Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:18 - પવિત્ર બાઇબલ C.L.

18 નહિ તો જે સર્વ અધમ કાર્યો તેમણે તેમનાં દેવદેવીઓની પૂજામાં આચર્યાં છે તે પ્રમાણે કરવાનું શીખવીને તેઓ તમારા ઈશ્વર પ્રભુની વિરુધ તમારી પાસે પાપ કરાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 રખેને જે સર્વ અમંગળ કર્મો તેઓએ તેમના દેવોની સેવામાં કર્યાં છે, તે પ્રમાણે કરવાને તેઓ તમને શીખવીને યહોવા તમારા ઈશ્વરની સામે તમારી પાસે પાપ કરાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 રખેને જે સર્વ અમંગળ કામો તેઓએ તેમના દેવોની પૂજામાં કર્યા છે. તે પ્રમાણે કરવાને તેઓ તમને શીખવીને યહોવાહ તમારા ઈશ્વરની સામે તમારી પાસે પાપ કરાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જેથી તેઓ પોતે પોતાના દેવોની પૂજામાં જે ધૃણાજનક વિધિઓ કરે છે એનું અનુકરણ કરવા તમને લલચાવે નહિ અને શીખવે નહિ, તેથી તમે તમાંરા દેવ યહોવાના ગુનેગાર ન બનો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:18
22 Iomraidhean Croise  

તેના પિતા હિઝકિયાએ તોડી પાડેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનોને તેણે ફરી બંધાવ્યાં. ઇઝરાયલના રાજા આહાબની જેમ તેણે બઆલની પૂજા માટે વેદીઓ બનાવી અને અશેરા દેવીની પ્રતિમા બનાવી. વળી, મનાશ્શાએ આકાશનાં નક્ષત્રમંડળોની પણ પૂજા કરી.


તમે તેમની સાથે અથવા તેમના દેવો સાથે કંઈ સંધિ-કરાર કરશો નહિ.


તે લોકોને તમારા દેશમાં રહેવા દેશો નહિ; જો તમે તેમને રહેવા દેશો તો તેઓ તમારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવશે. જો તમે તેમના દેવોની પૂજા કરશો તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.”


તમે જે દેશમાં જાઓ છો ત્યાંના રહેવાસીઓ સાથે કોઈપણ જાતનો સંધિ-કરાર કરશો નહિ; નહિ તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


વળી, તમારા પુત્રો ત્યાંની પરદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરશે અને તે સ્ત્રીઓ તેમને તેમના દેવોની પૂજા કરવા પ્રેરશે અને એ રીતે તેઓ તમને બેવફા બનાવી દેશે.


છેતરાશો નહિ! દુષ્ટ સોબત સારા ચારિયને બગાડે છે.


તેથી પ્રભુ કહે છે: “તમે તેમનામાંથી નીકળીને અલગ થાઓ, જે અશુદ્ધ છે તેનો સ્પર્શ પણ ન કરો, એટલે હું તમારો સ્વીકાર કરીશ.


અંધકારનાં નિરર્થક કામોમાં ભાગ ન લો. એને બદલે, તેમને પ્રકાશમાં લાવો.


કોઈ સંદેશવાહક મારે નામે સંદેશ પ્રગટ કરે, ત્યારે જે કોઈ તેના સંદેશની અવગણના કરશે તેને હું સજા કરીશ.


“તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ આપે તેમાં તમે આવો ત્યારે ત્યાં વસતી પ્રજાઓના ઘૃણાજનક વિધિઓનું અનુકરણ કરશો નહિ.


તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે તમારે હિત્તીઓનો, અમોરીઓનો, કનાનીઓનો, પરિઝ્ઝીઓનો, હિવ્વીઓનો તથા યબૂસીઓનો પૂરેપૂરો વિનાશ કરવો;


“જ્યારે યુધ દરમ્યાન કોઈ નગરને સર કરવા માટે લાંબો સમય ઘેરો ઘાલવો પડે, ત્યારે તેનાં વૃક્ષોને કુહાડીથી કાપી નાખશો નહિ. તમે તે વૃક્ષોનાં ફળ ખાઇ શકો છો, પણ તેમને કાપી નાખશો નહિ. માણસોની જેમ વૃક્ષો કંઈ તમારા શત્રુ નથી કે તમારે તેમને પણ ઘેરો ઘાલવો પડે!


તમારી નેકી કે તમારા સદાચારને લીધે તમે તેમના દેશનો કબજો લેવાના નથી, પરંતુ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે અને તમારા પૂર્વજો અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબ સાથે શપથપૂર્વક કરેલો કરાર પૂર્ણ કરવા માટે તમારા ઈશ્વર પ્રભુ તેમને તમારી સમક્ષથી હાંકી કાઢે છે.


તમારામાંના કેટલાક આ પત્રમાં જણાવેલી સૂચના માનશે નહિ. જો તેમ બને તો તમે તેવાની સાથે કોઈ જાતનો વ્યવહાર રાખશો નહિ, જેથી તેઓ શરમાઈ જાય.


એવા માણસોમાં સતત વાદવિવાદ ચાલ્યા કરે છે, તેમની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી હોય છે અને તેમની પાસે સત્ય હોતું નથી. તેઓ ધર્મને ધનવાન બનવાનો માર્ગ માની બેઠા છે.


તો તમારા ઈશ્વર પ્રભુ આ બાકીની પ્રજાઓને હાંકી કાઢશે નહિ. એ પ્રજાઓ તમારે માટે ફાંદા કે ખાડા સમાન જોખમકારક અને તમારી પીઠ પર ચાબૂક અથવા આંખમાં કાંટા સમાન દર્દજનક બની રહેશે; એટલે સુધી કે તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા આ દેશમાં તમારામાંનો કોઈ બાકી રહેવા પામશે નહિ.


તેથી હવે હું એમ કહું છું કે તમારી આગળથી હું આ લોકોને હાંકી કાઢીશ નહિ. તેઓ તમારા શત્રુઓ બની રહેશે અને તમે તેમના દેવોની પૂજાના ફાંદામાં સપડાઈ જશો.”


Lean sinn:

Sanasan


Sanasan