Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 30:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવાની, તેમના માર્ગોમાં ચાલવાની અને તેમની સર્વ આજ્ઞાઓ તથા તેમના આદેશો અને ફરમાનોનું પાલન કરવાની જે આજ્ઞા હું આજે તમને આપું છું તેનું જો તમે પાલન કરશો તો તમારું કલ્યાણ થશે અને તમારી વંશવૃધિ થશે અને જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને આશીર્વાદ આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તે એ કે આજે હું તને યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખવાની, તેમના માર્ગોમાં ચાલવાની, ને તેમની આજ્ઞાઓ તથા તેમના વિધિઓ તથા તેમના કાનૂનો પાળવાની આજ્ઞા આપું છું કે તું જીવતો રહે ને તારી વૃદ્ધિ થાય. અને જે દેશનું વતન પામવા તું જાય છે, તેમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આજે હું તમને યહોવાહ તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે યહોવાહ તમારા ઈશ્વરને પ્રેમ કરવો, તેમના માર્ગોમાં ચાલવું, તેમની આજ્ઞાઓ, નિયમો અને કાનૂનો પાળવા, કે જેથી તમે જીવતા રહેશો. અને તમારી વૃદ્ધિ થશે, જે દેશનું વતન પામવા તમે જાઓ છો તેમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 આજે હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું છું તેનો અમલ કરશો, તમાંરા દેવ યહોવા પર પ્રેમ રાખશો અને તેમની આજ્ઞાઓ, નિયમો અને કાયદાઓનું પાલન કરીને તેને માંગેર્ ચાલશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પર આશીર્વાદ વરસાવશે, તમે જે દેશનો કબજો લેવા માંટે તેમાં પ્રવેશ કરી રહ્યા છો ત્યાં સદાને માંટે રહી શકશો, તથા વૃદ્ધિ અને સમૃદ્ધિ પામશો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 30:16
15 Iomraidhean Croise  

શલોમોન પ્રભુ પર પ્રેમ રાખતો હતો અને તેના પિતા દાવિદની સૂચનાઓને અનુસરતો હતો, પણ તે ભક્તિનાં વિવિધ ઉચ્ચસ્થાનો પર બલિદાન અને ધૂપ ચડાવતો હતો.


મારા પુત્ર, મારા શિક્ષણને વીસરી ન જા, અને મારી આજ્ઞાઓને તારા હૃદયમાં સંઘરી રાખ.


જો તમે મને આધીન થશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો.


“જે કોઈ મારી આજ્ઞાઓ સ્વીકારીને તેમનું પાલન કરે છે, તે જ મારા પર પ્રેમ કરે છે. જે કોઈ મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પણ પ્રેમ કરે છે; હું પણ તેના પર પ્રેમ કરીશ અને તેની આગળ પોતાને પ્રગટ કરીશ.”


કારણ, સુન્‍નતી હોવું કે સુન્‍નત વગરના હોવું એનું કંઈ મહત્ત્વ નથી. પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન એ જ મહત્ત્વનું છે.


પણ જો તમારું હૃદય ભટકી જાય, અને એ આજ્ઞાની ઉપેક્ષા કરશો અને લલચાઈ જઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરશો;


આજે હું આકાશ તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી તરીકે રાખું છું કે મેં તમારી પસંદગી માટે તમારી આગળ જીવન અને મરણ તથા આશીર્વાદ અને શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કરો કે જેથી તમે અને તમારાં સંતાનો જીવતાં રહો.


તમે તમારા ઈશ્વર પ્રભુના કરારને આધીન થાઓ તે માટે તે તમારાં તથા તમારાં વંશજોના હૃદયોની સુન્‍નત કરશે જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પર પૂરા દયથી અને પૂરા મનથી પ્રેમ રાખતા થશો, અને એમ તમે જીવતા રહેવા પામશો.


આ શિક્ષણ કોઈ નિરર્થક વાત નથી. કારણ, તેમાં તમારું જીવન છે અને જે દેશનો કબજો લેવા તમે યર્દનને પેલે પાર જાઓ છો ત્યાં તમે એ વાતથી જ લાંબો સમય વસવાટ કરી શકશો.”


પછી મોશેએ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, હવે જે નિયમો અને વિધિઓ હું તમને શીખવું છું તે પર ધ્યાન દઈને તેમનું પાલન કરો, જેથી તમે જીવતા રહો અને જે દેશ તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો.


તમારા ઈશ્વર પ્રભુએ ચીંધેલા માર્ગે જ ચાલજો કે તમે જીવતા રહો અને તમારું કલ્યાણ થાય અને જે દેશનો તમે કબજો લેવાના છો તેમાં ત્યાં લાંબો સમય વસવાટ કરી શકો.


અને તમારા ઈશ્વર પ્રભુ પર તમે તમારા પૂરા દયથી, તમારા પૂરા મનથી તથા તમારી પૂરી તાક્તથી પ્રેમ રાખો.


તેથી તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવામાં ખંત દાખવો.


Lean sinn:

Sanasan


Sanasan