Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 24:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “જો કોઈ માણસ સ્ત્રી પરણી લાવે અને તે સ્ત્રીમાં કોઈ નિર્લજ્જ બાબત હોવાને લીધે તે તેને પસંદ ન પડે તો તે તેને ફારગતી પત્ર લખી તેના હાથમાં આપી તેને પોતાના ઘરમાંથી વિદાય કરી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જ્યારે કોઈ પુરુષ સ્‍ત્રી પરણી લાવે ત્યારે એમ થાય કે જો તેને તેનામાં કંઈ નાલાયક વાત માલૂમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે તો તે તેને છૂટાછેડા લખી આપે, ને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જો કોઈ પુરુષે સ્ત્રીની સાથે લગ્ન કર્યા હોય અને તેનામાં કંઈ શરમજનક બાબત માલૂમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે, તો તેને છૂટાછેડા ના પ્રમાણ પત્ર લખી આપે અને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “જો કોઈ પુરુષ સ્ત્રીને પરણ્યો હોય, અને તેની સાથે થોડા સમય સંસાર માંડયા બાદ તેનામાં કંઈં શરમજનક હોવાને કારણે તેને તે પસંદ ના હોય તો તેને છૂટાછેડા લખી આપી ઘરમાંથી કાઢી મૂકી શકે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 24:1
19 Iomraidhean Croise  

જો કોઈ પુરુષ બીજી પત્ની કરે, તો તે તેની પ્રથમ પત્નીને મળવાપાત્ર ખોરાક, વસ્ત્ર તથા પત્ની તરીકેના તેના બીજા હકમાં ઘટાડો કરી શકે નહિ.


પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી.


પ્રભુ કહે છે, “કોઈ માણસ પોતાની પત્નીને લગ્નવિચ્છેદ આપે અને તે તેને મૂકીને બીજા માણસની પત્ની બને તો પછી શું પહેલો પતિ તેને ફરીથી અપનાવે? જો એવું બને તો દેશ ભ્રષ્ટ થઈ જાય. હે ઇઝરાયલ, પણ તેં તો ઘણા આશકો સાથે વેશ્યાગીરી આચરી છે! અને શું હવે મારી પાસે પાછી ફરવા માંગે છે?


ઇઝરાયલે મારો ત્યાગ કર્યો અને વેશ્યાગીરી આચરી, તેથી મેં લગ્નવિચ્છેદ કરીને તેને કાઢી મૂકી તે પણ યહૂદિયાએ જોયું; છતાં એનાથી ઇઝરાયલની બહેન બેવફા યહૂદિયા ગભરાઈ નહિ અને તેણે પણ વેશ્યાગીરી આચરી.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે, “હું છૂટાછેડાનો તિરસ્કાર કરું છું. તમારામાંનો કોઈ પોતાની પત્ની પ્રત્યે એવું ક્રૂર વર્તન દાખવે તો હું તેનો ધિક્કાર કરું છું. તમારી પત્નીને વફાદાર રહેવા આપેલા વચનનો તમે ભંગ ન કરો તેની તકેદારી રાખો.”


જો કોઈ માણસની પત્ની વંઠી જઈને બેવફા થાય,


પણ જો તે સ્ત્રી ભ્રષ્ટ બની નહિ હોય અને શુદ્ધ હશે તો તેને કંઈ નુક્સાન થશે નહિ અને તે ગર્ભધારણ કરી શકશે.


જેની સાથે તેની સગાઈ થઈ હતી તે યોસેફ સીધો માણસ હતો. તે મિર્યામને જાહેરમાં કલંક્તિ કરવા માગતો ન હતો. તેથી તેણે ખાનગીમાં સગાઈ તોડી નાખવાનો નિર્ધાર કર્યો.


“પોતાની પત્નીથી લગ્નવિચ્છેદ કરીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ વ્યભિચાર કરે છે; તેમ જ જેનો લગ્નવિચ્છેદ થયો હોય તેવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પણ વ્યભિચાર કરે છે.”


“જો કોઈ માણસને બે પત્ની હોય, એક માનીતી અને બીજી અણમાનીતી, અને એ બન્‍નેને સંતાન થયા હોય, પણ અણમાનીતી પત્નીનો પુત્ર પ્રથમજનિત હોય,


“જો કોઈ માણસ લગ્ન કરે અને પત્ની સાથે સમાગમ કર્યા પછી તેના પ્રત્યે તિરસ્કાર પેદા થાય,


વળી, તેઓ તેને સો ચાંદીના સિક્કાનો દંડ કરે અને તે રકમ કન્યાના પિતાને આપે. કારણ, એ માણસે ઇઝરાયલની એક નિર્દોષ કન્યાને બદનામ કરી છે; અને તે કન્યા તેની પત્ની તરીકે કાયમ રહે અને તેના આખા જીવન દરમ્યાન તે તેને છૂટાછેડા આપી શકે નહિ.


તો તે પુરુષ તે કન્યાના પિતાને ચાંદીના પચાસ સિક્કા કન્યાવિક્રય તરીકે આપે અને તે તેની પત્ની થાય. તે માણસે તે કન્યા સાથે બળજબરીથી સમાગમ કર્યો તેથી તે તેના આખા જીવનભર તેને છૂટાછેડા આપી શકે નહિ.


પછી ધારો કે તેનાથી છૂટા થયા બાદ તે સ્ત્રી બીજા પુરુષ સાથે લગ્ન કરે,


અને તે માણસ પણ તેના પ્રત્યે નારાજ થાય અને તે પણ તેને ફારગતી પત્ર લખી તેના હાથમાં આપી તેને પોતાના ઘરમાંથી વિદાય કરે અથવા તે બીજો પતિ મરણ પામે,


Lean sinn:

Sanasan


Sanasan