Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 24:8 - પવિત્ર બાઇબલ C.L.

8 “રક્તપિત્તના રોગ વિષે સાવધ રહેજો. એ રોગની બાબતમાં લેવીકુળના યજ્ઞકારોને મેં આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ તમને જે શિક્ષણ આપે તેનું ખંતથી પાલન કરજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 કોઢ રોગ વિષે તું સાવચેત થઈને લેવી યાજકો તને જે કંઈ શીખવે તે સર્વ તું ખંતથી પાળીને બજાવ. જેમ મેં તમને આજ્ઞા કરી તેમ તમે સાંભળીને કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કુષ્ઠ રોગ વિષે તમે સાવધ રહો, કે જેથી લેવી યાજકોએ શીખવેલી સૂચનાઓ તમે કાળજીપૂર્વક પાળો જેમ મેં તમને આજ્ઞા આપી તે પ્રમાણે તમે કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “કોઈ વ્યકિતને રકતપિત્ત કોઢનો રોગ થયો હોય તો લેવી યાજકો જે સૂચનાઓ આપે તેનું અત્યંત કાળજીપૂર્વક પાલન કરો, કારણ કે, મેં તેઓેને સ્પષ્ટ માંર્ગદર્શન આપ્યું છે અને તે તમાંરે બહુ જ કાળજીપૂર્વક પાળવું

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 24:8
11 Iomraidhean Croise  

એ જ પ્રમાણે મારી સેવામાં દહનબલિ, ધાન્યઅર્પણ અને રોજિંદાં બલિદાનો ચડાવનાર લેવીકુળના ઉત્તરાધિકારી યજ્ઞકારોની કદી ખોટ પડશે નહિ.”


પછીથી જો ફરીથી ફૂગ દેખાય તો રોગ પ્રસરે છે તેમ માનવું અને તે વસ્તુને બાળી નાખવી.


પછી યજ્ઞકાર દોષનિવારણબલિનું રક્ત લઈ શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર અને જમણા હાથના તથા જમણા પગના અંગૂઠા પર લગાડે.


“જો કોઈ માણસ રક્તપિત્તમાંથી સાજો થાય તો તેના શુદ્ધિકરણ માટે આ વિધિ છે. શુદ્ધિકરણને દિવસે એ માણસને યજ્ઞકાર પાસે લાવવો.


કઈ વસ્તુ ક્યારે શુદ્ધ કે અશુદ્ધ ગણાય તે નક્કી કરવા માટે આ નિયમો છે.”


પછી ઈસુએ તેને કહ્યું, સાંભળ! કોઈને કહીશ નહિ, પણ પ્રથમ યજ્ઞકાર પાસે જા અને તેને તારી તપાસ કરવા દે. ત્યાર પછી મોશેએ ઠરાવેલો અર્પણવિધિ કર; જેથી બધાની સમક્ષ એ સાબિત થાય કે તું હવે શુદ્ધ થયો છે.


“જો જે, આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધેસીધો યજ્ઞકાર પાસે જા, અને તેને તારી તપાસ કરવા દે. પછી તું શુદ્ધ થયો છે તે બધાની સમક્ષ સાબિત કરવા મોશેએ ઠરાવેલા બલિદાનનું અર્પણ કર.”


ઈસુએ તેમને જોઈને કહ્યું, “જાઓ, યજ્ઞકાર પાસે જઈને તમારું શરીર બતાવો.”


ઈસુએ તેને આજ્ઞા કરી, “આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધો યજ્ઞકાર પાસે જા અને તેની પાસે તારી તપાસ કરાવ; પછી તું શુદ્ધ થયો છે તે બધા આગળ સાબિત કરવા મોશેએ ઠરાવ્યા પ્રમાણેનું બલિદાન ચઢાવ.”


Lean sinn:

Sanasan


Sanasan