે છે અને એ તેમની ગોદમાં રહે છે.”


વિશ્વાસ દ્વારા જ આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરના શબ્દ દ્વારા સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું, જેથી જે અદૃશ્ય છે તેમાંથી દૃશ્યનું સર્જન થયું.


પણ તે સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી જેથી તે રણમાં જઈ શકે કે, જેથી ત્યાં સર્પના હુમલાથી તેનું રક્ષણ કરીને સાડાત્રણ વર્ષ સુધી તેની સંભાળ લેવામાં આવે.


તેણે પોતાની પૂંછડીના સપાટાથી ત્રીજા ભાગના તારાઓ ઘસડીને પૃથ્વી પર નાખ્યા. પેલી સ્ત્રી જેને પ્રસૂતિ થવાની હતી તેની સામે તે અજગર ઊભો રહ્યો કે જેથી બાળક જન્મે કે તે તરત જ તેનો ભક્ષ કરી જાય.


Lean sinn:

Sanasan


Sanasan