Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:20 - પવિત્ર બાઇબલ C.L.

20 ફળ નહિ આપનારાં વૃક્ષોને કાપીને તમારો સામનો કરનાર નગરનો પરાજય કરવાને મોરચા બાંધવા તમે તેમનો ઉપયોગ કરી શકો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જે ઝાડ વિષે તું જાણે છે કે તે ફળઝાડ નથી, તેઓનો જ નાશ કરવો ને તેઓને જ કાપી નાખવાં. અને જે નગર તારી સામે યુદ્ધ કરે છે તેનો પરાજય થતાં સુધી તારે તેની સામે મોરચા બાંધવા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જે વૃક્ષ ફળો ના આપે તેવાં વૃક્ષોનો તમે નાશ કરી શકો; એટલે તેઓને જ તમારે કાપી નાખવા; અને જે નગર તારી વિરુદ્ધ યુદ્ધ કરે છે તેનો પરાજય થતાં સુધી તારે તેની સામે મોરચા બાંધવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ફળો ના આપે તેવાં વૃક્ષોને તમે કાપી શકો. કિલ્લામાં અંદર અથવા બહાર જવાના રસ્તાને રોકવામાં તેને વાપરો અને યુદ્ધમાં વપરાતા ઓજારો માંટે વાપરો, તમે શહેરને કબજે કરવા સમર્થ થાવ ત્યાં સુધી.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:20
10 Iomraidhean Croise  

જ્યારે બેબિલોનના લોકો ઘણા માણસોનો સંહાર કરવા માટીના ટીંબા બાંધીને અને ખાઇઓ ખોદીને ઘેરો ઘાલશે ત્યારે ફેરો પાસે મોટું અને બળવાન લશ્કર હોવા છતાં સહાય કરી શકશે નહિ.


કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહું છું: યરુશાલેમનાં મકાનો અને યહૂદિયાના રાજાઓના મહેલોને ખાલદીઓનાં લશ્કર ઘેરા આક્રમણથી તોડી પાડી ખંડેર બનાવશે.


કારણ, સેનાધિપતિ પ્રભુ આક્રમણ કરનારાને આમ કહે છે: “યરુશાલેમનાં વૃક્ષો કાપી નાખો અને તે વડે તેની આસપાસ મોરચો બાંધો; એ નગરમાં નર્યા જુલમ સિવાય કશું જ નથી.


તે માટે આશ્શૂરના રાજા વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે, “તે આ નગરમાં પ્રવેશ કરશે નહિ કે તેની વિરુદ્ધ એક તીર પણ મારશે નહિ અને નગરની સામે કોઈ મોરચો પણ બાંધશે નહિ.


ઓછી વસ્તીવાળું એક નાનું નગર હતું. એક મોટા રાજાએ તેના પર આક્રમણ કરી તેને ઘેરો ઘાલ્યો અને તેની સામે મોટા મોરચા બાંયા.


યરુશાલેમમાં તેના બાહોશ કારીગરો તીર છોડવાનાં અને બુરજ અથવા કોટના ખૂણેથી મોટા પથ્થરો ફેંકવાનાં સાધનો બનાવતા. તેની કીર્તિ ચોમેર પ્રસરી ગઈ અને ઈશ્વર તરફથી મળેલી મદદથી તે બળવાન થતો ગયો.”


આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણા જાતભાઈઓએ આપણને જણાવ્યું છે કે, “એ લોકો તો આપણા કરતાં કદાવર અને ઊંચા છે; તેમનાં નગરો વિશાળ અને ગગનચુંબી કોટવાળાં છે. વળી, ત્યાં અમે અનાકના વંશજો જોયા છે.” એમ કહીને તેમણે આપણને નાહિંમત કરી નાખ્યા.


“જ્યારે યુધ દરમ્યાન કોઈ નગરને સર કરવા માટે લાંબો સમય ઘેરો ઘાલવો પડે, ત્યારે તેનાં વૃક્ષોને કુહાડીથી કાપી નાખશો નહિ. તમે તે વૃક્ષોનાં ફળ ખાઇ શકો છો, પણ તેમને કાપી નાખશો નહિ. માણસોની જેમ વૃક્ષો કંઈ તમારા શત્રુ નથી કે તમારે તેમને પણ ઘેરો ઘાલવો પડે!


“તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશનો કબજો સોંપે છે તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી મળી આવે અને તેને કોણે માર્યો એ કોઈ જાણતું ન હોય,


તમે તેમનાં સર્વ સુંદર કિલ્લેબંધીવાળાં નગરો કબજે કરશો; તેમનાં ફળાઉ વૃક્ષો કાપી નાખશો; તેમના ઝરા બંધ કરી દેશો અને તેમનાં ફળદ્રુપ ખેતરોને પથ્થરોથી છાઈ દઈ તેમને નકામાં બનાવી દેશો.”


Lean sinn:

Sanasan


Sanasan