Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 3:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પરંતુ પ્રભુએ મને કહ્યું, ‘તેનાથી ડરી જઈશ નહિ. કારણ, હું તેને, તેના સૈન્યને તથા તેના દેશને તારે હવાલે કરીશ અને હેશ્બોનમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનની જેવી દુર્દશા તેં કરી તેવી તેની પણ કરજે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને યહોવાએ મને કહ્યું કે, તેનાથી તું ડરીશ નહિ, કેમ કે મેં તેને તથા તેના સર્વ લોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીઓનો રાજા સિહોન જે હેશ્બોનમાં રહેતો હતો તેને તેં કર્યું તેમ જ એને પણ કર.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યહોવાહે મને કહ્યું, “તેનાથી તું બીશ નહિ; કારણ કે, મેં તેને તેના સર્વ લોકને અને તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો તેને તેં જેવું કર્યું તેવુ જ તેને પણ કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પરંતુ યહોવાએ મને કહ્યું, ‘એનાથી તું ડરતો ના, કારણ કે, મેં તેને એની આખી સેના અને તેના પ્રદેશ સાથે તારા હાથમાં સોંપી દીધો છે. મેં જે હાલ હેશ્બોનના રહેતા આમ્મોનીઓના રાજા સીહોનના કર્યા તેવા જ હાલ તું એના કર.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 3:2
15 Iomraidhean Croise  

તમારે આ લડાઈ લડવી પડશે નહિ; માટે હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમે અડીખમ રહેજો, અને પ્રભુ તમને કેવો વિજય પમાડે છે તે જો જો. નાસીપાસ થશો નહિ કે ગભરાશો નહિ; પણ લડાઈ કરવા નીકળી પડો; કારણ, પ્રભુ તમારી સાથે છે.”


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


“તું બીશ નહિ, હું તારી સાથે છું. હું તારા વંશજોને પૂર્વમાંથી લાવીશ અને તમને પશ્ર્વિમમાંથી લાવીને તમારા વતનમાં એકઠા કરીશ.


પ્રભુની વિરુધ બંડ ન કરો અને ત્યાંના લોકોથી ડરી ન જાઓ. આપણે તેમને સહેલાઈથી જીતી લઈશું. તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી. પણ પ્રભુ આપણી સાથે છે તેથી તેમનાથી બીશો નહિ.”


પણ પ્રભુએ મોશેને કહ્યું, “તેનાથી બીશ નહિ. કારણ, મેં તેને, તેના બધા લોકોને અને તેના દેશને તમારા હાથમાં સોંપી દીધા છે. તું હેશ્બોનમાં રાજ કરતા અમોરીઓના રાજા સિહોનના જેવી તેમની દશા પણ કર.”


એક રાત્રે પાઉલને સંદર્શન થયું. પ્રભુએ તેમાં તેને કહ્યું, “ગભરાઈશ નહિ, પણ બોલતો રહેજે અને શાંત ના રહેતો.


‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે સમ્રાટ સમક્ષ હાજર થવાનું છે; અને ઈશ્વરે પોતાની ભલાઈ પ્રમાણે તારી સાથે મુસાફરી કરનાર બધાનાં જીવન તને આપ્યાં છે.’


‘હે ઇઝરાયલના માણસો, સાંભળો! આજે તમે તમારા શત્રુઓની સામે યુધ કરવા આવ્યા છો. તો તમારા શત્રુઓથી નાહિંમત થશો નહિ કે ડરશો નહિ; તેમનાથી ધ્રૂજી જશો નહિ કે ભયભીત થશો નહિ.


“ત્યાર પછી આપણે બાશાનના પ્રદેશ તરફ ચાલી નીકળ્યા; અને બાશાનનો રાજા ઓગ પોતે તેના સર્વ સૈન્ય સાથે એડ્રેઈ નજીક આપણી સામે યુધ કરવા આવ્યો.


(બાશાનનો રાજા ઓગ રફાઈ જાતિનો છેલ્લો રાજા હતો અને તેની શબપેટી લોખંડની હતી. નિયત માપ પ્રમાણે તે આશરે ચાર મીટર લાંબી અને બે મીટર પહોળી હતી. તે પેટી આમ્મોનીઓના રાબ્બા નગરમાં હયાત છે.)


“એમ આપણા ઈશ્વર પ્રભુએ બાશાનના રાજા ઓગને પણ તેના સર્વ સૈન્ય સહિત આપણા હવાલે કર્યો, અને આપણે તેમનો એવો મોટો સંહાર કર્યો કે એમનું કોઈ જીવતું બચ્યું નહિ.


“તેમનાથી ગભરાઈશ નહિ; મેં તો તને તેમના પર વિજય પમાડી દીધો છે. તારી સામે એમાંનો એકેય ટકી શકવાનો નથી.”


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan