Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 3:11 - પવિત્ર બાઇબલ C.L.

11 (બાશાનનો રાજા ઓગ રફાઈ જાતિનો છેલ્લો રાજા હતો અને તેની શબપેટી લોખંડની હતી. નિયત માપ પ્રમાણે તે આશરે ચાર મીટર લાંબી અને બે મીટર પહોળી હતી. તે પેટી આમ્મોનીઓના રાબ્બા નગરમાં હયાત છે.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 [કેમ કે રફાઈઓમાંના બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ જીવતો રહ્યો હતો. જુઓ, તેનો પલંગ લોઢાનો પલંગ હતો. શું તે આમ્મોનપુત્રોના રાબ્બામાં નથી? મનુષ્યના હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ તથા તેની પહોળાઈ ચાર હાથ હતી.]

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેમ કે રફાઈઓમાંનાં બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો; જુઓ, તેનો પલંગ લોખંડનો હતો. શું તે રાબ્બામાં નથી કે જ્યાં આમ્મોનપુત્રો રહે છે? માણસનાં હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જ્રરાક્ષસી રફાઈઓમાંથી ફકત બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો. આજે પણ આમ્મોનીઓના રાબ્બાહ નગરમાં તેનો લોખંડનો સાડાતેર હાથ લાંબો અને છ હાથ પહોળો પલંગ જોવા મળે છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 3:11
15 Iomraidhean Croise  

ચૌદમે વર્ષે કદોરલાઓમેર તથા તેના મિત્ર રાજાઓએ પોતાનાં લશ્કરો લઈને આશ્તરોથ- કારનાઇમના પ્રદેશના રફીઓને, હામના પ્રદેશના ઝુઝીઓને, શાવે-કિર્યાથાઈમ પ્રદેશના એમીઓને


વહાણ આશરે 140 મીટર લાંબું, 23 મીટર પહોળું અને 13.5 મીટર ઊંચું બનાવ.


વસંતઋતુમાં રાજાઓ સામાન્ય રીતે યુદ્ધ કરવા જતા. તે સમયે દાવિદે યોઆબને તેના અધિકારીઓ સહિત ઇઝરાયલી સૈન્ય લઈને મોકલ્યો. તેમણે આમ્મોનીઓનો ભારે સંહાર કર્યો અને રાબ્બા નગરને ઘેરો ઘાલ્યો. પણ દાવિદ પોતે તો યરુશાલેમમાં રહ્યો.


પછી યોઆબે આમ્મોનના પાટનગર રાબ્બા પરની ચઢાઈ ચાલુ રાખી અને તે તેને જીતી લેવાની તૈયારીમાં હતો.


પરંતુ એવો સમય નક્કી આવશે કે જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બામાં હું યુદ્ધનો કોલાહલ સંભળાવીશ, તેને ઉજ્જડ ટીંબો બનાવી દેવામાં આવશે અને તેનાં ગામડાંઓને બાળીને ભસ્મીભૂત કરી દેવામાં આવશે. પછી ઇઝરાયલના લોકોને ત્યાંથી હાંકી કાઢનારાને હાંકી કાઢવામાં આવશે. હું પ્રભુ આ બોલું છું.”


એક નિશાની રાજાની તલવારને આમ્મોનીઓના રાબ્બાહનગરમાં જવાનો માર્ગ દર્શાવે અને બીજી નિશાની યહૂદિયાના કિલ્લેબંધીવાળા નગર યરુશાલેમમાં જવાનો માર્ગ દર્શાવે.


હું રાબ્બા નગરને ઊંટવાડામાં ફેરવી નાખીશ અને સમગ્ર આમ્મોન દેશને ઘેટાંના વાડામાં બદલી નાખીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”


એ માટે હું રાબ્બાના કોટ પર અગ્નિ વરસાવીશ અને તેના કિલ્લા બાળી નાખીશ. તે વખતે યુદ્ધના હોકારા થશે અને આંધીના જેવી ભીષણ લડાઈ ફાટી નીકળશે.


“તેમ છતાં, મેં ગંધતરુ જેવા ઊંચા અને ઓકવૃક્ષ જેવા મજબૂત અમોરીઓનો તેમની આગળથી નાશ કર્યો. મેં ટોચ પરથી તેમનાં ફળનો અને તળિયેથી તેમના મૂળનો સદંતર નાશ કર્યો.


અનાકીઓની જેમ તેઓ પણ રફાઈઓ તરીકે જાણીતા હતા. પરંતુ મોઆબી લોકો તેમને એમીઓ કહેતા હતા.


(તે પ્રદેશ અગાઉ રફાઈ લોકોનો ગણાતો હતો. રફાઈઓ ત્યાં વસતા હતા. આમ્મોનીઓ તેમને ઝામઝૂમીઓ કહેતા હતા.


રફાઇઓના બાકી રહેલા રાજાઓમાંના બાશાનના રાજા ઓગને પણ તેમણે પરાજિત કર્યો. તે આશ્તારોથ તથા એડ્રેઈમાં રહીને રાજ કરતો હતો.


આશ્તારોથ અને એડ્રેઈમાં રહીને રાજ કરનાર રફાઈઓના છેલ્લા રાજા ઓગના આખા રાજ્યનો તેમાં સમાવેશ થઈ જતો હતો. મોશેએ એ બધા લોકોને હરાવીને ત્યાંથી હાંકી કાઢયા હતા.


દૂતે કોટ માપ્યો તો તે માનવી માપ પ્રમાણે આશરે 70 મીટર ઊંચો હતો.


ગાથ નગરનો ગોલ્યાથ નામનો યોદ્ધો ઇઝરાયલીઓને પડકારવાને પલિસ્તીઓની છાવણીમાંથી નીકળી આવ્યો. તે આશરે ત્રણેક મીટર ઊંચો હતો.


Lean sinn:

Sanasan


Sanasan