Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 30:13 - પવિત્ર બાઇબલ C.L.

13 વળી, તે સમુદ્રને પેલે પાર નથી કે તમારે એમ પૂછવું પડે કે, ‘કોણ અમારે માટે સમુદ્રને પેલે પાર જઈને તે અમારી પાસે લાવે કે અમે તે સાંભળીએ અને તેનું પાલન કરીએ?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વળી તે સમુદ્રને પેલે પાર નથી કે જેથી તું કહે, ‘કોણ અમારે માટે સમુદ્રને પાર જઈને તે અમારી પાસે લાવીને અમને તે સંભળાવે, કે અમે તે પાળીએ?’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 વળી તે સમુદ્રને પેલે પાર પણ નથી કે તમે કહો કે, ‘કોણ સમુદ્રને પેલે પર જઈને લાવીને અમને સંભળાવે જેથી અમે તેનું પાલન કરીએ?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેમ એ દરિયાપાર પણ નથી કે તમને એવું થાય કે, ‘દરિયાપાર જઈને કોણ અમાંરે માંટે એ લઈ આવે? અને અમને જણાવે, જેથી અમે તેનું પાલન કરી શકીએ?’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 30:13
13 Iomraidhean Croise  

પ્રભુના પ્રેમ અને વિશ્વાસુપણાને આધારે પાપનું પ્રાયશ્ર્વિત થાય છે, અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરથી માણસ ભૂંડાઈથી બચી જાય છે.


કેમકે જ્ઞાન કિમતી રત્નો કરતાં ચડિયાતું છે; જ્ઞાન કરતાં વિશેષ ઇચ્છવાજોગ બીજી કોઈ વસ્તુ નથી.


ન્યાયને દિવસે દક્ષિણની રાણી તમને દોષિત ઠરાવશે. કારણ, શલોમોનની જ્ઞાનવાણી સાંભળવા તે ઘણે દૂરથી આવી હતી. પણ હું તમને કહું છું કે અહીં શલોમોન કરતાં પણ મહાન એવો એક છે.


નાશવંત નહિ, પણ શાશ્વત ખોરાક મેળવવા માટે મહેનત કરો. એ ખોરાક તમને માનવપુત્ર આપશે, કારણ, ઈશ્વરપિતાએ તેના પર પોતાની મહોર મારી છે.”


તેમણે જવાબ આપ્યો, “સૂબેદાર કર્નેલ્યસે અમને મોકલ્યા છે. તે ધર્મનિષ્ઠ અને ઈશ્વરની ભક્તિ કરનાર વ્યક્તિ છે. બધા યહૂદીઓ તેને ખૂબ માન આપે છે. ઈશ્વરના એક દૂતે તમને તેને ઘેર આમંત્રણ આપવા જણાવ્યું છે કે જેથી તે તમારો સંદેશ સાંભળી શકે.”


અને તેથી મેં તમને તરત બોલાવડાવ્યા, અને તમે કૃપા કરીને આવ્યા તે સારું થયું. હવે પ્રભુએ તમને જે કહેવા આજ્ઞા કરી છે તે સાંભળવા અમે બધાં અહીં ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થયાં છીએ.”


તે રાત્રે પાઉલને સંદર્શન થયું અને તેમાં તેણે એક માણસને ઊભો થઈને આજીજી કરતાં જોયો, “મકદોનિયા આવીને અમને સહાય કરો.”


તે ઉપર આકાશમાં નથી કે તમારે એમ કહેવું પડે કે, ‘કોણ અમારે માટે આકાશમાં જઈને તે અમારી પાસે લાવે કે અમે તે સાંભળીએ અને તેનું પાલન કરીએ?’


પરંતુ એ આજ્ઞા તો તમારી પાસે જ છે. તે તમારા મુખમાં અને તમારા હૃદયમાં છે માટે તમે તેનું પાલન કરો.


Lean sinn:

Sanasan


Sanasan