પુનર્નિયમ 26:5 - પવિત્ર બાઇબલ C.L.5 તે વખતે તમારે તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ આ પ્રમાણે એકરાર કરવો: ‘મારો પૂર્વજ મૃત્યુને આરે આવેલો એક અતિ વૃધ અરામી હતો. તે તેના કુટુંબને લઈને ઇજિપ્ત દેશમાં ગયો અને ત્યાં તેમણે વસવાટ કર્યો. તેઓ ત્યાં ગયા ત્યારે સંખ્યામાં જૂજ હતા. પરંતુ તેઓ એક મહાન, બળવાન અને સંખ્યાવાન પ્રજા બન્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ એમ કહેવું, ‘મારો પિતા મરવાની તૈયારીમાં આવેલો એક અરામી હતો, ને તે મિસરમાં ગયો ને ત્યાં રહ્યો, ને તેના [લોકની] સંખ્યા થોડી હતી. અને ત્યાં એક મોટી, બળવાન તથા વિસ્તીર્ણ પ્રજા થઈ ગઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ એમ કહેવું કે, “અમારા પિતા સ્થળાંતર કરીને આવેલ અરામી હતા અને મિસરમાં જઈને રહ્યા. અને તેમના લોકની સંખ્યા થોડી હતી. ત્યાં તેઓ એક મોટી, શક્તિશાળી અને વસ્તીવાળી પ્રજા બન્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ5 પછી તમાંરે તમાંરા યહોવા દેવ સમક્ષ કહેવું, ‘માંરા પિતૃઓ સ્થળાંતર કરીને આવેલા અરામીઓ હતા અને આશ્રય માંટે મિસરમાં ગયા હતા. તેઓ ઘણી ઓછી સંખ્યામાં હતા, પરંતુ તેઓ ત્યાં એક મોટી, શકિતશાળી અને અસંખ્ય પ્રજા બન્યા હતા, Faic an caibideil |