Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 21:5 - પવિત્ર બાઇબલ C.L.

5 લેવીકુળના યજ્ઞકારોએ પણ ત્યાં જવું; કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તેમને તેમની સેવા કરવા માટે અને પ્રભુને નામે આશીર્વાદ ઉચ્ચારવા પસંદ કર્યા છે, અને હરેક વિવાદ અને હરેક હિંસાનો નીવેડો તેમના કહેવા પ્રમાણે કરવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને યાજકો, એટલે લેવી પુત્રો, પાસે આવે; કેમ કે પોતાની સેવા કરવાને તથા યહોવાને નામે આશીર્વાદ આપવાને યહોવા તારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે, અને તેઓના કહ્યા પ્રમાણે પ્રત્યેક તકરાર તથા પ્રત્યેક મારનો નિવેડો થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને યાજકો એટલે લેવીના દીકરાઓ, પાસે આવે; કેમ કે, પોતાની સેવા કરવાને તથા યહોવાહને નામે આશીર્વાદ આપવાને યહોવાહ તમારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે. અને તેઓના કહ્યા પ્રમાણે દરેક તકરાર તથા દરેક મારનો ચુકાદો થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પછી લેવીવંશી યાજકોએ આગળ આવવું; કારણ, તમાંરા દેવ યહોવાએ તેમને પોતાની સેવા કરવા માંટે તથા યહોવાના નામે આશીર્વાદ આપવા પસંદ કરેલા છે, તથા બધા જ ઝઘડાઓ તથા માંરામાંરીના બનાવોનો તેમની આજ્ઞા પ્રમાંણે ચુકાદો આપવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 21:5
12 Iomraidhean Croise  

આમ્રામના પુત્રો: આરોન અને મોશે. આરોન તથા તેના વંશજોને પવિત્ર સાધનસામગ્રી હંમેશા પોતાને હસ્તક રાખી પ્રભુને ધૂપ ચઢાવવા, તેમની સેવા કરવા તથા તેમને નામે લોકોને આશીર્વાદ આપવા અલગ કરવામાં આવ્યા હતા.


તમારા દેશબાંધવો કોઈપણ નગરમાંથી ખૂનનો અથવા નિયમો, આજ્ઞાઓ કે ફરમાનોનો ભંગ કર્યાનો કેસ લઈ આવે ત્યારે કેસની કાર્યવાહીમાં પ્રભુની વિરુદ્ધ કોઈ દોષ વહોરી ન લે તે માટે તેમને પૂરી સ્પષ્ટતાથી શીખવો; નહિ તો તમે અને તમારા દેશબધુંઓ પ્રભુના કોપનો ભોગ બનશો. પણ તમે તમારી ફરજ બજાવી હશે, તો તમે દોષિત નહિ ઠરો.


પછી તે માણસે મને કહ્યું: “આ બંને ઈમારતો પવિત્ર છે. તેમાં પ્રભુની સેવામાં જોડાયેલા યજ્ઞકારો સૌથી પવિત્ર અર્પણો ખાય છે. યજ્ઞકારો અને પવિત્ર ખંડોમાં સૌથી પવિત્ર વસ્તુઓ એટલે ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિ મૂકશે.


જ્યારે કોઈ ધારાકીય તકરાર ઊભી થાય ત્યારે તેમણે મારા કાનૂનો અનુસાર તકરારનો ન્યાય કરવો. તેમણે મારા નિયમો તથા ધારાધોરણો અનુસાર ધાર્મિક પર્વો પાળવાં અને સાબ્બાથ દિનને પવિત્ર માનવો.


આ બધા પ્રાયશ્ર્વિતબલિ, દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા પછી આરોને પોતાના હાથ ઊંચા કરીને લોકોને આશિષ આપી. પછી તે નીચે ઊતરી આવ્યો.


ઈશ્વરના સાચા જ્ઞાનનું શિક્ષણ આપવું એ યજ્ઞકારોની ફરજ છે. તેમની પાસે જઈને લોકોએ મારી ઇચ્છા જાણવી જોઈએ; કારણ, તેઓ સર્વસમર્થ પ્રભુના સંદેશવાહકો છે.


તે સમયે પ્રભુએ લેવીના વંશજોને પ્રભુના કરારની પેટી ઊંચકવા, પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા અને પ્રભુને નામે આશીર્વચન ઉચ્ચારવા નીમ્યા; અને આજે પણ તેઓ તેમની એ ફરજો બજાવે છે.


કારણ કે, તમારાં સર્વ કુળોમાંથી તમારા ઈશ્વર પ્રભુએ લેવીકુળના વંશજોને પ્રભુ સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા હંમેશને માટે પસંદ કર્યા છે.


તો એ બન્‍ને પક્ષકારોએ પ્રભુની સમક્ષ તે સમયે પદ ધરાવવતા યજ્ઞકારો અને ન્યાયાધીશો પાસે હાજર થવું.


અને તે નગરના વડીલોએ જ્યાં કદી ખેડાણ કે વાવેતર થયું ન હોય એવા વહેતા ઝરણાના ખીણપ્રદેશમાં તે વાછરડીની ડોક ભાંગી નાખવી.


Lean sinn:

Sanasan


Sanasan