Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 29:5 - પવિત્ર બાઇબલ C.L.

5 આ ચાલીસ વર્ષ દરમ્યાન મેં તમને વેરાન પ્રદેશમાં ચલાવ્યા છે; તમારાં શરીર પરનાં વસ્ત્રો ર્જીણ થઈ ગયાં નથી કે તમારાં પગરખાં ઘસાઈ ગયાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને મેં તમને ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં દોર્યા છે. તમારાં અંગ પરનાં વસ્‍ત્રો જીર્ણ થઈ ગયાં નથી, ને તારા પગમાંનો જોડો જૂનો થઈ ગયો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 મેં તમને ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ચલાવ્યાં, તેમ છતાં તમારાં શરીર પરનાં વસ્ત્રો ફાટી ગયાં નહિ કે તમારાં પગરખાં ઘસાઈ ગયાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ચાળીસ વર્ષ સુધી તેમણે તમને રણમાં ચલાવ્યા, તેમ છતાં ન તો તમાંરાં શરીર પરનાં કપડાં ઘસાઈ ગયાં કે ન તો તમાંરાં પગરખાં ઘસાઈ ગયાં.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 29:5
13 Iomraidhean Croise  

વેરાનપ્રદેશમાં ચાલીસ વર્ષ સુધી તમે તેમનું બધી રીતે પાલનપોષણ કરી નિભાવી રાખ્યા અને તેમને કશાની ખોટ પડી નહિ. તેમનાં વસ્ત્ર ર્જીણ થઈ ગયાં નહિ અને પીડાથી તેમના પગ સૂજી ગયા નહિ.


તેમણે તેમના ખોરાક માટે માન્‍ના વરસાવીને તેમને સ્વર્ગીય અન્‍ન પૂરું પાડયું.


હું તમને મારા લોકો તરીકે અપનાવીશ, અને હું તમારો ઈશ્વર થઈશ. ત્યારે તમે જાણશો કે ઇજિપ્તીઓની વેઠથી તમને મુક્ત કરનાર હું તમારો ઈશ્વર પ્રભુ છું.


તેમણે ફેરો સાથે વાત કરી તે સમયે મોશે 80 વર્ષનો અને આરોન 83 વર્ષનો હતો.


તમારા છેલ્લા માણસની લાશ પડે નહિ ત્યાં સુધી એટલે ચાળીસ વર્ષ સુધી તમારાં વંશવારસો આ રણપ્રદેશમાં ભટકશે ને તમારી બેવફાઈની સજા ભોગવશે.


મુસાફરીને માટે થેલી ન રાખો; વધારાનું ખમીસ, ચંપલ કે લાકડી ન લો. કામ કરનાર પાલનપોષણને યોગ્ય છે.


પ્રભુએ ઇઝરાયલીઓને જે જે કહેવા મોશેને આજ્ઞા આપી હતી તે સર્વ મોશેએ તેમને ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ચાલીસમા વર્ષના અગિયારમા મહિનાના પ્રથમ દિવસે કહી સંભળાવ્યું.


તમને શિસ્તમાં લાવવા અને હાડમારીઓ દ્વારા તમારી ક્સોટી કરી તમારો શો ઈરાદો છે અને તમે તેમની સર્વ આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે નહિ તે જાણવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ચાલીસ વર્ષ સુધી લાંબી મુસાફરીમાં કેવી રીતે ચલાવ્યા તે યાદ રાખો.


તેમણે તમને ભૂખ્યા થવા દઈને લાચાર કર્યા, પણ પછી તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા એવા માન્‍નાથી તમારું પોષણ કર્યું. જેથી તે તમને શીખવે કે માણસ માત્ર ખોરાકથી નહિ,પરંતુ પ્રભુના મુખે ઉચ્ચારેલી વાણી દ્વારા જીવે છે.


આ ચાલીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્ત્રો ઘસાઈ ગયાં નહિ, તેમજ તમારા પગ પણ સૂજી ગયા નહિ.


અમે આ દ્રાક્ષાસવની મશકો ભરી લીધી ત્યારે તે તદ્દન નવી હતી, પણ અત્યારે તે ફાટીતૂટી છે. લાંબી મુસાફરીમાં અમારાં વસ્ત્રો અને પગરખાં પણ ફાટી ગયાં છે.”


તેમણે ફાટેલાંતૂટેલાં વસ્ત્રો અને સંધાવીને પહેરેલાં ઘસાઈ ગયેલાં પગરખાં પહેર્યાં હતાં. તેમણે લીધેલી રોટલી સુકાઈ ગયેલી અને ફૂગાઈ ગયેલી હતી.


Lean sinn:

Sanasan


Sanasan