Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 22:21 - પવિત્ર બાઇબલ C.L.

21 તો તે વડીલો તે કન્યાને તેના પિતાના ઘર આગળ લાવે અને ત્યાં નગરના પુરુષો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે. કારણ, તે સ્ત્રીએ પિતાના ઘરમાં હતી તે દરમ્યાન વેશ્યાગીરી કરવાની મૂર્ખાઈ કરી છે. એ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે, અને તેના નગરના પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે. કેમ કે તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇઝરાયલમાં મૂર્ખાઈ કરી છે. એવી રીતે તારે તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કરવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને તે ગામના લોકો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે, તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇઝરાયલમાં શરમજનક કૃત્ય કર્યું છે.આ રીતે તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 ગામના વડીલો તે સ્ત્રીને તેના બાપના ઘરના બારણા આગળ લઈ જાય અને ત્યાં ગામના લોકોએ તે સ્ત્રીને ઇટાળી કરીને માંરી નાખવી, કારણ કે, તેણે પોતાના પિતાના ઘરમાં જ વ્યભિચાર કરીને ઇસ્રાએલમાં ગુનો કર્યો છે. તમાંરે તમાંરી વચ્ચેથી એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 22:21
24 Iomraidhean Croise  

એવામાં યાકોબના પુત્રો એ વાત સાંભળીને ખેતરેથી ઘેર આવ્યા; તેમને આઘાત લાગ્યો હતો અને ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. કારણ, શખેમે યાકોબની પુત્રી પર બળાત્કારનું અઘટિત કામ કરીને ઇઝરાયલના કુટુંબને મોટું કલંક લગાડયું હતું.


લગભગ ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધૂએ વ્યભિચાર કર્યો છે અને તેની બદચાલને પરિણામે તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને બહાર લઈ જઈને બાળી મૂકો.”


“તમારી પુત્રીઓને મંદિરની દેવદાસી બનાવી ભ્રષ્ટ કરશો નહિ. એમ કરવાથી તમે અન્ય દેવો તરફ ફરી જશો અને આખો દેશ વેશ્યાગમન કરતો થઈ જશે અને ભ્રષ્ટતાથી ભરપૂર થઈ જશે.


“ઇઝરાયલ લોકને આ પ્રમાણે કહે: કોઈ ઇઝરાયલી અથવા તમારી મધ્યે વસતો પરદેશી પોતાનાં બાળકોને મોલેખ દેવને બલિ ચડાવવા આપે તો સમગ્ર સમાજે તેને પથ્થરે મારી નાખવો.


જો કોઈ યજ્ઞકારની પુત્રી વેશ્યા બને તો તેથી તે પોતાના પિતાને કલંક લગાડે છે; તેને અગ્નિમાં બાળી નાખવી.


એવાંને મોતની સજા ફટકારવી. જો કોઈ ઇઝરાયલી કે તમારી મધ્યે વસતો પરદેશી યાહવેના નામની નિંદા કરે તો સમગ્ર સમાજે તેને પથ્થરે મારી નાખવો.


મોશેએ ઇઝરાયલીઓને આ બધું કહ્યું. ત્યાર પછી તેઓ ઈશ્વરનિંદા કરનાર માણસને છાવણી બહાર લઈ ગયા અને તેને પથ્થરે મારી નાખ્યો. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ કર્યું.


તમારે તેનો પથ્થરો મારીને ઘાત કરવો. કારણ, તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરીને ત્યાંથી દોરી લાવનાર તમારા ઈશ્વર પ્રભુ પાસેથી તમને ભટકાવી દેવાનો તેણે પ્રયત્ન કર્યો છે.


એવો સંદેશવાહક કે સ્વપ્નદષ્ટા તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરી બહાર લાવનાર તમારા ઈશ્વર પ્રભુ વિરુધ તમને ઉશ્કેરે છે અને જે માર્ગે ચાલવાની તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કરી છે, તેમાંથી તમને ભટકાવી દેવા માગે છે. તેથી તમારે એને મારી નાખવો, અને એ રીતે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.


