Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 3:5 - પવિત્ર બાઇબલ C.L.

5 એ બધાં નગરો ઊંચા કોટ, દરવાજાઓ અને લાકડાનાં દાંડાઓથી સુરક્ષિત હતા. એ ઉપરાંત કોટ વગરનાં સંખ્યાબંધ ગામો પણ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 આ બધાં નગરોને રક્ષણને માટે ઊંચા કોટ, દરવાજા તથા ભૂંગળો હતાં. અને તે ઉપરાંત કોટ વગરના બીજાં ગામો ઘણાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આ બધાં નગરોના રક્ષણ માટે ઊંચા કોટ, દરવાજા તથા ભૂંગળો હતાં. તે ઉપરાંત, કોટ વગરનાં બીજા અનેક ગામો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ બધાં નગરો ઊચા કોટ અને દરવાજાં સાથે ભૂંગળોવાળાં હતાં. ઉપરાંત, કોટ વગરનાં અનેક ગામો આપણે કબજે કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 3:5
8 Iomraidhean Croise  

તમારા લોકોએ કિલ્લેબંધીવાળાં નગરો, ફળદ્રુપ પ્રદેશ, સંપત્તિથી ભરેલાં ઘર, ખોદીને તૈયાર કરી રાખેલાં ટાંકાં, ઓલિવવૃક્ષો, ફળાઉ વૃક્ષો અને દ્રાક્ષવાડીઓ પર કબજો જમાવી દીધો. પોતાને જેટલું જોઈએ તેટલું તેમણે ખાધું અને ખાઈને પુષ્ટ થયા; તમારી આપેલી સઘળી સારી વસ્તુઓનો તેમણે સુખાનુભવ કર્યો.


આથી કિલ્લેબંધી વિનાનાં નાનાં ગામડાંના યહૂદીઓ અદાર માસની ચૌદમી તારીખને આનંદ, ઉજાણી અને ભેટસોગાદ મોકલવાના તહેવાર તરીકે ઊજવે છે.


પરંતુ ત્યાંના લોકો બળવાન છે. તેમનાં નગરો કિલ્લાવાળાં અને બહુ વિશાળ છે. વળી, અમે ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજોને પણ જોયા.


આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણા જાતભાઈઓએ આપણને જણાવ્યું છે કે, “એ લોકો તો આપણા કરતાં કદાવર અને ઊંચા છે; તેમનાં નગરો વિશાળ અને ગગનચુંબી કોટવાળાં છે. વળી, ત્યાં અમે અનાકના વંશજો જોયા છે.” એમ કહીને તેમણે આપણને નાહિંમત કરી નાખ્યા.


તે સમયે આપણે બાશાનનું રાજ્ય એટલે આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. આપણે તેના સર્વ નગરો જીતી લીધાં; આપણે તેમની પાસેથી જીત્યું ન હોય એવું એક પણ નગર બાકી રહ્યું નહિ; એકંદરે આપણે સાઠ નગરો જીતી લીધાં.


હેશ્બોનના રાજા સિહોનનાં નગરોની જેમ એ બધાં નગરોનો તેમનાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સહિત પૂરેપૂરો નાશ કર્યો.


વિશ્વાસને લીધે જ ઇઝરાયલીઓએ યરીખો શહેરની દીવાલની આજુબાજુ સાત દિવસ સુધી કૂચ કરી, અને તેથી તે દીવાલો તૂટી પડી.


પલિસ્તીઓના પાંચ રાજવીઓના શાસન તળેનાં કિલ્લેબંધીવાળાં નગરો તેમ જ ખુલ્લાં ગામોની સંખ્યા પ્રમાણે તેમણે સોનાના ઉંદર મોકલ્યા હતા. બેથશેમેશમાં યહોશુઆના ખેતરમાંનો મોટો ખડક કે જેના પર તેમણે પ્રભુની કરારપેટી મૂકી હતી તે ખડક હજુ પણ એ બનાવની સાક્ષી પૂરતો ત્યાં ઊભો છે.


Lean sinn:

Sanasan


Sanasan