પુનર્નિયમ 30:5 - પવિત્ર બાઇબલ C.L.5 જ્યાં તમારા પૂર્વજો અગાઉ વસતા હતા તે ભૂમિનો તમે ફરીથી કબજો લેશો. તમારા પૂર્વજોના કરતાંય તમે વધારે સમૃધ અને સંખ્યાવાન થશો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને જે દેશના માલિક તારા પિતૃઓ હતા તેમાં યહોવા તારા ઈશ્વર તને લાવશે, ને તું તેનો માલિક થશે; અને તે તારું ભલું કરશે, ને તાર પિતૃઓ કરતાં તને વધારશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જે દેશ તમારા પિતૃઓના કબજામાં હતો, તેમાં યહોવાહ તમારા ઈશ્વર તમને લાવશે, તમે ફરીથી તેનો કબજો કરશો, તે તમારું ભલું કરશે અને તમારા પિતૃઓ કરતાં તમને વધારશે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તમાંરા દેવ યહોવા તમને જે દેશ એક વખત તમાંરા પિતૃઓના કબજામાં હતો, ત્યાં ફરીથી લાવશે, અને તમે તેનો કબજો પાછો મેળવશો, પછી યહોવા તમાંરા પિતૃઓ કરતાં પણ તમાંરી આબાદી અને વસ્તીમાં વૃદ્વિ કરશે. Faic an caibideil |
તે તમારા પર પ્રેમ રાખશે, ને તમને આશીર્વાદ આપશે અને તમારી વંશવૃધિ કરશે અને તમારી સંતતિ વધારશે. તે તમારાં ખેતરો પર આશિષ આપશે; તેથી તમારી પાસે વિપુલ ધાન્ય, દ્રાક્ષાસવ તથા ઓલિવ તેલ હશે. વળી, તે તમને આશિષ આપશે; તેથી તમારી પાસે ઘણાં ઢોર અને ઘેટાંબકરાં થશે. તમને જે દેશ આપવાના તમારા પૂર્વજો સાથે શપથ લીધા હતા તેમાં ઈશ્વર તમને આ બધી આશિષો આપશે.