Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:16 - પવિત્ર બાઇબલ C.L.

16 “તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં પણ શાપિત થશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તું નગરમાં શાપિત થશે, ને તું ખેતરમાં શાપિત થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં શાપિત થશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “તમાંરાં શહેર અને ખેતરમાં તમે શ્રાપિત થશો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:16
32 Iomraidhean Croise  

તેણે તેનું નામ નૂહ (રાહત)* પાડયું; કારણ, તેણે કહ્યું, “પ્રભુએ આ ભૂમિને શાપ આપ્યો છે; તેથી અમારે સખત મહેનતમજૂરી કરવી પડે છે. આ બાળક અમને તેમાંથી રાહત પમાડશે.”


ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


તેણે જવાબ આપ્યો, “તમારા ઈશ્વર પ્રભુના જીવના સોગંદ ખાઈને કહું છું કે મારી પાસે એકેય રોટલી નથી. મારી પાસે માત્ર માટલીમાં મુઠ્ઠીભર લોટ અને બરણીમાં થોડુંક ઓલિવ તેલ છે. હું અહીં થોડા લાકડાં વીણવા આવી છું, જે લઈને હું મારા પુત્ર અને મારે માટે થોડુંક તૈયાર કરીશ. એ અમારું છેલ્લું ભોજન હશે, પછી અમે ભૂખે મરી જઈશું.”


એલિયા પ્રભુની આજ્ઞા માનીને કરીથ વહેળા પાસે જઈ ત્યાં રહ્યો.


“દુષ્ટો પૂરના સપાટે તણાઈ જાય છે, અને તેમના હિસ્સાની જમીન શાપિત હોય છે; અને તેમની દ્રાક્ષવાડી તરફ કોઈ વળતું નથી.


દુષ્ટોના ઘર પર પ્રભુનો શાપ ઊતરે છે, પણ નેકજનોના નિવાસ પર તેમની આશિષ વરસે છે.


તમારા રાજાઓએ મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું છે, તેથી હું ઇઝરાયલ પર વિનાશ લાવ્યો છું અને મારા પોતાના લોકને મેં નિંદાપાત્ર થવા દીધા છે.”


જો હું ખેતરમાં જાઉં, તો ત્યાં યુદ્ધમાં માર્યા ગયેલાઓનાં શબ જોઉં છું. જો નગરમાં પ્રવેશ કરું, તો દુકાળથી પીડાતા લોકોને જોઉં છું. સંદેશવાહકો અને યજ્ઞકારો દેશમાં હાંફળાફાંફળા બનીને ભટકે છે અને શું કરવું તે તેમને સૂઝતું નથી.


તો હું પવિત્રસ્થાન શિલોહ જેવી આ મંદિરની દુર્દશા કરીશ અને પૃથ્વીની બધી પ્રજાઓની દષ્ટિમાં આ નગરને શાપિત કરીશ.”


તમારાં દુષ્ટ આચરણ અને ભ્રષ્ટ કાર્યો પ્રભુ સહી શક્યા નહિ, તેથી તો તમારો દેશ ખંડેર, શાપિત અને નિર્જન બન્યો છે અને આજ સુધી તેમ જ છે.


પ્રભુ કહે છે, “હું યરુશાલેમને ખંડેર અને શિયાળોનું કોતર બનાવીશ. યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી નાખીશ, અને કોઈ તેમાં વસશે નહિ.”


એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે.


ભૂખના માર્યા અમે તાવથી એવા તપ્યા છીએ કે અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.


તીડોનાં ટોળેટોળાં પાક પર બેઠાં; એક ટોળાએ જે બાકી રાખ્યું, તે બીજા ટોળાએ કાતરી ખાધું.


તેઓ અગ્નિની જેમ છોડવાઓ ભરખી જાય છે. તેમની આગળ જુઓ તો દેશ એદનવાડી જેવો લાગે; પણ તેમની પાછળ તે વેરાન રણ બની જાય છે. એમનાથી કશું બાકી રહી જતું નથી.


સર્વસમર્થ પ્રભુ કહે છે કે તે શાપ મોકલી દેશે અને પ્રત્યેક ચોર અને પ્રત્યેક સોગંદ ખાઈને જૂઠું બોલનાર વ્યક્તિના ઘરમાં તે પ્રવેશશે. તે તેમનાં ઘરોમાં જ રહેશે અને તેમને ખેદાનમેદાન કરી નાખશે.”


તમારે તમારાં કાર્યથી મારું સન્માન કરવું જોઈએ. તમે મારું કહેવું નહિ માનો તો હું તમારા પર શાપ મોકલીશ. તમને તમારા પોષણ માટે મળતી વસ્તુઓને હું શાપિત કરીશ. વાસ્તવમાં હું તેમને શાપિત કરી ચૂક્યો છું. કારણ, તમે મારી આજ્ઞાને ગંભીરતાપૂર્વક લેખવતા નથી.


તે ફરીથી પિતા અને પુત્રોનું સમાધાન કરાવશે; રખેને હું આવીને તમારા દેશનો નાશ કરું.”


Lean sinn:

Sanasan


Sanasan