Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 26:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ત્યારે તે દેશની ભૂમિમાંથી થયેલી તમારી બધી પેદાશનાં થોડાં પ્રથમફળ એક ટોપલીમાં લઈને તમારે તમારા ઈશ્વર પ્રભુએ પોતાના નામની ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળે જવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેની ભૂમિની બધી પેદાશ તું તારે ઘેર લાવે તેના પ્રથમફળમાંથી લઈને, તેને ટોપલીમાં ભરીને જે સ્થળ યહોવા તારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે પસંદ કરે ત્યાં તારે જવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તે ભૂમિનો પ્રથમ પાક તમારે લઈને તેને ટોપલીમાં ભરી જે સ્થળ યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા સારું પસંદ કરે ત્યાં લઈ જવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ત્યારે તમાંરે તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપી રહ્યાં છે તેમાં થતા પ્રત્યેક પાકનો પ્રથમ ભાગ તમાંરે લઇ, અને તેને યહોવા તમાંરા દેવ તેની ઉપાસના કરવા જે જગ્યા પસંદ કરે ત્યાં લઇ જવો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 26:2
33 Iomraidhean Croise  

બીજી એકવાર બઆલશાલીશાથી એક માણસ આવ્યો. તે ઈશ્વરભક્ત એલિશા માટે તે વર્ષે નવી ફસલના પ્રથમ કાપેલા જવમાંથી બનાવેલી વીસ રોટલી અને તાજાં કાપેલાં અનાજનાં થોડાં ડૂંડાં લાવ્યો હતો. એલિશાએ તેના નોકરને એમાંથી સંદેશવાહકોના સંઘને જમાડવા કહ્યું.


એ આદેશ બહાર પડતાં જ ઇઝરાયલી લોકો અનાજ, દ્રાક્ષાસવ, ઓલિવ-તેલ, મધ અને અન્ય ખેતપેદાશોની ભેટ લાવ્યા. તેઓ પ્રત્યેક વસ્તુનો દશાંશ પણ લાવ્યા.


પણ હવે મારા નામની ભક્તિ કરવાના સ્થળ તરીકે મેં યરુશાલેમને પસંદ કર્યું છે અને હે દાવિદ, તને મેં મારા લોક પર રાજ કરવા પસંદ કર્યો છે.”


તે સમયે જ્યાં દશાંશો, પ્રથમ લણેલું અનાજ, પ્રતિ વર્ષના પ્રથમ પાકનાં ફળ સહિત મંદિરનો ફાળો રાખવામાં આવતો હતો તે ભંડારો પર માણસો નીમવામાં આવ્યા. આ માણસો પાસે નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે યજ્ઞકારો અને લેવીઓ માટે જુદાં જુદાં નગરો પાસેનાં ખેતરોમાંથી ફાળો ઉઘરાવવાની જવાબદારી હતી. યહૂદિયાના સઘળા લોકો યજ્ઞકારો અને લેવીઓ પર ખુશ હતા;


બલિદાનો માટેના લાકડાં યોગ્ય સમયે લાવી દેવાય અને લોકો પ્રથમ લણણીનું અનાજ અને પ્રથમ પાકેલાં ફળ લાવતા રહે તેવી મેં ગોઠવણી કરી. હે ઈશ્વર, આ બધું મારા લાભમાં સંભારજો.


મારે માટે માટીની વેદી બનાવજો અને તે પર દહનબલિ તથા સંગતબલિ તરીકે ઘેટાંબકરાં અને ઢોરઢાંકનાં અર્પણો ચડાવજો. હું જે જે સ્થાન ભક્તિ માટે અલગ કરીશ ત્યાં ત્યાં હું તમારી પાસે આવીને તમને આશિષ આપીશ.


“જ્યારે તમારું અનાજ પાકે અને દ્રાક્ષ તથા ઓલિવ ફળ પિલાય ત્યારે તેમાંથી તમે મને અર્પણ ચડાવો. “તમારા પ્રથમજનિત પુત્રોનું મને સમર્પણ કરો.


“તમારા ખેતરમાં વાવેલું પાકે ત્યારે પાકના પ્રથમ ઉતારથી તમે કાપણીનું પર્વ ઊજવો. “પાનખર ઋતુમાં તમે તમારી વાડીઓમાંથી ફળ એકઠાં કરો ત્યારે સંગ્રહપર્વ પાળો.


“દર વરસે તમારી કાપણીનું પ્રથમ ફળ તમારા ઈશ્વર પ્રભુના ઘરમાં લાવો. “ઘેટાંનું અથવા બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફશો નહિ.


“દર વરસે તારે તારી કાપણીનું પ્રથમ ફળ તારા ઈશ્વર પ્રભુના ઘરમાં લાવવું. “તારે ઘેટાંનું અથવા બકરીનું બચ્ચું તેની માતાના દૂધમાં બાફવું નહિ.”


ફસલની પ્રથમ ઉપજની જેમ તું મારો હિસ્સો હતી. જે કોઈ તને રંજાડતું તે દોષિત ઠરતું અને તેમના પર વિપત્તિ આવી પડતી. હું પ્રભુ પોતે આ બોલું છું.”


હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: ઇઝરાયલ દેશમાં ઇઝરાયલી કોમના સર્વ લોકો, ઇઝરાયલના ઊંચા પર્વત, એટલે, મારા પવિત્ર પર્વત પર મારી આરાધના કરશે. ત્યાં હું તમારા પર પ્રસન્‍ન થઇશ અને તમારી પાસે સર્વ પ્રકારનાં બલિદાનો, તમારાં સર્વોત્તમ અર્પણો અને તમારી પવિત્ર ભેટો માગીશ.


પ્રથમ ફસલનો સૌથી ઉત્તમ ભાગ અને મને અર્પવામાં આવેલી બધી વસ્તુઓ તેમને મળે. જ્યારે તમે નવા અનાજની પ્રથમ રોટલી બનાવો ત્યારે તમારે પહેલી રોટલી યજ્ઞકારોને જ આપવી, જેથી તમારા ઘર પર આશીર્વાદ રહે.


પ્રભુને અર્પિત ભાગ સૌથી ઉત્તમ હશે અને તેનો કોઈપણ અંશ વેચી શકાશે નહિ, બદલામાં આપી શકાશે નહિ કે એમાંથી કોઈ ભાગ અલગ કરી શકાશે નહિ. એ પવિત્ર છે અને પ્રભુની માલિકીનો છે.


તમે પાકના પ્રથમ ફળ તરીકે એ ચડાવી શકો, પણ સુવાસને માટે તેનું વેદી પર દહન કરી શકો નહિ.


જો તમે પાકના પ્રથમ ફળનું ધાન્ય અર્પણ ચડાવો તો તે પોંકરૂપે કે લોટરૂપે ચડાવવું.


અર્પવાની રોટલીનો પ્રથમ ટુકડો ઈશ્વરને અપાયેલો હોય, તો આખી રોટલીનો પૂરો કણક પવિત્ર છે. તેમ જ જો વૃક્ષનાં મૂળ અર્પિત થયેલાં હોય તો ડાળીઓ પણ પવિત્ર છે.


તેમના ઘરમાં સંગત માટે એકઠી મળતી મંડળીને પણ મારી શુભેચ્છા. આસિયા પ્રદેશમાંથી ખ્રિસ્ત ઉપર સૌ પ્રથમ વિશ્વાસ કરનાર મારા પ્રિય મિત્ર અપૈનિતસને શુભેચ્છા.


ફક્ત સૃષ્ટિ જ નહિ, પણ આપણે, કે જેમને ઈશ્વર તરફથી પ્રથમ બક્ષિસ તરીકે પવિત્ર આત્મા મળેલો છે, તેઓ પણ એ વેદના ભોગવીએ છીએ. ઈશ્વર આપણને તેમના પુત્રો બનાવે અને આપણા આખા વ્યક્તિત્વનો ઉદ્ધાર કરે, એની રાહ આપણે જોઈએ છીએ.


પણ સત્ય હકીક્ત એ છે કે ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે, અને એ તો મરણમાં ઊંઘી જનારા સજીવન થશે એની ખાતરી છે.


પણ દરેક પોતાના ઉચિત ક્રમ પ્રમાણે: સૌથી પ્રથમ ખ્રિસ્ત, પછી ખ્રિસ્તના આગમન વખતે સજીવન થનાર તેમના લોકો.


સપ્તાહને પ્રથમ દિવસે તમારામાંના દરેકે પોતાની આવકના પ્રમાણમાં કેટલીક રકમ અલગ કરીને બચાવવી; જેથી જ્યારે હું આવું ત્યારે તમારે ફાળો ઉઘરાવવો ન પડે.


તે પછી તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે કાપણીના સપ્તાહોનું પર્વ પાળો અને તેમણે તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે હાથે તેમને સ્વૈચ્છિક અર્પણ ચડાવજો.


એ ઉપરાંત તમારાં અનાજ, દ્રાક્ષાસવ, તેલ અને ઊનની પેદાશનો પ્રથમ હિસ્સો પણ તમારે તેમને આપવો.


“જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને વારસામાં આપે છે તેમાં જ્યારે તમે વસવાટ કરો,


તે સમયે હોદ્દા પર જે યજ્ઞકાર હોય તેની પાસે જઈને તેને કહેવું, “આજે હું તારા ઈશ્વર પ્રભુ સમક્ષ એકરાર કરું છું કે જે દેશ પ્રભુએ આપણા પૂર્વજોને અને આપણને આપવાના શપથ લીધા હતા તેમાં હું આવી પહોંચ્યો છું.


તેમણે પોતાની ઇચ્છાથી જ સત્યના સંદેશ મારફતે આપણને જન્મ આપ્યો છે, જેથી સર્વ સર્જનમાં આપણું સ્થાન પ્રથમ રહે.


ઇઝરાયલીઓનો આખો સમાજ શીલોમાં એકત્ર થયો અને ત્યાં તેમણે મુલાકાતમંડપ ઊભો કર્યો. આમ તો આખો દેશ તેમના તાબામાં આવી ગયો હતો;


કારણ, એ જ લોકોએ સ્ત્રી સમાગમથી દૂર રહીને પોતાને શુદ્ધ રાખ્યા છે. તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેઓ તેની પાછળ જાય છે. માનવજાતમાંથી તેમને મૂલ્ય આપીને મુક્ત કરવામાં આવ્યા છે અને ઈશ્વરને તથા હલવાનને અર્પણ થનારાઓમાં તેઓ પ્રથમ છે.


Lean sinn:

Sanasan


Sanasan