Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:16 - પવિત્ર બાઇબલ C.L.

16 “પરંતુ જે દેશનાં નગરો પ્રભુ તમને વારસા તરીકે આપે છે તેમને તમે સર કરો ત્યારે તેમાં કોઈને પણ જીવતું રહેવા દેવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ આ લોકોનાં જે નગરો યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તેઓમાંના કોઈ પણ પ્રાણીને તારે જીવતું રહેવા દેવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ આ લોકોનાં જે નગરો યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે. તેઓમાંના કોઈ પણ પશુંને તારે જીવતું રહેવા દેવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “પરંતુ દેવ યહોવા જે ભૂમિ તમને તમાંરા કબજામાં આપે છે, તેમાં તમાંરા દ્વારા કોઇ પણ જીવતું છોડાઇ જવું ન જોઇએ. તમાંરે તમાંમ મનુષ્ય અને પ્રાણીઓનો નાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:16
25 Iomraidhean Croise  

તેથી ઇઝરાયલીઓએ ઓગને, તેના પુત્રોને અને તેના બધા લોકોને મારી નાખ્યા. એટલે સુધી કે તેઓમાંનું કોઈ બચવા પામ્યું નહિ. ત્યાર પછી ઇઝરાયલીઓએ તેમનો દેશ કબજે કરી લીધો.


આથી એમનાં બધાં નરસંતાનોને મારી નાખો અને પુરુષ સાથે દેહસમાગમ કર્યો હોય એવી બધી જ સ્ત્રીઓને પણ મારી નાખો.


ત્યારે તમારે તે દેશમાં બધા વતનીઓને હાંકી કાઢવા. તેમની પથ્થરની અને ધાતુઓની મૂર્તિઓનો નાશ કરવો અને તેમનાં બધાં ઉચ્ચ ભક્તિસ્થાનો તોડી પાડવાં.


જે પ્રજાઓના દેશમાં તમે વસવાના છો તે પ્રજાઓનાં ન હોય એવાં દૂરનાં નગરોના સંબંધમાં પણ તમારે એ જ પ્રમાણે કરવું.


તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે તમારે હિત્તીઓનો, અમોરીઓનો, કનાનીઓનો, પરિઝ્ઝીઓનો, હિવ્વીઓનો તથા યબૂસીઓનો પૂરેપૂરો વિનાશ કરવો;


તો તે સ્ત્રીનો પ્રથમ પતિ તેની સાથે પુનર્લગ્ન કરી શકે નહિ. તે સ્ત્રી તેને માટે અશુધ ગણાય. જો તે માણસ એ સ્ત્રી સાથે ફરીથી લગ્ન કરે તો એ વાત પ્રભુની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર ગણાશે. જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે આપે છે તેને તમારે અશુધ કરવો નહિ.


પ્રભુ તમને તેમના પર વિજય અપાવશે અને મેં જે સર્વ આજ્ઞાઓ તમને ફરમાવી છે તે પ્રમાણે જ વર્તજો.


“તમારે લીધે પ્રભુ મારા પર ક્રોધાયમાન થયા હતા અને તેમણે મને સોગંદપૂર્વક કહ્યું હતું કે, તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે જે ફળદ્રુપ દેશ આપવાના છે તેમાં યર્દન નદી ઓળંગીને હું પ્રવેશ કરીશ નહિ.


જે પ્રજાને ઈશ્વર તમારે હવાલે કરે તેમનો સંહાર કરજો અને તેમના પ્રત્યે દયા દાખવશો નહિ. તમે તેમનાં દેવદેવીઓની પૂજા કરશો નહિ; કારણ, એ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


યહોશુઆ અને તેના માણસોએ ભારે ક્તલ ચલાવીને મોટો સંહાર કર્યો; છતાં તેમાંથી કેટલાક નગરકોટની અંદર સલામત સ્થળે નાસી ગયા અને તેથી માર્યા ગયા નહિ.


એ જ દિવસે યહોશુઆએ માક્કેદા પર ચડાઈ કરીને તેને જીતી લીધું અને તેને તથા તેના રાજાને તરવારથી માર્યા. તેણે નગરના સૌ કોઈને મારી નાખ્યાં; એકેયને જીવતું રહેવા દીધું નહિ. તેણે જેવા યરીખોના રાજાના હાલહવાલ કર્યા હતા તેવા જ માક્કેદાના રાજાના પણ કર્યા.


આમ, યહોશુઆએ આખો દેશ જીતી લીધો. તેણે પહાડીપ્રદેશના, પૂર્વના ઢોળાવના પ્રદેશના, પશ્ર્વિમના તળેટીના પ્રદેશના અને દક્ષિણના સૂકા પ્રદેશના રાજાઓનો પરાજય કર્યો. ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ આપેલી આજ્ઞા અનુસાર તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ; બલ્કે પ્રાણીમાત્રનો સંહાર કર્યો.


ઇઝરાયલના લોકોએ એ શહેરોની સર્વ સંપત્તિ અને ઢોરઢાંક પોતાને માટે લૂંટી લીધાં. પણ પ્રત્યેક માણસનો તેમણે સંહાર કર્યો અને એકેયને જીવતું રહેવા દીધું નહિ.


પછી તેમણે શહેરને આગ લગાડીને તેના સર્વસ્વને બાળીને ભસ્મ કરી દીધું. માત્ર રૂપું અને સોનું તથા તાંબાનાં અને લોખંડનાં પાત્રો લાવીને પ્રભુના ઘરના ભંડારમાં મૂક્યાં.


ત્યાં બધાંનો તલવારથી નાશ કર્યો. તે દિવસે આયના બધા જ લોકો, એટલે બાર હજાર સ્ત્રીપુરુષો માર્યા ગયા.


શહેર જીતી લીધા પછી પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે તમે તેને આગ લગાડજો. તો તમારે માટે મારો આટલો આદેશ છે.”


તેમણે જવાબ આપ્યો, “અમે એટલા માટે એમ કર્યું કે તમારા ઈશ્વર પ્રભુએ પોતાના સેવક મોશેને તમને આ આખો દેશ આપવાની અને તમે આગળ વધો તેમ તેમ તેના રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા આપી હતી તેવી અમને ચોક્કસ ખબર મળી હતી.


પણ તેણે તેમને ઇઝરાયલી લોકો માટે અને પ્રભુની વેદી માટે લાકડાં કાપવા તથા પાણી ભરવા દાસ બનાવ્યા. આજ દિન સુધી પ્રભુ ભજનને માટે પસંદ કરે તે સ્થળમાં તેઓ એ કામ કરતા આવ્યા છે.


પણ ઇઝરાયલી માણસોએ હિવ્વીઓને કહ્યું, “કદાચ તમે અમારી નજીકમાં જ વસતા હો તો અમારે તમારી સાથે સંધિકરાર કરવાની શી જરૂર છે?”


તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan