Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 29:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તમારા ખોરાકમાં કંઈ રોટલી અને પીણાં તરીકે માત્ર દ્રાક્ષાસવ કે જલદ આસવ જેવી રોજિંદી ચીજો નહોતી; પરંતુ પ્રભુએ તમારી બધી જરૂરિયાતો પૂરી પાડી, જેથી તમને ખાતરી થાય કે પ્રભુ તમારા ઈશ્વર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તમે રોટલી ખાધી નથી, તેમજ દ્રાક્ષારસ કે મધ પીધાં નથી. એ માટે કે હું યહોવા તમારો ઈશ્વર છું તે તમે જાણો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમે રોટલી ખાધી નથી તેમ જ દ્રાક્ષાસવ કે મદ્ય પીધાં નથી; એ સારુ કે હું તમારો ઈશ્વર છું એ તમે જાણો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જોકે તમાંરી પાસે ખોરાક કે દ્રાક્ષારસ અથવા મધ ન હતા છતાં પણ તેમણે તમાંરી જરુરિયાતો પૂરી પાડી જેથી તમને સમજણમાં આવે કે તે યહોવા છે તમાંરા દેવ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 29:6
14 Iomraidhean Croise  

તેઓ ભૂખ્યા થયા ત્યારે તમે તેમને આકાશમાંથી ખોરાક આપ્યો; તેઓ તરસ્યા થયા ત્યારે ખડકમાંથી પાણી આપ્યું. તેમને જે દેશ આપવાનું તમે વચન આપ્યું હતું તેનો કબજો લેવા તમે તેમને જણાવ્યું.


તેમને કહે કે સાંજે તમે માંસ ખાશો અને સવારે ધરાઈને રોટલી ખાશો; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


ઇઝરાયલીઓ વસવાટના દેશ કનાનમાં પહોંચ્યા ત્યાં સુધી એટલે ચાલીસ વરસ સુધી તેમણે માન્‍ના ખાધું.


તું અમને કંઈ દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાં લાવ્યો નથી કે તેં અમને ખેતરો અને દ્રાક્ષની વાડીઓ આપી નથી અને હવે તું આ માણસોની આંખમાં ધૂળ નાખીને છેતરવા માંગે છે? અમે ત્યાં આવવાના નથી.”


એક જ આત્મિક પાણી પીધું હતું. તેમની સાથે સાથે જનાર આત્મિક ખડકમાંથી તેમણે એ પાણી પીધું હતું; એ ખડક તો ખ્રિસ્ત હતા.


બધા ખેલાડી કડક શિસ્તમાં રહીને તાલીમ લે છે. તેઓ તો વિનાશી મુગટ મેળવવા માટે તેમ કરે છે; પણ આપણે તો અવિનાશી મુગટ મેળવવા તેમ કરીએ છીએ.


દારૂ પીને છાકટા ન બનો, એ તો બરબાદ કરનારું વ્યસન છે; એને બદલે, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ.


પણ આપણા ઈશ્વર પ્રભુએ તેને આપણા હાથમાં સોંપી દીધો અને આપણે તેનો, તેના પુત્રોનો તથા તેના સર્વ લોકોનો પરાજય કર્યો.


જ્યારે આપણે આ સ્થળે આવી પહોંચ્યા ત્યારે હેશ્બોન નગરનો રાજા સિહોન તથા બાશાન નગરનો રાજા ઓગ આપણી સામે યુધ કરવા ચડી આવ્યા, પણ આપણે તેમનો પરાજય કર્યો.


“એમ આપણા ઈશ્વર પ્રભુએ બાશાનના રાજા ઓગને પણ તેના સર્વ સૈન્ય સહિત આપણા હવાલે કર્યો, અને આપણે તેમનો એવો મોટો સંહાર કર્યો કે એમનું કોઈ જીવતું બચ્યું નહિ.


હેશ્બોનના રાજા સિહોનનાં નગરોની જેમ એ બધાં નગરોનો તેમનાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સહિત પૂરેપૂરો નાશ કર્યો.


તેમણે તમને ભૂખ્યા થવા દઈને લાચાર કર્યા, પણ પછી તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા એવા માન્‍નાથી તમારું પોષણ કર્યું. જેથી તે તમને શીખવે કે માણસ માત્ર ખોરાકથી નહિ,પરંતુ પ્રભુના મુખે ઉચ્ચારેલી વાણી દ્વારા જીવે છે.


Lean sinn:

Sanasan


Sanasan