Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:51 - પવિત્ર બાઇબલ C.L.

51 તેઓ તમારાં ઢોરઢાંકનો તથા તમારા પાકનો ભક્ષ કરી જશે; પરિણામે તમે ભૂખે મરશો. તેઓ તમારો વિનાશ થાય ત્યાં સુધી તમારાં ધાન્ય, દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઢોરઢાંક તથા ઘેટાંબકરાં પડાવી લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 અને તે તારાં ઢોરઢાંકનું ફળ તથા તારી ભૂમિનું ફળ ખાઈને તારું સત્યાનાશ વાળશે. વળી તારો વિનાશ કરતાં સુધી તે તારી પાસે ધાન્ય, દ્રાક્ષારસ, અથવા તેલ, તારાં ગોપશુઓનો વિસ્તાર, કે તારાં ઘેટાંબકરાંનાં બચ્ચાં રહેવા નહિ દે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 તે તમારો નાશ થતાં સુધી તમારા પશુઓના બચ્ચાં અને તમારી ભૂમિનું ફળ ખાઈ જશે. તેઓ તમારો વિનાશ થતાં સુધી તમારા માટે અનાજ, નવો દ્રાક્ષારસ, તેલ, પશુઓ કે ઘેટાંબકરાંના બચ્ચાં રહેવા દેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

51 જ્યાં સુધી તમાંરો નાશ ન થઇ જાય ત્યાં સુધી તેઓ તમાંરા ઢોરઢાંખર અને પાક લઇ જશે. તમાંરું અનાજ, નવો દ્રાક્ષારસ, જૈતતેલ, વાછરડાં, ઘેટાં બચશે નહિ, પરિણામે તમે મોત ભેગા થઈ જશો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:51
13 Iomraidhean Croise  

વળી, અંગરક્ષકદળના વડાના નિયંત્રણ હેઠળના ખાલદીઓના


“તમારો દેશ ઉજ્જડ થયો છે, અને તમારાં નગરોને અગ્નિથી બાળી નાખવામાં આવ્યાં છે. પરદેશીઓ તમારી નજરોનજર ખેતરો સફાચટ કરી નાખે છે અને તેમને ખેદાનમેદાન કરી નાખે છે.


પ્રભુએ પોતાના જમણા હાથના અને પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે: ‘હું ફરી કદી તારું અનાજ તારા દુશ્મનોને ખાઈ જવા દઈશ નહિ,


પ્રભુએ મને કહ્યું, “સમગ્ર દેશમાં કરાતાં પાપોને કારણે મારા લોકની સંપત્તિ અને ધન લૂંટવા હું શત્રુઓને મોકલીશ.


લડાઈમાં માર્યા ગયેલા કરતાં પાછળથી ભૂખે મરી ગયેલાંની દશા વધારે બૂરી થઈ છે. અનાજ નહિ પાકવાને કારણે તેઓ ભૂખથી ધીમે ધીમે મરણને શરણ થયા છે.


આ દેશના બધા લોકોને કહે કે, ઇઝરાયલ દેશમાં વસતા યરુશાલેમના સર્વ લોકો વિષે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તેઓ બીતાં બીતાં ખોરાક ખાશે અને કંપતાં કંપતાં પાણી પીશે. દેશના રહેવાસીઓના અત્યાચારને લીધે તેમનો નાશ કરાશે અને દેશને ઉજ્જડ કરવામાં આવશે.


તેથી હું તમને પૂર્વના રણપ્રદેશની પ્રજાઓના કબજામાં સોંપી દઈશ. તેઓ તમારા દેશમાં પડાવ નાખશે અને ત્યાં વસશે. તેઓ તમારી ઊપજ ખાઈ જશે અને તમારું દૂધ પી જશે.


હું તમારો અન્‍નનો પુરવઠો કાપી નાખીશ એટલે દસ સ્ત્રીઓ ફક્ત એક જ તવા પર બધી રોટલીઓ શેકશે. તેઓ તમને નિયત પ્રમાણમાં વજન કરીને રોટલી વહેંચશે અને તે ખાવા છતાં તમે ભૂખ્યા જ રહેશો.


અજાણી પ્રજાઓ તમારી મહેનતની બધી પેદાશ લઈ જશે; પણ તમે તો સદા જુલમ વેઠયા કરશો અને તમને કચડી નાખવામાં આવશે.


તેઓ તો વૃધોનું માન ન રાખે કે યુવાનો પર દયા ન દાખવે એવી ક્રૂર અને બિહામણી પ્રજા હશે.


જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેનાં સર્વ નગરોની આસપાસ તેઓ ઘેરો ઘાલશે અને જેના પર તમને ભરોસો હશે તે ઊંચા અને કિલ્લેબંદી નગરો સર થાય ત્યાં સુધી ઘેરો ચાલુ રહેશે.


Lean sinn:

Sanasan


Sanasan