Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:4 - પવિત્ર બાઇબલ C.L.

4 “તમારાં પેટનાં સંતાન, તમારા ખેતરની પેદાશ, તમારાં ઢોરઢાંકનાં બચ્ચાં અને તમારાં ઘેટાંબકરાનાં બચ્ચાં આશીર્વાદિત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તારા પેટનું ફળ, તથા તારી ભૂમિનું ફળ, તથા તારાં ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારાં ઘેટંબકરાંનાં બચ્ચાં, આશીર્વાદિત થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તમારાં સંતાન, તમારી ભૂમિનું ફળ, તમારાં પશુનું ફળ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોના બચ્ચાં આશીર્વાદિત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ઘણાં સંતાનો, પુષ્કળ ધનધાન્ય, અસંખ્ય ઘેટાંબકરાં અને ઢોરઢાંખર દેવનાં આશીર્વાદથી પ્રાપ્ત થશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:4
16 Iomraidhean Croise  

હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે.


તેણે એ રીતે પોતાના ઘરકુટુંબને અને પોતાની સઘળી માલમિલક્તને યોસેફની દેખરેખ નીચે મૂક્યાં તે સમયથી માંડીને પ્રભુએ યોસેફને લીધે એ ઇજિપ્તીના ઘરકુટુંબને આશિષ આપી. તેના ઘરમાં તેમ જ ખેતરમાં જે કંઈ હતું તે બધામાં પ્રભુએ આશિષ આપી.


ઈશ્વરની આશિષથી તેમની સંતતિમાં ખૂબ વૃદ્ધિ થાય છે. વળી, તે તેમના પશુધનને પણ ઘટવા દેતા નથી.


બાળકો તો પ્રભુ તરફથી મળેલો વારસો છે; સંતાનો તો તેમના તરફથી મળેલું પ્રતિદાન છે.


તારા ઘરની અંદર તારી પત્ની ફળવંત દ્રાક્ષવેલા સમાન થશે. જેમ ઓલિવવૃક્ષ પર ઘણાં ફળ થાય છે, તેમ ભોજન સમયે તારી આસપાસ તારા ઘણાં સંતાન હશે.


પ્રભુની આશિષથી સમૃદ્ધિ સાંપડે છે, અને ભારે પરિશ્રમથી તેમાં કશું ઉમેરી શક્તું નથી.


સજ્જ્નો પોતાના વંશજો માટે વારસો મૂકી જાય છે, પણ પાપીઓએ સંઘરેલી માલમતા નેકજનોને ફાળે આવશે.


નેકજન પ્રામાણિકપણામાં જીવન જીવે છે, તેને અનુસરનાર તેનાં સંતાનોને ધન્ય છે.


હું તમને આશિષ આપીશ, તમારો વંશ વધારીશ અને તમે વૃદ્ધિ પામશો. તમારી સાથેના મારા કરારનું હું પાલન કરીશ.


જે દેશ તમને આપવા વિષે પ્રભુએ તમારા પૂર્વજો સમક્ષ શપથ લીધા હતા તે દેશમાં પ્રભુ તમને પુષ્કળ સંતાનો, પુષ્કળ ઢોરઢાંક અને વિપુલ પાક આપશે.


“તમારાં પેટનાં સંતાન, તમારા ખેતરની પેદાશ, તમારાં ઢોરઢાંકનાં બચ્ચાં અને તમારાં ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે.


“તમે નગરમાં આશીર્વાદિત થશો અને ખેતરમાં પણ આશીર્વાદિત થશો.


“તમારી અન્‍નફળની ટોપલી તથા તમારા આટાનો થાળ આશીર્વાદિત થશે.”


તે તમારા પર પ્રેમ રાખશે, ને તમને આશીર્વાદ આપશે અને તમારી વંશવૃધિ કરશે અને તમારી સંતતિ વધારશે. તે તમારાં ખેતરો પર આશિષ આપશે; તેથી તમારી પાસે વિપુલ ધાન્ય, દ્રાક્ષાસવ તથા ઓલિવ તેલ હશે. વળી, તે તમને આશિષ આપશે; તેથી તમારી પાસે ઘણાં ઢોર અને ઘેટાંબકરાં થશે. તમને જે દેશ આપવાના તમારા પૂર્વજો સાથે શપથ લીધા હતા તેમાં ઈશ્વર તમને આ બધી આશિષો આપશે.


શારીરિક ક્સરત થોડી જ ઉપયોગી છે, પણ આત્મિક ક્સરત સર્વ પ્રકારે ઉપયોગી છે. કારણ, તેમાં વર્તમાન તેમ જ આવનાર જીવનનું વચન સમાયેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan