Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 25:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “જો બે માણસો તેમની વચ્ચેની તકરાર માટે ન્યાયપંચ પાસે જાય તો ન્યાયાધીશોએ અદલ ન્યાયચુકાદો આપવો: તેમણે નિર્દોષ વ્યક્તિને નિર્દોષ જાહેર કરવી, પણ ગુનેગારને સજા કરવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જો કોઈ માણસોની વચ્ચે તકરાર હોય ને તેઓ દાદ માગવા આવે, ને [ન્યાયધીશો] તેમનો ન્યાય કરે, તો ન્યાયીને ન્યાયી ઠરાવવો, ને દુષ્ટને ગુનેગાર ઠરાવવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જો બે માણસો વચ્ચે ઝઘડો હોય અને તેઓ ન્યાય માટે અદાલતમાં જાય, ન્યાયાધીશો ન્યાય કરે, તેઓ ન્યાયીને નિર્દોષ અને દુષ્ટનો તિરસ્કાર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “જો કોઈ બે માંણસો વચ્ચે ઝઘડો હોય કે તકરાર હોય તો તેઓએ ન્યાય માંટે અદાલતમાં જવું જોઇએ. અને ન્યાયાધીશો કોણ નિર્દોષ છે અને કોણ ગુનેગાર છે તેનો ફેસલો કરશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 25:1
31 Iomraidhean Croise  

ઇઝરાયલના સંરક્ષક ખડકે મને કહ્યું; પ્રભુથી ડરીને ચાલનાર રાજા પ્રજા પર ન્યાયપૂર્વક શાસન ચલાવે છે.


ત્યારે, ઓ પ્રભુ, આકાશમાંથી તે સાંભળીને તમારા સેવકોનો ન્યાય કરજો; દોષિતને ઘટિત શિક્ષા કરજો અને નિરપરાધીને નિર્દોષ જાહેર કરજો.


“મિલક્ત અંગેના વિવાદમાં, પછી તે ઢોરઢાંક, ગધેડાં, ઘેટાં, વસ્ત્રો અથવા ખોવાયેલી બીજી કોઈપણ વસ્તુ સંબંધીનો હોય અને બે વ્યક્તિઓ તે મિલક્ત સંબંધી દાવો કરતી હોય તો તેમને પવિત્રસ્થાનમાં ઈશ્વર સમક્ષ લાવવામાં આવે. ઈશ્વર જેને દોષિત જાહેર કરે તે વ્યક્તિ બીજી વ્યક્તિને બમણું પાછું આપે.


દુષ્ટને નિરપરાધી જાહેર કરવો અને નિર્દોષને દોષિત ઠરાવવો, એ બન્‍ને કામ પ્રભુની દષ્ટિમાં ઘૃણાસ્પદ છે.


અને ભલું કરતાં શીખો. ન્યાયની પાછળ લાગો, પીડિતોને રક્ષણ આપો, અનાથોને તેમના હક્ક આપો અને વિધવાઓના પક્ષની હિમાયત કરો.”


તારા આગેવાનો બળવાખોર અને ચોરના મિત્રો છે. તેઓ સૌને લાંચ વહાલી લાગે છે અને તેઓ સૌ બક્ષિસ માટે ફાંફાં મારે છે. તેઓ અદાલતમાં અનાથનો બચાવ કરતા નથી અને વિધવાની ફરિયાદ સાંભળતા નથી.


તે નિરાધારોનો યથાર્થ ન્યાય કરશે અને દેશના દીનજનોને તેમના હક્ક અપાવશે. તેની દંડાજ્ઞાથી પૃથ્વીના રહેવાસીઓ શિક્ષા પામશે અને તેની ફૂંકમાત્રથી દુષ્ટો માર્યા જશે.


તમારી કેવી દુર્દશા થશે! તમે ભૂંડાને સારું અને સારાને ભૂંડું કહો છો. તમે અંધકારને પ્રકાશમાં અને પ્રકાશને અંધકારમાં પલટી નાખો છો. તમે કડવાને મીઠું અને મીઠાને કડવું બનાવો છો.


તમે લાંચ લઈને ગુનેગારને નિર્દોષ ઠરાવો છો અને નિર્દોષને ન્યાયથી વંચિત રાખો છો.


“પ્રભુ આ પ્રમાણે કહે છે: રોજબરોજ નેકીથી ન્યાય તોળો, અને જે લૂંટાયો છે તેને જુલમગારના સકંજામાંથી છોડાવો, નહિ તો તમારાં દુષ્ટ કાર્યોને લીધે મારો કોપ અગ્નિની જેમ ભડકી ઊઠીને સતત સળગશે અને કોઈથી હોલવાશે નહિ.


તેમણે આપણને આપેલા હકો ક્યારે ડૂબાવી દેવામાં આવે છે તે તે જાણે છે.


અદાલતમાં આપણને ક્યારે ન્યાયથી વંચિત રાખવામાં આવે છે તે ય પ્રભુ જાણે છે.


જ્યારે કોઈ ધારાકીય તકરાર ઊભી થાય ત્યારે તેમણે મારા કાનૂનો અનુસાર તકરારનો ન્યાય કરવો. તેમણે મારા નિયમો તથા ધારાધોરણો અનુસાર ધાર્મિક પર્વો પાળવાં અને સાબ્બાથ દિનને પવિત્ર માનવો.


તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતા જોઈ શક્તા નથી, તેમ જ ભ્રષ્ટતા પર નજર કરી શક્તા નથી. તો પછી તમે આ કપટી અને દુષ્ટ લોકોને કેમ સાંખી લો છો? તેમનાં કરતાં વધારે નેક એવા લોકોનો તેઓ સંહાર કરે છે, ત્યારે તમે કેમ ચૂપ બેસી રહો છો?


કાયદા કમજોર અને નિરુપયોગી બની ગયા છે અને ન્યાય મળતો નથી. દુષ્ટોએ ઈશ્વરપરાયણ લોકોને દબાવી દીધા છે. તેથી ન્યાય ઊંધો વળે છે.


ફરી એકવાર મારા લોક ન્યાયીઓનો તેમજ દુષ્ટોનો તથા મારી સેવા કરનારાનો તેમજ નહિ કરનારાનો શો અંજામ આવે છે તેનો તફાવત જોઈ શકશે.


હવે તો વૃક્ષોને જડમૂળથી કાપી નાખવાને માટે કુહાડી તૈયાર છે. જે વૃક્ષ સારાં ફળ આપતું નથી, તેને કાપીને અગ્નિમાં બાળી નાખવામાં આવશે.


તેઓ કાયદાનું જે અર્થઘટન કરે અને જે ચુકાદા આપે તે પ્રમાણે તેનું સંપૂર્ણપણે પાલન કરવું અને તેના અમલમાં જરાય ફેરફાર કરવો નહિ.


યાદ રાખો કે તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા; અને એ માટે જ આ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું.


Lean sinn:

Sanasan


Sanasan