પુનર્નિયમ 28:1 - પવિત્ર બાઇબલ C.L.1 “જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને ખંતથી આધીન થશો અને તેમની જે સર્વ આજ્ઞાઓ આજે હું તમને ફરમાવું છું તેમનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમને પૃથ્વી પરની બધી પ્રજાઓમાં સર્વોચ્ચ સ્થાને સ્થાપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જો યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ કાળજીથી સાંભળીને જે આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે સર્વ પાળીને તેને અમલમાં મૂકો, તો યહોવાહ તમારા ઈશ્વર તમને પૃથ્વીની બીજી જાતિઓ ઉપર શ્રેષ્ઠ દેશજાતિ તરીકે સ્થાપિત કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 “આજે હું તમને તમાંરા યહોવા દેવની આ બધી આજ્ઞાઓ કરું છું તે સર્વનું પાલન કરીને તમાંરા દેવ યહોવાનું કહ્યું, નિષ્ઠાપૂર્વક અનુસરશો તો તે તમને પૃથ્વીની બધી પ્રજાઓમાં ઉચ્ચ સ્થાને સ્થાપશે, Faic an caibideil |
તેમણે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી વાણી સાંભળશો, મારી દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો અને મારી આજ્ઞાઓ પાળશો અને એ રીતે સંપૂર્ણ રીતે મને આધીન રહેશો તો જે રોગ હું ઇજિપ્તીઓ પર લાવ્યો તેમાંનો એક પણ રોગ હું તમારા પર મોકલીશ નહિ; કારણ, હું ‘યાહવે - રોફેકા’ એટલે તમને સાજા કરનાર તમારો પ્રભુ છું.”
જે માણસ આ કરારની શરતો પાળતો નથી તેના પર શાપ ઊતરશે. મેં તમારા પૂર્વજોને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે મેં એ કરાર કર્યો હતો અને તેમને કહ્યું હતું, કે જો તેઓ મારી વાણીને અનુસરશે અને મારી એકેએક આજ્ઞા પ્રમાણે વર્તશે તો તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ અને હું તેમને દૂધમધની રેલમછેલવાળો દેશ આપીશ.