Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 30:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તમારા ઈશ્વર પ્રભુ તમારો તિરસ્કાર કરનાર અને તમારા પર જુલમ કરનાર તમારા શત્રુઓ પર આ સર્વ શાપ લાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને યહોવા તારા ઈશ્વર આ સર્વ શાપ તારા જે શત્રુઓએ તથા તારા જે દ્વેષીઓએ તને સતાવ્યો, તેઓના પર લાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યહોવાહ તમારા ઈશ્વર આ બધા શાપો તમારા શત્રુઓ પર તથા તમને ધિક્કારનાર પર મોકલી આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “ત્યારબાદ તમાંરા દેવ યહોવા આ બધા શ્રાપ તમાંરા શત્રુઓ તથા તમને રંજાડનાર પર મોકલી આપશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 30:7
28 Iomraidhean Croise  

પરંતુ તમે જો તેની આજ્ઞા માનશો અને મારી આજ્ઞા પ્રમાણે બધું કરશો તો હું તમારા સર્વ દુશ્મનોની સાથે લડીશ.


પણ પ્રભુ કહે છે, “સિયોન પર્વત પર અને યરુશાલેમમાં મારું કાર્ય પૂરું થયા પછી હું આશ્શૂરના રાજાને તેના મનના ઘમંડ માટે અને તેની આંખની મગરૂબી માટે સજા કરીશ.”


હું મારે નામે ઓળખાતા નગરથી જ વિનાશનો આરંભ કરું છું; તો પછી શું તમે એમ માનો છો કે તમે બચી જશો? તમે નહિ જ બચવા પામો. કારણ, પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર હું યુદ્ધ મોકલું છું. હું પ્રભુ પોતે આ બોલું છું.


તો પણ તમારો ભક્ષ કરનારા પોતે જ ભક્ષ થઈ પડશે, અને તમારા બધા શત્રુઓ દેશનિકાલ પામશે. તમારા પર જુલમ કરનારા જુલમનો ભોગ બનશે, અને તમને લૂંટી લેનારા લૂંટાઈ જશે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “અદોમના લોકોએ યહૂદાના લોકો પર ક્રૂર વેર વાળીને મોટો ગુનો કર્યો છે.


પલિસ્તીઓ અત્યંત વૈરભાવથી વર્ત્યા હતા; જૂની પરંપરાગત અદાલતને લીધે યહૂદિયાનું નિકંદન કાઢી નાંખવા તેમણે કપટી મનથી બદલો લીધો.


તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: મારું મંદિર અપવિત્ર થતું જોઈને, ઇઝરાયલનો દેશ વેરાન થતો જોઈને અને યહૂદિયાના લોકોને દેશનિકાલ થતાં જોઈને તમે રાજીરાજી થઈ ગયા હતા.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તમને ઇઝરાયલ દેશ પ્રત્યે ભારોભાર ઇર્ષ્યા હોવાથી તેની દુર્દશા જોઈને તમારા મનમાં આનંદ થયો છે અને તેથી તમે તાળીઓ પાડીને આનંદથી નાચ્યા છો.


પ્રભુ પરમેશ્વર કહે છે: “મોઆબે એમ કહ્યું હતું કે, ‘અરે, યહૂદિયાના લોકો પણ અન્ય પ્રજાઓ જેવા જ છે.’


પ્રભુ કહે છે: “અદોમના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ તલવાર લઈને પોતાના ભાઈ ઇઝરાયલની પાછળ પડયા અને તેમના પર કંઈ દયા દાખવી નહિ. તેમના ક્રોધાવેશને કોઈ સીમા નહોતી અને તેમનો રોષ કદી શમ્યો જ નહિ.


પ્રભુ કહે છે: આમ્મોનના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. પોતાની સીમા વિસ્તારવા માટે તેમણે ગિલ્યાદની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખ્યાં.


પ્રભુ કહે છે: “દમાસ્ક્સના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે ગિલ્યાદ પર કાળો કેર વર્તાવ્યો છે.


પ્રભુ કહે છે: “ગાઝાના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે એક આખી પ્રજાને ગુલામ તરીકે અદોમને વેચી દીધી.


પ્રભુ કહે છે: “તૂરના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ એક આખી પ્રજાને અદોમની ગુલામીમાં લઈ ગયા અને તેમણે મિત્રતાનો કરાર પાળ્યો નહિ.


“તેં યાકોબના વંશજો, તારા ભાઈઓને લૂંટી લઈ તેમને મારી નાખ્યા હોઈ તને સદાને માટે બટ્ટો લાગશે અને તારો સદંતર નાશ થશે.


પણ એ સમય આવે ત્યારે, હું યરુશાલેમને ભારે પથ્થર જેવું બનાવી દઈશ. એને ઉપાડવા જનાર કોઈ પણ પ્રજા નુક્સાન પામશે. દુનિયાની સઘળી પ્રજાઓ તેના પર આક્રમણ કરવા પોતાનાં સૈન્યો એકઠાં કરશે.


બલામે બાલાકને કહ્યું, “હું તો ઘેર મારા લોક મધ્યે પાછો જઉં છું. પણ જતાં પહેલાં આ ઇઝરાયલીઓ ભવિષ્યમાં તારા મોઆબી લોકના કેવા હાલ કરશે તે જાણી લે.”


ઇઝરાયલી પ્રજા તો આડા પડીને બેઠેલાં સિંહ-સિંહણ જેવી છે અને તેમને છંછેડવાની હિંમત કોણ કરે? “જે કોઈ ઇઝરાયલને આશિષ આપે તે આશીર્વાદિત થશે. જે કોઈ ઇઝરાયલને શાપ આપે તે શાપિત થશે.”


તમે ફરીથી પ્રભુની વાણીને આધીન થશો અને જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન કરશો.


પ્રભુ તમારી મધ્યેથી સર્વ રોગો દૂર કરશે; અને ઇજિપ્ત દેશમાં જે ભયાનક રોગો વિષે તમે જાણ્યું તેમાંનો કોઈ રોગ તે તમારા પર લાવશે નહિ; પણ તે તમારા શત્રુઓ પર તે લાવશે.


Lean sinn:

Sanasan


Sanasan