13 અને યહોવા તને [સર્વનું] શિર બનાવશે, પણ પુચ્છ નહિ. અને તું ઉપર જ રહેશે, ને નીચે રહેશે નહિ; જો યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તને ફરમાવું છું તેઓને તું ધ્યાન આપીને પાળે તથા અમલમાં લાવે,
13 અને યહોવાહ તમને સર્વના અગ્રેસર બનાવશે, પણ પૂંછ નહિ. અને તમે ઉપર જ રહેશો નીચે નહિ. જો યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે લક્ષ આપીને પાળો અને અમલમાં લાવો,
તેમણે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી વાણી સાંભળશો, મારી દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો અને મારી આજ્ઞાઓ પાળશો અને એ રીતે સંપૂર્ણ રીતે મને આધીન રહેશો તો જે રોગ હું ઇજિપ્તીઓ પર લાવ્યો તેમાંનો એક પણ રોગ હું તમારા પર મોકલીશ નહિ; કારણ, હું ‘યાહવે - રોફેકા’ એટલે તમને સાજા કરનાર તમારો પ્રભુ છું.”
પ્રભુ આ પ્રમાણે કહે છે, “યાકોબના વંશજોને લીધે આનંદથી જયજયકાર કરો, અને પ્રજાઓમાં એ સર્વશ્રેષ્ઠ લોકો માટે હર્ષના પોકાર કરો. સ્તુતિનાં ગીતો ગાઓ અને કહો, પ્રભુએ પોતાના લોકોનો ઉદ્ધાર કર્યો છે. અને બાકી રહેલાઓને બચાવી લીધા છે.
અને તમારા ઈશ્વર પ્રભુ તમને આપેલા વચન પ્રમાણે તમને આશીર્વાદ આપવાના હોવાથી તમે ઘણી પ્રજાઓને નાણાં ધીરશો, પણ તમારે કોઈના દેવાદાર થવું પડશે નહિ; તમે ઘણી પ્રજાઓ પર સત્તા ચલાવશો, પણ તમારા પર કોઈ પ્રજા સત્તા ચલાવશે નહિ.
અને પોતે ઉત્પન્ન કરેલી સર્વ પ્રજાઓ કરતાં તમને વિશેષ પ્રશંસા, કીર્તિ અને સન્માન આપવાનું પ્રભુએ જણાવ્યું છે અને તેમના વચન પ્રમાણે તમે તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા થશો.”
હવે તમારું વર્તન ખ્રિસ્તના શુભસંદેશને અનુરૂપ રાખો. જેથી હું તમારી મુલાકાત લઉં કે પછી તમારાથી દૂર હોઉં, તો પણ તમારા વિષે મને સમાચાર મળે કે તમે સૌ એક યેયમાં સ્થિર રહીને એક મનથી શુભસંદેશના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો,