Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 3:6 - પવિત્ર બાઇબલ C.L.

6 હેશ્બોનના રાજા સિહોનનાં નગરોની જેમ એ બધાં નગરોનો તેમનાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સહિત પૂરેપૂરો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને જેમ આપણે હેશ્બોનના રાજા સિહોનને કર્યું તેમ, આપણે તેમનો પૂરો નાશ કર્યો, ને વસતીવાળાં સર્વ નગરનો, તેમની સ્‍ત્રીઓ, તથા બાળકો સહિત, પૂરો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અને આપણે હેશ્બોનના રાજા સીહોનને કર્યુ હતું તેમ તેઓનો પૂરો નાશ કર્યો. વસ્તીવાળાં સર્વ નગરો, તેઓની સ્ત્રીઓ અને બાળકોનો સંપૂર્ણ નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હેશ્બોનના રાજા સીહોનની બાબતમાં પણ આપણે જે કર્યુ હતું તેમ, આખાને આખા બાશાનનાં નગરો અને તેના સ્ત્રી, પુરુષ, બાળકોનો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 3:6
12 Iomraidhean Croise  

ત્યારે ઇઝરાયલીઓએ પ્રભુ સમક્ષ માનતા લીધી, “જો તમે આ લોકો પર અમને વિજય અપાવો તો અમે તમને તેમનું સમર્પણ કરીશું અને તેમનાં નગરોનો સંપૂર્ણ વિનાશ કરીશું.”


હેશ્બોન નગરમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનનો અને આશ્તારોથ તથા એડ્રેઈ નગરોમાં રાજ કરનાર બાશાનના રાજા ઓગનો સંહાર કર્યા પછીનો એ બનાવ છે.


“આપણે મોઆબ દેશની હદ પસાર કર્યા પછી પ્રભુએ આપણને કહ્યું, ‘હવે ઊઠો અને અહીંથી આગળ વધો અને આર્નોન નદી ઓળંગો! જુઓ, હેશ્બોનના રાજા અમોરી સિહોનને તથા તેના દેશને પ્રભુએ તમારે હવાલે કર્યાં છે. તેના પર આક્રમણ કરો અને તેનો પ્રદેશ કબજે કરવા લાગો.


તે સમયે આપણે તેનાં સર્વ નગરો જીતી લીધાં અને તે બધાં નગરોના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સુધાં સૌનો સંહાર કર્યો અને કોઈનેય જીવતું જવા દીધું નહિ.


તમારા ખોરાકમાં કંઈ રોટલી અને પીણાં તરીકે માત્ર દ્રાક્ષાસવ કે જલદ આસવ જેવી રોજિંદી ચીજો નહોતી; પરંતુ પ્રભુએ તમારી બધી જરૂરિયાતો પૂરી પાડી, જેથી તમને ખાતરી થાય કે પ્રભુ તમારા ઈશ્વર છે.


પરંતુ પ્રભુએ મને કહ્યું, ‘તેનાથી ડરી જઈશ નહિ. કારણ, હું તેને, તેના સૈન્યને તથા તેના દેશને તારે હવાલે કરીશ અને હેશ્બોનમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનની જેવી દુર્દશા તેં કરી તેવી તેની પણ કરજે.’


એ બધાં નગરો ઊંચા કોટ, દરવાજાઓ અને લાકડાનાં દાંડાઓથી સુરક્ષિત હતા. એ ઉપરાંત કોટ વગરનાં સંખ્યાબંધ ગામો પણ હતાં.


ઇઝરાયલના લોકોએ એ શહેરોની સર્વ સંપત્તિ અને ઢોરઢાંક પોતાને માટે લૂંટી લીધાં. પણ પ્રત્યેક માણસનો તેમણે સંહાર કર્યો અને એકેયને જીવતું રહેવા દીધું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan