પુનર્નિયમ 27:15 - પવિત્ર બાઇબલ C.L.15 ‘પ્રભુ જેને ધિક્કારે છે એ પથ્થરની, લાકડાંની કે ધાતુની મૂર્તિ બનાવીને ગુપ્તમાં તેની ભક્તિ કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ‘જે માણસ કોતરેલી કે ગાળેલી [ધાતુની] એટલે કારીગરના હાથે બનેલી મૂર્તિ, જે યહોવાને અમંગળ લાગે છે, તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે છે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો ઉત્તર આપે, ‘આમેન.’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ‘જે માણસ કોતરેલી કે ગાળેલી ધાતુની એટલે કારીગરના હાથે બનેલી પ્રતિમા, જે યહોવાહને ઘૃણાસ્પદ લાગે છે તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે તે શાપિત હો.’ અને બધા લોકો જવાબ આપીને કહે, ‘આમીન.’” Faic an caibideilપવિત્ર બાઈબલ15 “‘શ્રાપિત છે તે વ્યકિત જે ખોટા દેવ બનાવે છે, પછી તે કોતરેલી પ્રતિમાં હોય અથવા ધાતુની મૂર્તિ હોય અને તેની ગુપ્ત રીતે પૂજા કરે, કારણ કે મનુષ્યસજિર્ત દેવોનો યહોવા ધિક્કાર કરે છે.’ “અને બધા લોકો ‘આમીન’ કહીને સ્વીકૃતિ આપશે. Faic an caibideil |
તેથી હે રાજા, મારા માલિક, તમારા સેવકનું સાંભળો. પ્રભુએ તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય તો પ્રભુને એકાદ અર્પણ ચઢાવીને તેમને પ્રસન્ન કરું. પણ જો તે માણસનું કામ હોય તો તેઓ પ્રભુથી શાપિત થાઓ. કારણ, તેમણે ‘જા, અન્ય દેવોની સેવા કર’ એવું કહીને આજે મને કાઢી મૂક્યો છે. જેથી પ્રભુના વતનમાં મારો કોઈ લાગભાગ રહે નહિ.