“જો તમારો સગો ભાઈ, તમારો પુત્ર કે તમારી પુત્રી, તમારી પ્રિય પત્ની કે તમારો દિલોજાન મિત્ર તમને ખાનગીમાં લલચાવે અને જે દેવદેવીઓને તમે જાણતા નથી કે તમારા પૂર્વજો પણ જાણતા નહોતા તેમને વિષે કહે કે, ‘ચાલો, આપણે એમની પૂજા કરીએ’;


તો એવું અધમ કાર્ય કરનાર પુરુષ અથવા સ્ત્રીને નગરની બહાર લાવીને તેને પથ્થર મારીને મારી નાખો.


દેહાંતદંડની સજાનો અમલ કરવા સાક્ષીઓએ પ્રથમ પથ્થરો ફેંકવા અને ત્યાર પછી જ બીજા બધા લોકોએ પથ્થરો ફેંકવા. એ રીતે તમારે તમારી મધ્યેથી અધમતા દૂર કરવી.


તો જે સજા આરોપીને થઈ હોત તે જ સજા જૂઠો આરોપ મૂકનારને કરવી. એ રીતે તમારે તમારી વચમાંથી દુષ્ટતા દૂર કરવી.


ત્યારે તે નગરના સર્વ પુરુષો તેને પથ્થરો મારીને મારી નાખે. એ રીતે તમારે તમારી વચમાંથી દુષ્ટતા દૂર કરવી. ઇઝરાયલના સૌ કોઈ તે વિષે સાંભળશે અને ભય પામશે.”


“જો કોઈ પુરુષ કોઈ પરણેલી સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં પકડાય તો વ્યભિચાર કરનાર એ પુરુષ અને સ્ત્રી બન્‍નેને મારી નાખવાં; એવી રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.


તો તમારે તે બન્‍નેને નગરના દરવાજા પાસે લાવીને પથ્થરે મારીને મારી નાખવાં; કન્યાને એટલા માટે કે તે નગરમાં હોવા છતાં તેણે મદદ માટે બૂમ પાડી નહિ; અને પુરુષને એટલા માટે કે તેણે પોતાના સાથી ઇઝરાયલીને સગપણમાં અપાયેલી સ્ત્રી સાથે સમાગમ કર્યો. એ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.


પરંતુ એ વૃદ્ધ માણસે બહાર જઈને તેમને કહ્યું, “ના, મિત્રો, એવું દુષ્ટ અને અનૈતિક કામ કરશો નહિ. કારણ, આ માણસ મારા આશ્રયે આવ્યો છે.


આપણામાંથી દસમા ભાગના લોકો એટલે, ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી દર સોની ટુકડીમાંથી દસદસ, દર હજારની ટુકડીમાંથી સોસો, તથા દર દસ હજારની ટુકડીમાંથી હજાર હજાર માણસોને સૈન્યને ખોરાક પૂરો પાડવા રાખીશું, જ્યારે બાકીના લોકો ઇઝરાયલમાં બનેલા આ અનૈતિક કામ માટે ગિબ્યાના લોકોને શિક્ષા કરવા જશે.


ગિબ્યાના માણસો મને પકડી જવા આવ્યા અને ઘરને રાત્રે ઘેરી વળ્યા. તેમનો ઇરાદો મને મારી નાખવાનો હતો; પણ એને બદલે, તેમણે મારી ઉપપત્ની પર બળાત્કાર કર્યો અને તે મૃત્યુ પામી.


મેં તેના શરીરના ટુકડા કરી ઇઝરાયલનાં બારેય કુળોના પ્રત્યેક કુળને એકએક ટુકડો મોકલી આપ્યો. કારણ, આ લોકોએ આપણી વચમાં આવું શરમજનક અને અપમાનજનક કામ કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan