Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 26:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેમણે અમને આ સ્થળે લાવીને આ દૂધમધની રેલમછેલવાળો દેશ આપ્યો છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને આ સ્થળે લાવીને તેમણે અમને આ દેશ, એટલે દૂધમધની રેલછેલવાળો દેશ, આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને અમને આ સ્થળે લાવીને તેમણે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 અને અમને આ જગ્યાએ લાવીને દૂધ અને મધથી રેલછેલ થતો આ પ્રદેશ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 26:9
12 Iomraidhean Croise  

ઈશ્વરે તેમને અન્ય પ્રજાઓના પ્રદેશો સોંપ્યા અને તેમણે બીજાઓએ કરેલ શ્રમનાં ફળ પર કબજો લીધો.


હું તમને ઇજિપ્તની વિપત્તિઓમાંથી છોડાવીને તમને દૂધમધની રેલમછેલવાળા દેશમાં એટલે કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી તથા યબૂસી જાતિઓના દેશમાં લઈ જવા વચન આપું છું.


તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.


આથી મેં રણપ્રદેશમાં સમ ખાધા કે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો જે સૌથી રમણીય દેશ મેં તેમને આપ્યો હતો, ત્યાં હું તેમને લઇ જઇશ નહિ.


તે દિવસે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમને ઇજિપ્તમાંથી મુક્ત કરીશ અને તમારે માટે મેં પસંદ કરેલા દેશમાં હું તમને લઇ જઇશ. તે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો સૌથી રમણીય દેશ છે.


પણ આજ દિન સુધી ઈશ્વરે મદદ કરી છે, અને તેથી નાનાંમોટાં સર્વ સમક્ષ મારી સાક્ષી આપતાં હું અહીં ઊભો છું. જે બાબતો વિશે સંદેશવાહકો અને મોશેએ કહ્યું હતું તે જ હું કહું છું.


હે પ્રભુ, તમારા આકાશમાંના પવિત્ર નિવાસસ્થાનમાંથી નીચે જુઓ અને તમારા ઇઝરાયલી લોકને આશીર્વાદ આપો અને અમારા પૂર્વજોને આપેલ વચન પ્રમાણે દૂધમધની રેલમછેલવાળો જે દેશ તમે અમને આપ્યો છે તેને પણ આશીર્વાદ આપો.


અને તેમના પર આ નિયમના સર્વ શબ્દો લખવા.


હે ઇઝરાયલીઓ, તે આજ્ઞાઓ સાંભળો અને કાળજીપૂર્વક તેમનું પાલન કરો: જેથી તમારું કલ્યાણ થાય અને તમે મહાન પ્રજા બનો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તમે ઉત્તમ અને ફળદ્રુપ દેશમાં વસવાટ કરો.


“હવે મારા મરણનો સમય નજીક આવતો જાય છે. તમે સૌ તમારા મનમાં અને અંતરમાં સમજો છો કે તમારા ઈશ્વર પ્રભુએ તમને વચન આપ્યું તે પ્રમાણે તમને સર્વ સારી વસ્તુઓ આપી છે. તેમણે આપેલાં સર્વ વચનો પરિપૂર્ણ થયાં છે અને એમાંનું એકેય નિરર્થક નીવડયું નથી.


પછી શમુએલે એક પથ્થર લઈને મિસ્પા અને રોનની વચ્ચે ઊભો કર્યો અને કહ્યું, “પ્રભુએ આપણને આખે માર્ગે મદદ કરી છે.” અને તેથી તેણે તેનું નામ ‘એબેન-એઝેર’ એટલે, “મદદનો પથ્થર” પાડયું.


Lean sinn:

Sanasan


Sanasan