Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:7 - પવિત્ર બાઇબલ C.L.

7 “તમારા પર આક્રમણ કરનાર તમારા શત્રુઓને પ્રભુ હાર પમાડશે. તેઓ તમારા પર એક માર્ગે હુમલો કરશે, પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તારા જે શત્રુઓ તારી સામે ચઢી આવે તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે ને તારી સામેથી સાત માર્ગે નાસી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યહોવાહ તમારા ઉપર હુમલો કરવા આવનાર શત્રુઓને પરાજિત કરશે; તમારી સામે તેઓ એક માર્ગેથી આવશે તો પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “યહોવા તમાંરા ઉપર હુમલો કરવા આવનાર દુશ્મનોને પરાજીત કરશે; તેઓ ભેગા મળીને તમાંરી સામે એક દિશામાંથી આવશે તો પણ તમાંરી આગળથી સાત દિશાઓમાં ભાગી જશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:7
21 Iomraidhean Croise  

તેથી અંધારું થવા માંડયું એટલે તેઓ ત્યાં પહોંચ્યા, પણ ત્યાં કોઈ નહોતું.


યહોશાફાટ આમ તો યરુશાલેમમાં રહેતો હતો, પણ દક્ષિણમાં બેરશેબાથી માંડીને ઉત્તરમાં એફ્રાઈમના પહાડી પ્રદેશના છેડા સુધી સમસ્ત વિસ્તારમાં નિયમિત પ્રવાસ કરીને તેણે લોકોને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુ તરફ વાળ્યા.


મારા પ્રહારોથી તેઓ ઢળી પડે છે, અને ફરી પાછા ઊઠી શક્તા નથી; તેઓ મારા પગ આગળ પડેલા છે.


તેની નજર સામે હું તેના વૈરીઓને કચડી નાખીશ, અને તેના દ્વેષીઓનો સંહાર કરીશ.


“તમારા શત્રુઓ સામે પ્રભુ તમને પરાજય પમાડશે. તમે તેમના પર એક માર્ગે હુમલો કરશો, તો તેમની સામેથી સાત માર્ગે નાસી છૂટશો; અને તમારી દશા જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ કાંપી ઊઠશે.


“તમારી સર્વ અવરજવરમાં તમે આશીર્વાદિત થશો.


“પ્રભુ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપશે અને તમારી વખારોને ધાન્યથી ભરી દેશે અને જે દેશ તે તમને આપે છે તેમાં તે તમને આશીર્વાદિત કરશે.


જો તેમના ખડક સમા ઈશ્વરે તેમને તજી દીધા ન હોત, અને તેમના પ્રભુએ તેમને શત્રુઓને હવાલે કર્યા ન હોત, તો શું શત્રુના એકે તેમના હજારને નસાડયા હોત? અથવા બે માણસે તેમના દશ હજારને હરાવ્યા હોત?


યહોશુઆએ લડાઈની આ એક જ ઝુંબેશમાં આ બધા રાજાઓ અને તેમના પ્રદેશો જીતી લીધા; કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ ઇઝરાયલને પક્ષે રહીને લડતા હતા.


તમને આપેલા વચન પ્રમાણે પ્રભુ પોતે તમારે માટે લડતા હોવાથી તમારામાંથી એક માણસ હજાર માણસોને નસાડતો.


શહેરમાં ગયેલા ઇઝરાયલીઓ પણ ત્યાંથી ધસી આવ્યા. આમ, આયના લોકો ઇઝરાયેલીઓની વચમાં સપડાઈ ગયા. અને તેઓ બધા માર્યા ગયા; એમાંનો એક પણ છટકી જવા પામ્યો નહિ કે એક પણ જીવતો રહ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan