Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 30:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તો હું આજે તમને ચેતવણી આપું છું કે તમે જરૂર નાશ પામશો. જે દેશનો કબજો લેવા તમે યર્દન ઓળંગીને જાઓ છો તેમાં લાંબો સમય વાસ કરી શકશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તો હું આજે તમને જાહેર કરું છું, કે તમે જરૂર મરશો. જે દેશનું વતન પામવાને તું યર્દન ઊતરીને જાય છે, તેમાં તમે ઘણા દિવસ નહિ કાઢશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તો આજે હું તમને જણાવું છું કે તમે નિશ્ચે નાશ પામશો, યર્દન ઓળંગીને તમે જે દેશમાં વતન પામવા જઈ રહ્યા છો, ત્યાં તમે તમારું આયુષ્ય ભોગવી નહિ શકો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તો આજે હું તમને જણાવી દઉ છું કે તમે નાશ પામશો, અને યર્દન ઓળંગીને તમે જે દેશમાં કબજો લેવા જઈ રહ્યા છો ત્યાં વધારે આયુષ્ય ભોગવી નહિ શકો.”

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 30:18
10 Iomraidhean Croise  

જો તમે હવે પ્રભુને અનુસરવાનું મૂકી દેશો તો આ બધાંને તે રણપ્રદેશમાં તજી દેશે અને તમે તેમના વિનાશનું નિમિત્ત બનશો.”


પણ જો તમારું હૃદય ભટકી જાય, અને એ આજ્ઞાની ઉપેક્ષા કરશો અને લલચાઈ જઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરશો;


એમ થશે ત્યારે મારો કોપ તેમની વિરુધ સળગી ઊઠશે. હું વિમુખ થઈને તેમનો ત્યાગ કરીશ અને તેઓ શત્રુઓનો ભક્ષ થઈ પડશે. તેમને માથે ઘણાં દુ:ખ અને સંકટ આવી પડશે. ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી સાથે નહિ હોવાને લીધે જ આ દુ:ખો આપણી પર આવી પડયાં છે.’


તેથી જ્યારે તેમને માથે ઘણાં દુ:ખ તથા સંકટ આવી પડશે ત્યારે આ ગીત તેમની વિરુધ સાક્ષી પૂરશે; કારણ, આ ગીત તેમના વંશજોને યાદ હશે. અત્યારે પણ જે દેશ વિષે મેં શપથ લીધા છે તેમાં હું તેમને લાવું તે પહેલાં તેઓ કેવા ઈરાદા રાખે છે તે હું બરાબર જાણું છું.”


કારણ, મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે તદ્દન ભ્રષ્ટ થઈ જશો અને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી ગેરમાર્ગે ચડી જશો, અને ભવિષ્યમાં તમારા પર આપત્તિ આવી પડશે. કારણ, પ્રભુની દૃષ્ટિમાં જે અધમ છે તેવાં તમારાં દુરાચરણથી તમે તેમને કોપાયમાન કરશો.”


“તે દેશમાં સ્થાયી વસવાટ કર્યા પછી અને તમને સંતાનો અને પૌત્રપૌત્રીઓ થાય ત્યાર પછી પણ કોઈ પણ આકારની મૂર્તિ બનાવીને પોતાને ભ્રષ્ટ કરશો તો તમે તમારા ઈશ્વર પ્રભુને નારાજ કરશો અને તેમને કોપાયમાન કરશો.


તો હું આકાશ તથા પૃથ્વીને તમારી સમક્ષ સાક્ષી રાખીને કહું છું કે યર્દન નદીની પેલે પાર જે દેશનો કબજો લેવા તમે જાઓ છો ત્યાં લાંબી મુદત વસી શકશો નહિ, પણ તમારો વિનાશ થઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan