Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 22:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તો તમારે તે બન્‍નેને નગરના દરવાજા પાસે લાવીને પથ્થરે મારીને મારી નાખવાં; કન્યાને એટલા માટે કે તે નગરમાં હોવા છતાં તેણે મદદ માટે બૂમ પાડી નહિ; અને પુરુષને એટલા માટે કે તેણે પોતાના સાથી ઇઝરાયલીને સગપણમાં અપાયેલી સ્ત્રી સાથે સમાગમ કર્યો. એ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તો તમે તે બન્‍નેને તે નગરના દરવાજા પાસે લાવીને તેઓને પથ્થરે મારીને મારી નાખો. કન્યાને એ માટે કે નગરમાં હોવા છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને એ માટે કે તેણે પોતાના પડોશીની સ્‍ત્રીની આબરૂ લીધી છે: એ રીતે તું તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તો તમારે તે બન્નેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવાં. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તો તમાંરે તે બંનેને ગામના ચોરા આગળ લાવીને જાહેરમાં ઇટાળી કરીને માંરી નાખવાં. છોકરીને એટલા માંટે માંરી નાખવી કે ગામમાં હોવા છતાં તેણે સહાય માંટે બૂમ પાડી નહિ. અને પેલા માંણસને એટલા માંટે માંરી નાખવો કે તેણે એ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો જેની તેના જાતભાઇ સાથે સગાઇ થઇ હતી. તમાંરે તમાંરી વચ્ચેથી એ દુષ્ટને દૂર કરવું જ જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 22:24
14 Iomraidhean Croise  

પછી યાકોબે લાબાનને કહ્યું, “મારો ઠરાવેલો સમય પૂરો થયો છે, માટે હવે મને મારી પત્નીની સોંપણી કરો, જેથી હું તેની સાથે દંપતી-જીવન ગાળી શકું.”


કારણ, પરસ્ત્રીગમન એ તો અઘોર લંપટતા ગણાય અને ન્યાયચુકાદા દ્વારા સજા કરવા યોગ્ય દુષ્ટતા છે.


હું તને વ્યભિચારી અને ખૂની સ્ત્રીઓને કરવાપાત્ર સજા ફટકારીશ અને મારા આવેશમાં રોષે ભરાઇને તને મૃત્યુદંડ ફરમાવીશ.


“જો કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે બન્‍નેને મારી નાખવાં.


જ્યારે તે આ વિષે વિચારતો હતો ત્યારે સ્વપ્નમાં પ્રભુનો દૂત તેની સમક્ષ હાજર થયો, અને તેને કહ્યું, દાવિદના વંશજ યોસેફ, મિર્યામને તારી પત્ની તરીકે સ્વીકારતાં ગભરાઈશ નહિ. કારણ, પવિત્ર આત્માની મારફતે તેને ગર્ભ રહેલો છે.


યોસેફ જાગી ઊઠયો અને પ્રભુના દૂતના કહેવા પ્રમાણે તેણે મિર્યામ સાથે લગ્ન કર્યું,


એક માણસે પોતાની સાવકી માને પત્ની તરીકે રાખી છે! તો પછી તમે કેવી રીતે ગર્વ કરી શકો? એથી ઊલટું, તમારે દુ:ખી થવું જોઈએ, અને જેણે એ કૃત્ય કર્યું છે તેને તમારી સંગતમાંથી કાઢી મૂકવો જોઈએ.


એવો સંદેશવાહક કે સ્વપ્નદષ્ટા તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરી બહાર લાવનાર તમારા ઈશ્વર પ્રભુ વિરુધ તમને ઉશ્કેરે છે અને જે માર્ગે ચાલવાની તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કરી છે, તેમાંથી તમને ભટકાવી દેવા માગે છે. તેથી તમારે એને મારી નાખવો, અને એ રીતે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.


દેહાંતદંડની સજાનો અમલ કરવા સાક્ષીઓએ પ્રથમ પથ્થરો ફેંકવા અને ત્યાર પછી જ બીજા બધા લોકોએ પથ્થરો ફેંકવા. એ રીતે તમારે તમારી મધ્યેથી અધમતા દૂર કરવી.


ત્યાર પછી તેના પરથી તેનું મન ઊઠી જાય તો તે સ્ત્રીને તેની મરજીમાં આવે ત્યાં જવા દેવી; પણ તેને નાણાં લઈને વેચવી નહિ. તે કોઈ ગુલામડી હોય એમ વેચાણની વસ્તુ તરીકે તેની સાથે વર્તવું નહિ; કારણ, તેણે તેની સાથે સમાગમ કર્યો છે.


“જો કોઈ સગપણ થયેલી કુંવારી કન્યા સાથે અન્ય પુરુષ નગરમાં સમાગમ કરે;


“પરંતુ જો કોઈ સગપણ થયેલી કુંવારી કન્યા ઉપર અન્ય પુરુષ ખેતરમાં બળાત્કાર કરે, તો બળાત્કાર કરનાર પુરુષ એકલો જ માર્યો જાય.


Lean sinn:

Sanasan


Sanasan