Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 22:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “જો તમે તમારા કોઈ સાથી ઇઝરાયલીનો બળદ કે તેનું ઘેટું રઝળતાં જુઓ તો તેની ઉપેક્ષા નહિ કરતાં તમારે તે પ્રાણીને તેના માલિકને પહોંચતું કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તાર ભાઈના બળદને કે તેના ઘેટાને ભૂલું પડેલું જોઈને તેનાથી તારે સંતાવું નહિ. તારે તેને તારા ભાઈની પાસે જરૂર પાછું લાવવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તમારા ભાઈના ભૂલા પડી ગયેલા બળદ કે ઘેટાંને જોઈને તારે સંતાવું નહિ, તમારે તેને તેના માલિકની પાસે પાછું લાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “જો તમે તમાંરા કોઈ ઇસ્રાએલીભાઈના ભૂલા પડી ગયેલા રખડતા બળદને કે ઘેટાને જુઓ તો જોયું ના જોયું કરવું નહિ, પરંતુ તેને સાથે લઈ જઈને તેના માંલિકને પાછું સોંપવું.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 22:1
21 Iomraidhean Croise  

જેમને જુલમથી દેહાંતદંડ માટે ઘસડી જવામાં આવે છે તેમને તું ઉગારી લે અને ક્તલ થવાની તૈયારીમાં છે તેમને છોડીવી લે.


પોતાના મિત્રને અરે, તારા પિતાના મિત્રને પણ તજીશ નહિ, એમ કરીશ તો આપદ્કાળે ભાઈને ત્યાં દોડી જવાની જરૂર પડશે નહિ; દૂર રહેતા ભાઈ કરતા નજીકનો પડોશી વધારે મદદરૂપ બનશે.


ગરીબોને ઉદારતાથી આપનાર કદી અછતમાં આવી પડશે નહિ, પરંતુ ગરીબોને જોઈને દષ્ટિ ફેરવી લેનાર પર તો શાપ જ વરસશે.


ભૂખ્યાઓને તમારા ભોજનમાંથી ખવડાવો અને ઘરબાર વગરનાંને તમારા ઘરમાં આશ્રય આપો. વસ્ત્રહીનને વસ્ત્રો આપો અને તમારા જાતભાઈની જરૂરિયાત પ્રત્યે દુર્લક્ષ ન સેવો.


પ્રભુ યાકોબના વંશજોથી વિમુખ થઈ ગયા છે, પણ હું તેમનામાં જ મારી આશા રાખીશ અને તેમના પર જ ભરોસો મૂકીશ.


હું ખોવાઇ ગયેલાંઓને શોધીશ, ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘાયલ થયેલાંઓને પાટાપિંડી કરીશ, બીમારને સાજાં કરીશ, પણ પુષ્ટ તથા બળવાનનો હું નાશ કરીશ. કારણ, હું યોગ્ય રીતે મારાં ઘેટાંનું પોષણ કરીશ.


તમે દૂબળાંને બેઠાં કર્યા નથી, બીમારની સારવાર કરીને તેમને સાજાં કર્યા નથી, ઘાયલ થયેલાંને પાટા બાંયા નથી, ભટકી ગયેલાંને પાછાં લાવ્યા નથી કે ખોવાઇ ગયેલાંને શોયાં નથી. ઊલટું, તમે તો તેમના પર બળજબરી અને સખતાઈથી શાસન કરો છો.


જો ઇઝરાયલી સમાજ તે પ્રત્યે ધ્યાન ન આપે અને તેને મારી નાખે નહિ,


અથવા કોઈની ગુમ થયેલી વસ્તુ તેને મળી હોય તે પાછી ન આપે અથવા એ વિષે જૂઠું બોલે અથવા જૂઠા સોગંદ ખાય અને એ રીતે પ્રભુની વિરુદ્ધ પાપ કરે,


“વર્ષો પૂર્વે મેં મારા લોકોને આવી આજ્ઞાઓ આપી હતી: ‘બરાબર ન્યાય થાય તેની ચોક્સાઈ રાખો. એકબીજા પ્રત્યે મમતા અને દયા દાખવો.


એને બદલે, ઇઝરાયલના લોકો જે ખોવાઈ ગયેલાં ઘેટાં જેવા છે તેમની પાસે જાઓ;


ઈસુએ જવાબ આપ્યો, મને તો માત્ર ઇઝરાયલનાં ખોવાયેલાં ઘેટાં પાસે જ મોકલવામાં આવ્યો છે.


મોશેના નિયમશાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે, “બળદને અનાજ છૂટું પાડવાના ક્મે લગાડેલો હોય ત્યારે તેના મોં પર જાળી બાંધવી નહિ.”


પણ જો તમારો સાથીભાઈ તમારાથી ઘણે દૂર રહેતો હોય અથવા તે પ્રાણી કોનું છે તે તમે જાણતા ન હો તો તમારે તેને તમારે ઘેર લઇ જવું અને તમારે ત્યાં રાખવું અને જ્યારે તેનો માલિક તેને શોધતો શોધતો તમારે ઘેર આવે ત્યારે તમારે તેને તે પાછું આપવું.


તમે તો માર્ગ ભૂલેલાં ઘેટાંના જેવા હતા. પણ હવે તમે તમારા આત્માના ઘેટાંપાળક અને રક્ષકની પાસે પાછા વળ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan