Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 29:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હોરેબ પર્વત પર પ્રભુએ ઇઝરાયલના લોકો સાથે કરેલા કરાર ઉપરાંત મોઆબ દેશમાં તેમની સાથે જે કરાર કરવાની તેમણે મોશેને આજ્ઞા આપી તે નીચે પ્રમાણે છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હોરેબમાં જે કરાર યહોવાએ ઇઝરાયલ લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવાની આ તેમણે મૂસાને આપી, તે આ પ્રમાણે છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હોરેબમાં જે કરાર યહોવાહે ઇઝરાયલી લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવા ને મૂસાએ આજ્ઞા આપી હતી તે આ મુજબ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવાએ હોરેબમાં ઇસ્રાએલી લોકો સાથે જે કરાર કર્યો. તેની ઉપરાંત યહોવાએ મૂસાને તેમની સાથે મોઆબમાં કરાર કરવા આજ્ઞા કરી તે કરાર આ છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 29:1
24 Iomraidhean Croise  

રાજસ્તંભ પાસે ઊભા રહીને તેણે પ્રભુને આધીન થવા, પોતાના પૂરા મનથી અને જીવથી તેમના બધા નિયમો અને આજ્ઞાઓનું પાલન કરવા અને પુસ્તકમાં લખ્યા પ્રમાણે કરારની માગણીઓ વ્યવહારમાં મૂકવા પ્રભુની સાથે કરાર કર્યો. સર્વ લોકોએ એ કરારનું પાલન કરવા વચન આપ્યું.


તેમણે ઇજિપ્તના લોકો મધ્યે ચિહ્નો દેખાડયાં, અને હામના દેશ ઇજિપ્તમાં ઘણા ચમત્કારો કર્યા.


“યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓને મારા કરારની શરતો કહી સંભળાવ.


પછી પ્રભુએ મને કહ્યું, “યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં મારો સંદેશ પ્રગટ કરીને કહે કે, કરારની શરતો સાંભળો અને તે પાળો.


હું તેમના પૂર્વજોનો હાથ પકડીને તેમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવ્યો ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો આ કરાર નહિ હોય. હું તેમનો પતિ હોવા છતાં તેમણે મારો કરાર ઉથાપ્યો.


યહૂદિયા અને યરુશાલેમના આગેવાનો, રાજમહેલના અધિકારીઓ, યજ્ઞકારો અને જમીનદાર વર્ગના સર્વ લોકોએ વાછરડાને કાપીને તેના બે ભાગ વચ્ચેથી પસાર થઈને મારી સાથે કરાર કર્યો હતો, પણ તેમણે મારો કરાર ઉથાપ્યો છે અને મારી સંમુખ કરેલા કરારની શરતોનું પાલન કર્યું નથી. તેથી હું પણ તેમની દશા કાપેલા વાછરડા જેવી કરીશ.


પ્રભુએ મોશેને સિનાઈ પર્વત પર ઇઝરાયલી લોકને માટે આ બધા નિયમો, આજ્ઞાઓ અને ફરમાનો આપ્યાં હતાં.


આ બધી આજ્ઞાઓ પ્રભુએ મોશેને સિનાઈ પર્વત પર ઇઝરાયલી લોકને માટે આપેલી છે.


ઈશ્વરે પોતાના સંદેશવાહકો દ્વારા આપેલાં વચનો તમારે માટે છે અને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરેલા કરારના તમે ભાગીદાર છો. એટલે તેમણે અબ્રાહામને કહ્યું હતું તેમ, ‘તારા વંશજ દ્વારા હું પૃથ્વી પરના સર્વ લોકોને આશિષ આપીશ.’


ઇઝરાયલીઓ યર્દન નદીની પૂર્વે રણપ્રદેશમાં હતા ત્યારે મોશેએ તેમને સંબોધેલાં કથનો આ પુસ્તકમાં છે. તેઓ સૂફની સામેના યર્દનના ખીણપ્રદેશ અરાબામાં હતા. તેમની એક તરફ પારાન અને બીજી તરફ તોફેલ, લાબાન, હાસેરોથ તથા દીઝાહાબ નગરો હતાં.


જે માર્ગ વિષે મેં તમને વચન આપ્યું હતું કે તમે તે માર્ગ ફરી કદી જોશો નહિ, તે માર્ગે વહાણોમાં પ્રભુ તમને ફરીથી ઇજિપ્ત દેશમાં મોકલી દેશે; અને ત્યાં તમે ગુલામ તરીકે તમારા શત્રુઓને વેચાઈ જવા ચાહશો, પણ કોઈ તમને ખરીદશે નહિ.”


તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે આજે જે કરાર શપથપૂર્વક કરવા માગે છે તે પાળવાની જવાબદારી સ્વીકારો;


મોશેએ ઇઝરાયલના સર્વ લોકોને એકત્ર કરીને કહ્યું, “પ્રભુએ ઇજિપ્ત દેશમાં ફેરોની, તેના અધિકારીઓની અને તેના સમસ્ત દેશની કેવી દુર્દશા કરી તે બધું તમે નજરોનજર જોયું છે;


પ્રભુ એવી વ્યક્તિને ઇઝરાયલના સર્વ કુળોના લોકો સમક્ષ દાખલારૂપ બનાવીને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારના સર્વ શાપ તેના પર લાવશે.


ત્યારે લોકો જવાબ આપશે, ‘એનું કારણ એ કે તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તેમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે તેમની સાથે તેમણે જે કરાર કર્યો હતો તેનો તેમણે ત્યાગ કર્યો,


તે દિવસે તમે હોરેબ પર્વત પાસે તમારા ઈશ્વર પ્રભુ સમક્ષ ઊભા હતા ત્યારે પ્રભુએ મને કહ્યું હતું કે, ‘આ લોકોને મારી સમક્ષ એકત્ર કર જેથી તેઓ મારી વાણી સાંભળે અને પૃથ્વી પર તેમના સમગ્ર જીવનપર્યંત મને સન્માન આપતાં શીખે અને તેમનાં સંતાનોને પણ એ રીતે વર્તવાને શીખવે.’


તેમણે તમારી સાથેના તેમનો કરાર, એટલે, દશ આજ્ઞાઓ જાહેર કરીને તમને તે પાળવાની આજ્ઞા કરી, અને તેમણે તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ પર લખી.


તેથી સાવધ રહેજો અને તમારા ઈશ્વર પ્રભુએ તમારી સાથે કરેલો કરાર વીસરી જશો નહિ અને તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન કરીને કોઈ પણ આકારની મૂર્તિ બનાવશો નહિ.


“પ્રભુ કહે છે: મેં તેમના પૂર્વજોને તેમનો હાથ પકડીને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે મેં જે કરાર તેમની સાથે કર્યો તેના જેવો એ કરાર નહિ હોય.” “મેં તેમની સાથે કરેલા કરારને તેઓ વિશ્વાસુ રહ્યા નહિ. અને તેથી મેં તેમની કંઈ પરવા કરી નહીં.”


પ્રભુનો ભય રાખો અને તમારા પૂરા દયથી તેમની વિશ્વાસુપણે સેવા કરો.


Lean sinn:

Sanasan


Sanasan