Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ‘હે ઇઝરાયલના માણસો, સાંભળો! આજે તમે તમારા શત્રુઓની સામે યુધ કરવા આવ્યા છો. તો તમારા શત્રુઓથી નાહિંમત થશો નહિ કે ડરશો નહિ; તેમનાથી ધ્રૂજી જશો નહિ કે ભયભીત થશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેઓને કહે કે, હે ઇઝરાયલ, સાંભળો, આજે તમે તમારા શત્રુઓની સામે યુદ્ધ કરવાને આવ્યા છો. તો તમે નાહિમ્મત ન થાઓ. બીહો નહિ, ને ધ્રૂજો નહિ, તેમજ તેઓથી ભયભીત ન થાઓ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓને કહે કે, “હે ઇઝરાયલ, સાંભળો; આજે તમે તમારા દુશ્મનો સામે યુદ્ધ કરવા આવ્યા છો, ત્યારે નાહિંમત થશો નહિ, બીશો નહિ, ભયભીત થશો નહિ કે તેઓનાથી ગભરાશો નહિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ‘હે ઇસ્રાએલના પ્રજાજનો, સાંભળો; આજે તમે દુશ્મન સામે યુદ્ધે ચઢો છો, જયારે તેમનો સામનો કરો ત્યારે હિંમત હારશો નહિ; કે ગભરાશો નહિ, કે ભયભીત થશો નહિ:

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:3
31 Iomraidhean Croise  

તેની પાસે માનવી શક્તિ છે, પણ આપણે પક્ષે તો આપણને સહાય કરવા અને આપણી લડાઈઓ લડવા આપણા ઈશ્વર પ્રભુ છે.” રાજાના આવા શબ્દોથી લોકોને પ્રોત્સાહન મળ્યું.


ઈશ્વરે મારા દિલને હતાશ કરી દીધું છે, અને સર્વસમર્થે મને ગભરાવ્યો છે.


ચારે બાજુએથી મને ઘેરી વળેલા હજારો સૈનિકોથી હું ડરતો નથી.


મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો.


તેથી સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે, “હું સિયોનમાં નક્કર પાયો નાખું છું અને તેમાં ચક્સી જોયેલો અને મૂલ્યવાન એવો મુખ્ય પથ્થર મૂકું છું. તેના પર વિશ્વાસ કરનાર કદી હતાશ થશે નહિ.


તારે તેને આમ કહેવું, ‘સાવધ રહે, શાંત થા અને બીશ નહિ. અરામનો રાજા રસીન અને રમાલ્યાનો પુત્ર પેકા તો બે ધૂમાતા ઠૂંઠા જેવા છે. તેમના ધૂંધવાતા ક્રોધથી મનમાં હતાશ થઈ જઈશ નહિ.


પ્રભુની વિરુધ બંડ ન કરો અને ત્યાંના લોકોથી ડરી ન જાઓ. આપણે તેમને સહેલાઈથી જીતી લઈશું. તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી. પણ પ્રભુ આપણી સાથે છે તેથી તેમનાથી બીશો નહિ.”


જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો.


જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.


આથી બીક ન રાખો, કારણ, ઘણી ચકલીઓ કરતાં તમે વધુ મૂલ્યવાન છો.


ઈસુએ જવાબ આપ્યો, ઓ અલ્પ-વિશ્વાસીઓ, તમને શા માટે બીક લાગી? ત્યાર પછી તે ઊભા થયા અને પવન તથા મોજાંને હુકમ કર્યો અને ાઢ શાંતિ થઈ.


જો તેઓ સાપ પકડી લે અથવા ઝેર પી જાય, તોપણ તેમને કંઈ ઈજા થશે નહિ; તેઓ બીમાર માણસો પર પોતાના હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે.”


તેણે કહ્યું, “ડરશો નહિ, હું જાણું છું કે ક્રૂસે જડવામાં આવેલા નાઝારેથના ઈસુને તમે શોધો છો. તે અહીં નથી. તેમને સજીવન કરવામાં આવ્યા છે! તેમણે તેમને જ્યાં મૂક્યા હતા તે જગ્યા જુઓ.


‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે સમ્રાટ સમક્ષ હાજર થવાનું છે; અને ઈશ્વરે પોતાની ભલાઈ પ્રમાણે તારી સાથે મુસાફરી કરનાર બધાનાં જીવન તને આપ્યાં છે.’


જુઓ, તમારા ઈશ્વર પ્રભુએ આ દેશ તમને સોંપ્યો છે માટે આગળ વધો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુના કહ્યા પ્રમાણે તેને કબજે કરી લો. ગભરાશો નહિ કે નાહિંમત થશો નહિ.


“જ્યારે તમે તમારા શત્રુઓ સામે લડવા જાઓ અને તમે ઘોડાઓને, રથોને અને તમારા લશ્કર કરતાં વિશાળ લશ્કરને જુઓ, ત્યારે તેમનાથી ડરી જશો નહિ; કારણ, તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કરનાર તમારા ઇશ્વર પ્રભુ તમારી સાથે છે.


તમે રણભૂમિ પર પહોંચીને યુધ શરૂ કરો તે પહેલાં યજ્ઞકાર લશ્કરને આ રીતે સંબોધન કરે:


કોઈ દુષ્ટતાનો બદલો દુષ્ટતાથી ન વાળે. પણ સર્વ સમયે એકબીજાનું અને સર્વ લોકનું ભલું કરવાનું યેય રાખો.


વિશ્વાસની દોડ પૂરી તાક્તથી દોડ અને પોતાને માટે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કર. કારણ, ઘણા સાક્ષીઓ સમક્ષ તેં વિશ્વાસનો સારો એકરાર કર્યો ત્યારે ઈશ્વરે તને એ જ જીવન માટે આમંત્રણ આપ્યું હતું.


તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?”


તમને આપેલા વચન પ્રમાણે પ્રભુ પોતે તમારે માટે લડતા હોવાથી તમારામાંથી એક માણસ હજાર માણસોને નસાડતો.


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


દાવિદે શાઉલને કહ્યું, “એ પલિસ્તીથી કોઈએ ગભરાવાની જરૂર નથી. આ તમારો સેવક જઈને તેની સાથે લડશે.”


Lean sinn:

Sanasan


Sanasan