Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 21:22 - પવિત્ર બાઇબલ C.L.

22 “જો કોઈ માણસે મૃત્યુદંડ યોગ્ય પાપ કર્યું હોય અને તેને કોઈ વૃક્ષ પર ફાંસીએ ચડાવી દેવામાં આવે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, ને તેને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવ્યાથી તું તેને ઝાડ પર લટકાવે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, જો તેને મૃત્યુદંડ આપ્યો હોય તો તમે તેને ઝાડ પર લટકાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “જો કોઈ વ્યકિત અપરાધ કરે જે તેના પર મૃત્યુ દંડ લાવે અને તે મરી જાય ત્યારે તમાંરે તેના શરીરને કોઈ વૃક્ષની ડાળીએ લટકાવવું.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 21:22
20 Iomraidhean Croise  

ત્રણ દિવસમાં ફેરો તમારો શિરચ્છેદ કરાવશે અને તમને વૃક્ષ પર લટકાવી દેશે અને પક્ષીઓ તમારું માંસ ચૂંટી ખાશે.”


પછી આયાની પુત્રી એટલે શાઉલની ઉપપત્ની રિસ્પાએ જ્યાં શબ પડયાં હતાં ત્યાં ખડક પર પોતાના આચ્છાદાન માટે તાટનો ઉપયોગ કર્યો અને કાપણીના આરંભથી વરસાદ આવ્યો ત્યાં સુધી ત્યાં જ રહી. દિવસે તે શબ પાસે પક્ષીઓને આવવા દેતી નહિ અને રાત્રે જંગલી પ્રાણીઓથી શબનું રક્ષણ કરતી.


તેથી તેના વંશના સાત પુરુષોને અમારે સ્વાધીન કરો કે અમે તેમને પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજા શાઉલના નગર ગિબ્યામાં પ્રભુની સમક્ષ ફાંસી દઈશું.” રાજાએ જવાબ આપ્યો, “હું તેમને તમારે સ્વાધીન કરીશ.”


દાવિદે તેમને ગિબ્યોનના લોકોને સ્વાધીન કર્યા અને તેમણે તેમને પ્રભુ સમક્ષ પર્વત પર ફાંસી દીધી અને સાતેય જણ સાથે મૃત્યુ પામ્યા. કાપણીની ઋતુના શરુઆતના દિવસોમાં, એટલે જવની કાપણીના આરંભમાં તેમને મારી નાખવામાં આવ્યા.


દાવિદે હુકમ આપ્યો એટલે તેના સૈનિકોએ રિમ્મોન બરોથીના પુત્રો રેખાબ અને બાનાને મારી નાખ્યા અને તેમના હાથપગ કાપીને તેમને હેબ્રોનમાં તળાવ નજીક લટકાવ્યા. તેમણે ઇશબોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં દફનાવ્યું.


તમારો શો ચુકાદો છે? તેમણે જવાબ આપ્યો, તે મોતની સજાને પાત્ર છે.


તમે તેણે કરેલી ઈશ્વરનિંદા સાંભળી છે. તમારો શો અભિપ્રાય છે?” બધાએ તેમની વિરુદ્ધ અભિપ્રાય આપ્યો: “તે દોષિત છે, અને તેને મારી નાખવો જોઈએ.”


ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, અને ત્યાં ઈસુને તેમજ બે ગુનેગારોને ક્રૂસે જડયા. એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ.


મને ખબર પડી કે મરણની સજા થાય એવું અથવા કેદમાં નંખાવા જેવું તેણે કંઈ કર્યું નથી; તેની વિરુદ્ધના તેમના આરોપો તેમના પોતાના નિયમશાસ્ત્રના પ્રશ્ર્નો સંબંધીના છે.


જો નિયમનો ભંગ કર્યાને લીધે મને મોતની સજા થાય એવો મેં કોઈ ગુનો કર્યો હોય, તો હું તેમાંથી છટકી જવાની માગણી કરતો નથી. પણ તેમના આરોપ તથ્ય વગરના હોય તો કોઈ મને તેમના હાથમાં સોંપી શકે નહિ. તેથી હું સમ્રાટને અપીલ કરું છું.”


પણ મોતની સજા થાય તેવો કોઈ ગુનો તેણે કર્યો હોય તેવું મને જણાતું નથી. વળી તેણે પોતે સમ્રાટને અપીલ કરી હોવાથી મેં તેને તેમની સમક્ષ રોમ મોકલી આપવાનો નિર્ણય કર્યો છે.


તેઓ વિખેરાયા પછી તેમણે પરસ્પર કહ્યું, “આ માણસે મોત કે કેદની સજા થાય તેવો કોઈ ગુનો કર્યો નથી.”


જો નગરે પહોંચવાનો રસ્તો લાંબો હોય તો ખૂનનો બદલે લેનાર સગો પેલા માણસને રસ્તામાં પકડી પાડશે અને અગાઉથી વેર ન હોવાથી તે માણસ મૃત્યુદંડને પાત્ર ન હોવા છતાં તે તેને ક્રોધના આવેશમાં મારી નાખશે.


પણ કન્યાને કંઈ સજા થાય નહિ; કારણ, તેણે મૃત્યુદંડને પાત્ર કોઈ પાપ કર્યું નથી. આ તો એક માણસ હુમલો કરીને બીજાને મારી નાખે તેના જેવી વાત છે.


પછી યહોશુઆએ એ પાંચેય રાજાઓને મારી નાખ્યા, અને તેમનાં શબ પાંચ વૃક્ષ પર લટકાવ્યાં; સાંજ સુધી તેમનાં શબ ત્યાં રહ્યાં.


સૂર્યાસ્તને સમયે યહોશુઆએ એમનાં શબ ઉતારી લઈને તેઓ જ્યાં સંતાયા હતા તે જ ગુફામાં નાખી દેવા હુકમ કર્યો. એ ગુફાના પ્રવેશદ્વાર આગળ મોટા પથ્થરો મૂકવામાં આવ્યા; જે આજે પણ ત્યાં છે.


તેણે આયના રાજાને સાંજ સુધી વૃક્ષ પર લટકાવી રાખ્યો. સૂર્યાસ્ત સમયે યહોશુઆએ તેના મૃતદેહને ઉતારી દેવા હુકમ કર્યો, અને એ મૃતદેહ શહેરના પ્રવેશદ્વાર આગળ નાખી દીધો. તેની ઉપર તેમણે પથ્થરોનો મોટો ઢગલો કર્યો; જે આજ સુધી ત્યાં છે.


આબ્નેર, તું તારી ફરજ ચૂક્યો છે. જેનો પ્રભુએ રાજા તરીકે અભિષેક કર્યો છે એ તમારા માલિકનું તમે ચોક્સાઈપૂર્વક રક્ષણ કર્યું નથી. તેથી હું પ્રભુના જીવના સમ ખાઉં છું કે તમે મૃત્યુદંડને પાત્ર છો. હવે શોધો તો ખરા કે રાજાનો ભાલો ક્યાં છે? તેના માથા પાસે પડેલો પાણીનો ચંબૂ ક્યાં છે?”


Lean sinn:

Sanasan


Sanasan