Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 25:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તો તે સ્ત્રી નગરના વડીલોની હાજરીમાં તે માણસ પાસે જઈને તેનું પગરખું કાઢી નાખે અને તેના મોંઢા પર થૂંકે અને આમ બોલે, ‘પોતાના ભાઈનો વંશવેલો ચાલુ રાખવાનો ઈનકાર કરનાર માણસ આ રીતે ધિક્કારપાત્ર બનો.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તો તેના ભાઈની પત્ની વડીલોની હજૂરમાં તેની પાસે આવીને તેના પગમાંથી જોડો કાઢીને તેના મુખ પર થૂંકે. અને તે તેને એમ કહે કે, ‘જે કોઈ પોતાના ભાઈનું ઘર ન બાંધે તેની એવી જ વલે થાઓ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તો પછી તેના ભાઈની પત્ની વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેના ચંપલ કાઢી નાખીને તેના મુખ પર થૂંકે. તે તેને જવાબ આપીને કહે, “જે માણસ પોતાના ભાઈનું ઘર બાંધવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તો પછી તે વિધવા વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેનાં ચંપલ કાઢી નાખે અને તેના મુખ પર થૂંકે, પછી કહે, ‘જે માંણસ પોતાના ભાઈનો વંશ ચાલુ રાખવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય છે.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 25:9
16 Iomraidhean Croise  

તેઓ મારી ધૃણા કરે છે અને મને ટાળે છે, અરે, મને જોઈને તેઓ થૂંકે છે!


ત્રણ વર્ષ પહેલાં પ્રભુએ આમોઝના પુત્ર યશાયાને કહ્યું હતું, “તારી કમર પરથી તાટ અને તારા પગમાંથી પગરખાં ઉતાર.” એ આજ્ઞાને આધીન થઈને તે ખુલ્લા શરીરે અને ઉઘાડે પગે ફરવા લાગ્યો.


મને ફટકારનારની આગળ મેં મારી પીઠ અને મારી દાઢી ફાંસી નાખનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનારા કે થૂંકનારાથી મેં મારું મોં છુપાવ્યું નથી.


પ્રભુએ જવાબ આપ્યો, “જો તેનો પિતા તેના મુખ પર થૂંક્યો હોત તો તેણે સાત દિવસ સુધી શરમ વેઠવી પડત. તેથી સાત દિવસ સુધી તેને પડાવની બહાર રાખો અને ત્યાર પછી તેને પાછી લાવવામાં આવે.”


પછી તેઓ તેમના મુખ પર થૂંક્યા અને તેમને માર માર્યો. તેમણે તેમને તમાચા માર્યા અને કહ્યું,


તેમણે કહ્યું, યહૂદીઓના રાજા, અમર રહો! તેઓ તેમના પર થૂંક્યા અને લાકડી લઈને તેમના માથામાં ફટકારી.


તેણે લોકો આગળ જાહેર કર્યું: “મારા પછીથી આવનાર માણસ મારા કરતાં પણ મહાન છે; હું તો નીચો નમીને વાધરી છોડીને તેમનાં ચંપલ ઉતારવા જેવોય યોગ્ય નથી.


પછી તેઓ તેની મશ્કરી કરશે, તેના પર થૂંકશે, તેને કોરડા મારશે, અને મારી નાખશે. પણ ત્રીજે દિવસે તે પાછો સજીવન કરાશે.”


તે મારા પછીથી આવે છે, પરંતુ હું તો વાધરી છોડીને તેમનાં ચંપલ ઉતારવા જેવોય યોગ્ય નથી.”


પછી તે માણસનું કુટુંબ ઇઝરાયલમાં ‘પગરખું કાઢવામાં આવેલ માણસનું કુટુંબ’ એ રીતે ઓળખાશે.


ત્યારે તેના નગરના વડીલો તે માણસને બોલાવીને તેને સમજાવે. તે પછી પણ જો તે માણસ હઠાગ્રહી બનીને તેની ભાભી સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરે,


પેલા માણસે ઉત્તર આપ્યો, “તો પછી હું એ ખેતર ખરીદી શકું તેમ નથી. કારણ, એમ કરવા જતાં હું મારો પોતાનો વારસો ખોઈ બેસું તેવું જોખમ છે. મારે એવું કરવું નથી; ખેતર ખરીદવાના મારા હક્કનો ઉપયોગ તમે જ કરો.”


મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ.


Lean sinn:

Sanasan


Sanasan