Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 26:14 - પવિત્ર બાઇબલ C.L.

14 મારા શોકમાં પણ મેં એ દશાંશોમાંથી કંઈ ખાધું નથી; હું વિધિપૂર્વક અશુધ હતો ત્યારે મેં તે ઘર બહાર કાઢયું નથી; કે તેમાંથી મેં મૃતકો માટે પણ કંઈ હિસ્સો આપ્યો નથી. હે મારા ઈશ્વર પ્રભુ, તમારી વાણીને આધીન થઈને મેં તમારા ફરમાવ્યા મુજબની બધી આજ્ઞાઓ પાળી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મેં મારા શોકમાં તેમાંથી કંઈ ખાધું નથી, ને અશુદ્ધ થઈને મેં તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી, ને મરેલાંને માટે તેમાંથી કંઈ આપ્યું નથી. મેં યહોવા મારા ઈશ્વરની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તમે મને આપી છે, તે પ્રમાણે મેં કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 શોકના સમયમાં અમે તેમાંથી કંઈ પણ ખાધું નથી અને અશુદ્ધ થઈને અમે તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી. વળી મૂએલાંને સારું તેમાંથી કંઈ આપ્યું નથી; અમે યહોવાહ અમારા ઈશ્વરની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તમે અમને આપી છે તે પ્રમાણે કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 હું અશુદ્વ હતો ત્યારે હું દશાંશને અડકયો પણ ન હતો. શોકના સમયમાં મેં કાંઈ ખાધું નથી, કે મૃતાત્માંઓને ધરાવ્યું પણ નથી, હે માંરા યહોવા, મેં તમાંરું કહ્યું જ કર્યુ છે. તમે જે આજ્ઞાઓ જણાવી હતી તે બધી જ મેં પાળી છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 26:14
14 Iomraidhean Croise  

ઈશ્વરના લોકો પેઓરમાં બઆલ નામના દેવતાની પૂજામાં જોડાયા અને તેમણે મૃતજનોનાં શ્રાદ્ધનાં બલિદાનો ખાધાં.


મેં તેમના સર્વ નિયમો આંખો આગળ રાખી પાળ્યા છે, અને તેમના કોઈ આદેશો ઉથાપ્યા નથી.


સ્નેહીજનના મૃત્યુ પ્રસંગે શોક્તિોને દિલાસો આપવા માટે કોઈ તેમને જમાડશે નહિ, અરે, કોઈનાં માતપિતા મરી ગયાં હોય તોપણ દિલાસાનો પ્યાલો પીવડાવશે નહિ.


ખુંબ ધીમેથી ડુસકાં ભર; શોક નહિ કરતાં તું તારે માથે પાઘડી પહેર અને પગમાં જોડા પહેર; તારે તારું મુખ ઢાંકવાનું નથી અથવા શોક-ભોજનમાંથી ખાવાનું નથી.”


પરદેશમાં તેઓ ઈશ્વરને દ્રાક્ષાસવનાં પેયાર્પણો ચડાવી શકશે નહિ અથવા બલિદાનો અર્પી શકશે નહિ. મૃત્યુ પ્રસંગે ખવાતા ખોરાકની જેમ તેમનો ખોરાક અપવિત્ર થશે અને ખાનારા બધા અશુદ્ધ થશે. તેમનો ખોરાક માત્ર ભૂખ ભાગવા માટે જ વપરાશે અને તેમનું કંઈપણ પ્રભુના મંદિરમાં અર્પણ તરીકે લવાશે નહિ.


પ્રભુએ મોશેને કહ્યું, “આરોનવંશી યજ્ઞકારોને કહે: કોઈ યજ્ઞકારે સ્નેહીજનનું મૃત્યુ થાય તો તેના શબ પાસે જઈને અથવા શબને અડકીને વિધિગત રીતે પોતાને અશુદ્ધ કરવો નહિ.


પ્રમુખ યજ્ઞકારના કોઈ સગાનું અવસાન થાય, પછી ભલે તે તેના પિતાનું કે માતાનું હોય તોપણ તે મને સમર્પિત થયેલો હોવાથી તેણે જ્યાં શબ રાખવામાં આવ્યું છે તે ઘરમાં પ્રવેશ કરવો નહિ અને ત્યાં મારા પવિત્રસ્થાનમાંથી બહાર જઈને તેને ભ્રષ્ટ કરવું નહિ.


“જે કોઈ શુદ્ધ હોય તે જ સંગતબલિનું માંસ ખાય. પણ જો કોઈ અશુદ્ધ હોવા છતાં પ્રભુને ચડાવેલ સંગતબલિનું માંસ ખાય તો સમાજમાંથી તેનો બહિષ્કાર કરવો.


તમે વિશેષમાં આવું ક્મ પણ કરો છો. પ્રભુ હવે તમારાં અર્પણો સ્વીકારતા નથી માટે તમે રડીરડીને તેમની વેદીને આંસુથી ભીંજવી દો છો.


એવો સંદેશવાહક કે સ્વપ્નદષ્ટા તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરી બહાર લાવનાર તમારા ઈશ્વર પ્રભુ વિરુધ તમને ઉશ્કેરે છે અને જે માર્ગે ચાલવાની તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કરી છે, તેમાંથી તમને ભટકાવી દેવા માગે છે. તેથી તમારે એને મારી નાખવો, અને એ રીતે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.


તમારા ઈશ્વર પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થાને તમારે પ્રભુના સાંનિધ્યમાં, તમારે તમારાં સંતાનો, નોકરચાકરો, તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથ અને વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.


એ પ્રમાણે કર્યા પછી તમારે તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ આ પ્રમાણે એકરાર કરવો: ‘મારા ઘરમાં પવિત્ર દશાંશનો કોઈ હિસ્સો બાકી રહ્યો નથી. તમારી આજ્ઞા પ્રમાણે મેં તે લેવીઓને, પરદેશીઓને, અનાથોને અને વિધવાઓને આપ્યો છે, અને દશાંશ વિષેની તમારી એકપણ આજ્ઞા મેં ઉથાપી નથી કે વીસરી ગયો નથી.


હે પ્રભુ, તમારા આકાશમાંના પવિત્ર નિવાસસ્થાનમાંથી નીચે જુઓ અને તમારા ઇઝરાયલી લોકને આશીર્વાદ આપો અને અમારા પૂર્વજોને આપેલ વચન પ્રમાણે દૂધમધની રેલમછેલવાળો જે દેશ તમે અમને આપ્યો છે તેને પણ આશીર્વાદ આપો.


Lean sinn:

Sanasan


Sanasan