Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:53 - પવિત્ર બાઇબલ C.L.

53 “શત્રુઓ તમારાં નગરોને ઘેરો ઘાલીને તમને એવા સકંજામાં લેશે કે તમે તમારા ઈશ્વર પ્રભુએ આપેલાં તમારાં પોતાનાં જ સંતાનોનું માંસ ખાશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 અને જે ઘેરાથી તથા સંકળામણથી તારા શત્રુઓ તને સંકડાવશે, તેને લીધે તું પોતાના જ પેટનું ફળ, એટલે તારા દીકરા તથા દીકરીઓ જેઓને યહોવા તારા ઈશ્વરે તને આપ્યાં છે, તેઓનું માંસ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 જે ઘેરો તથા આપત્તિ તમારા દુશ્મનો તમારા પર લાવ્યા છે, તેને લીધે તમે તમારા સંતાનોને, એટલે તમારા દીકરાદીકરીઓ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યાં છે તે તઓનું માંસ તમે ખાશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

53 તે આફતના દિવસોમાં જ્યારે તમાંરા શહેરો પર દુશ્મનો ઘેરો ઘાલશે, કોઇ પણ ખાદ્ય સામગીર્ શહેરોની અંદર આવવા નહિ દે ત્યારે તમે યહોવા તમાંરા દેવે આપેલા તમાંરા પોતાના દીકરાનું અને દીકરીઓનું માંસ ખાશો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:53
11 Iomraidhean Croise  

એમનો જીવ લેવા માટે શત્રુઓ તેમના નગરની આસપાસ ઘેરો ઘાલીને તેમને એવી ભીંસમાં લાવશે કે અંદરના ઘેરાઈ ગયેલા લોકો એક બીજાનો અરે, પોતાનાં પુત્રો અને પુત્રીઓનો પણ ભક્ષ કરશે.”


હે પ્રભુ, જરા જુઓ તો ખરા કે તમે કોને આવું દુ:ખ દઈ રહ્યા છો? સ્ત્રીઓ પોતાનાં પ્રિય બાળકોનું માંસ ખાય છે. યજ્ઞકારો અને સંદેશવાહકો મંદિરમાં જ મારી નંખાયા છે.


મારા લોક પર આવેલી આફત ભયંકર છે. પ્રેમાળ માતાઓએ પોતાનાં જ બાળકોને ખોરાકને માટે બાફયાં છે.


તેથી તારામાં વસતાં માબાપ પોતાનાં બાળકોને ખાશે અને બાળકો પોતાનાં માબાપોને ખાશે. હું તને સજા કરીશ અને તારા બચી ગયેલાંને ચારે દિશામાં વિખેરી નાખીશ.


તમે એવી ભૂખે ટળવળશો કે તમે તમારા પોતાનાં જ બાળકોનું માંસ ખાશો.


ગર્ભવતી અને ધાવણાં બાળકોની માતાઓની તે દિવસોમાં કેવી ભયંકર દશા થશે!


“તમારાં પેટનાં સંતાન, તમારા ખેતરની પેદાશ, તમારાં ઢોરઢાંકનાં બચ્ચાં અને તમારાં ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે.


એ ઘેરા અને સકંજાને લીધે એવી કારમી અછત ઊભી થશે કે તમારામાં સૌથી સદ્ગૃહસ્થ અને લાગણીશીલ હોય એવો પુરુષ પણ ખોરાકના અભાવે પોતાનાં જ કેટલાંક સંતાનોનો ભક્ષ કરશે અને તે એટલો સ્વાર્થી થઈ જશે કે પોતાના સગાભાઈ, પ્રાણપ્રિય પત્ની કે બચી ગયેલાં બાળકોને પણ એમાંથી વહેંચશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan