Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 3:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તું તેમનાથી ગભરાઈશ નહિ; કારણ, પ્રભુ તારા પક્ષે તમારે માટે લડશે.’ મોશેની પ્રાર્થના

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તમે તેઓથી ડરશો નહિ; કેમ કે યહોવા તમારો ઈશ્વર પોતે તમારે પક્ષે યુદ્ધ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તમે તેઓથી બીશો નહિ, કેમ કે, ઈશ્વર તમારા યહોવાહ એકલા જ તમારા માટે લડશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 ત્યાં રહેતી પ્રજાઓથી તું જરાય ગભરાઈશ નહિ, કારણ કે તમાંરા દેવ યહોવા તમાંરા પક્ષે લડશે.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 3:22
16 Iomraidhean Croise  

ઈશ્વર પોતે અમારા આગેવાન છે અને તેમના યજ્ઞકારો તમારી સામેની લડાઈમાં રણભેરી વગાડવા તેમનાં રણશિંગડાં લઈને અહીં અમારી સાથે છે. હે ઇઝરાયલીઓ, તમે તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સામે લડશો નહિ! તમે જીતી શકવાના નથી.”


તમારે આ લડાઈ લડવી પડશે નહિ; માટે હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમે અડીખમ રહેજો, અને પ્રભુ તમને કેવો વિજય પમાડે છે તે જો જો. નાસીપાસ થશો નહિ કે ગભરાશો નહિ; પણ લડાઈ કરવા નીકળી પડો; કારણ, પ્રભુ તમારી સાથે છે.”


પ્રભુએ ઇઝરાયલના શત્રુઓનો કેવો પરાજય કર્યો હતો એ સાંભળીને બધી પ્રજાઓમાં ભય વ્યાપી ગયો.


તેથી જો તમે રણશિંગડું સાંભળો તો મારી પાસે એકઠા થઈ જજો. આપણા ઈશ્વર આપણે માટે લડશે.”


અમારા પૂર્વજોએ કંઈ તલવાર વડે વચનના પ્રદેશ પર કબજો મેળવ્યો ન હતો, અને તેમણે પોતાના બાહુબળ વડે વિજય પ્રાપ્ત કર્યો નહોતો; પણ તમે તમારા જમણા હાથના પરાક્રમે, તમારા બાહુબળથી અને તમારા મુખના પ્રકાશે વિજય હાંસલ કર્યો હતો; કારણ, તમે તેમના પર પ્રસન્‍ન હતા.


આ ઇજિપ્તીઓને તમે ફરી કદી જોશો નહિ. પ્રભુ પોતે તમારે માટે યુદ્ધ કરશે; તમારે તો માત્ર શાંત રહેવાનું છે.”


તેમણે ઇજિપ્તીઓના રથોનાં પૈડાં ફસાવી દીધાં જેથી તેમને રથો ચલાવવાનું મુશ્કેલ થઈ પડયું. ત્યારે ઇજિપ્તીઓએ કહ્યું, “પ્રભુ ઇઝરાયલીઓના પક્ષમાં રહીને આપણી વિરુદ્ધ લડે છે, માટે આપણે અહીંથી નાસી છૂટીએ.”


પણ પ્રભુએ મોશેને કહ્યું, “તેનાથી બીશ નહિ. કારણ, મેં તેને, તેના બધા લોકોને અને તેના દેશને તમારા હાથમાં સોંપી દીધા છે. તું હેશ્બોનમાં રાજ કરતા અમોરીઓના રાજા સિહોનના જેવી તેમની દશા પણ કર.”


તમારા ઈશ્વર પ્રભુ તમારી મોખરે ચાલે છે અને તે તમારે માટે યુધ કરશે, અને તમારી સમક્ષ તેમણે ઇજિપ્તમાં અને રણપ્રદેશમાં જેવાં કાર્યો કર્યાં તેવાં કાર્યો તે કરશે.”


“જ્યારે તમે તમારા શત્રુઓ સામે લડવા જાઓ અને તમે ઘોડાઓને, રથોને અને તમારા લશ્કર કરતાં વિશાળ લશ્કરને જુઓ, ત્યારે તેમનાથી ડરી જશો નહિ; કારણ, તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કરનાર તમારા ઇશ્વર પ્રભુ તમારી સાથે છે.


તમારા પક્ષે રહીને તમારા શત્રુઓ સામે યુધ કરવા તમારી સાથે જનાર અને તમને વિજય અપાવનાર તો તમારા ઈશ્વર પ્રભુ છે!’


“તે સમયે મેં યહોશુઆને પણ આજ્ઞા આપી હતી કે, ‘તમારા ઈશ્વર પ્રભુએ આ બે રાજાઓની કેવી દુર્દશા કરી તે તેં તારી નજરે જોયું છે. તું યર્દન નદી ઊતરીને જે જે રાજ્યોમાં જાય છે ત્યાં પ્રભુ તેમને પણ તે જ પ્રમાણે કરશે.


“તે સમયે મેં પ્રભુને નમ્રતાથી વીનવણી કરી, ‘હે પ્રભુ યાહવે, તમે તમારા આ સેવકને તમારા મહાત્મ્ય તથા પરાક્રમી ભૂજંના કાર્યોની માત્ર ઝાંખી કરાવી છે. તમારાં જેવાં મહાન કાર્યો કરી શકે એવો આકાશમાં અને પૃથ્વી પર કોઈ દેવ નથી.


યહોશુઆએ લડાઈની આ એક જ ઝુંબેશમાં આ બધા રાજાઓ અને તેમના પ્રદેશો જીતી લીધા; કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ ઇઝરાયલને પક્ષે રહીને લડતા હતા.


તમને આપેલા વચન પ્રમાણે પ્રભુ પોતે તમારે માટે લડતા હોવાથી તમારામાંથી એક માણસ હજાર માણસોને નસાડતો.


Lean sinn:

Sanasan


Sanasan