Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપ્યો છે અને આ વિશાળ રણપ્રદેશમાં તમારા રઝળપાટ દરમ્યાન તેમણે તમારી સંભાળ લીધી છે અને ચાલીસ વર્ષ સુધી તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહ્યા છે અને તમને કશાની ખોટ પડી નથી.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે યહોવા તારા ઈશ્વરે તારા હાથનાં સર્વ કામ પર આશીર્વાદ આપ્યો છે. આ મોટા અરણ્યમાં તારું ચાલવું તેણે જાણ્યું છે. આ ચાળીસ વર્ષ સુધી યહોવા તારા ઈશ્વર તારી સાથે રહ્યા છે. તને કશાની ખોટ પડી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કેમ કે ઈશ્વર તમારા યહોવાહે તમારા હાથનાં બધાં જ કાર્યોમાં તમને આશીર્વાદ આપ્યો છે, આ મોટા અરણ્યમાં તમારું ચાલવું તેમણે જાણ્યું છે. કેમ કે આ ચાળીસ વર્ષ ઈશ્વર તમારા યહોવાહ તમારી સાથે રહ્યા, તમને કશાની ખોટ પડી નથી.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કારણ કે અત્યાર સુધી તમાંરાં બધાં જ કાર્યોમાં યહોવા તમાંરા દેવે તમને સફળતા આપી છે, અને આ વિશાળ રણપ્રદેશમાં 40 વર્ષ યહોવા તમાંરા દેવે મુસાફરી દરમ્યાન તમાંરું રક્ષણ કર્યુ છે, તે સદાય તમાંરી સાથે રહ્યા છે અને તમને જોઇતું બધું તમને મળી ગયું હતું.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 2:7
31 Iomraidhean Croise  

હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે.


પ્રભુએ મારા માલિક અબ્રાહામને ઘણી આશિષ આપી છે અને તે ઘણા મોટા માણસ બન્યા છે. પ્રભુએ તેમને ઘેટાંબકરાં, ઢોરઢાંક, સોનુંરૂપું, દાસદાસીઓ અને ઊંટો તથા ગધેડાં આપ્યાં છે.


ઇસ્હાકે તે પ્રદેશમાં વાવેતર કર્યું અને તે જ વર્ષે સોગણો પાક ઊતર્યો; કારણ, પ્રભુએ તેને ખૂબ આશિષ આપી.


પણ લાબાને તેને કહ્યું, “જો તારી રહેમ નજર મારા પર હોય તો તું અહીં જ રહે. કારણ, મેં જોષ જોઈને શોધી કાઢયું છે કે તારે લીધે પ્રભુએ મને આશિષ આપી છે.


તેના માલિકે જોયું કે પ્રભુ તેની સાથે છે અને તેના પ્રત્યેક કાર્યમાં તેને સફળ કરે છે.


તેણે એ રીતે પોતાના ઘરકુટુંબને અને પોતાની સઘળી માલમિલક્તને યોસેફની દેખરેખ નીચે મૂક્યાં તે સમયથી માંડીને પ્રભુએ યોસેફને લીધે એ ઇજિપ્તીના ઘરકુટુંબને આશિષ આપી. તેના ઘરમાં તેમ જ ખેતરમાં જે કંઈ હતું તે બધામાં પ્રભુએ આશિષ આપી.


વેરાનપ્રદેશમાં ચાલીસ વર્ષ સુધી તમે તેમનું બધી રીતે પાલનપોષણ કરી નિભાવી રાખ્યા અને તેમને કશાની ખોટ પડી નહિ. તેમનાં વસ્ત્ર ર્જીણ થઈ ગયાં નહિ અને પીડાથી તેમના પગ સૂજી ગયા નહિ.


પરંતુ ઈશ્વર તો મારી ચાલચલગત બરાબર જાણે છે, અને તે મારી ક્સોટી કરશે ત્યારે હું સોનાની જેમ ચળકી ઊઠીશ.


કારણ, પ્રભુ નેકજનોના માર્ગની દેખરેખ રાખે છે, પરંતુ દુષ્ટોનો માર્ગ તેમને વિનાશ તરફ લઈ જશે.


કેટલાક રણપ્રદેશમાં પંથહીન ઉજ્જડ જગાઓમાં ભટક્તા હતા અને વસવાટવાળા કોઈ નગરનો માર્ગ તેમને જડતો નહોતો.


તમારા પ્રેમને લીધે હું હર્ષાનંદ કરીશ. કારણ, તમે મારું દુ:ખ જોયું છે, અને મારી વિપત્તિઓ ધ્યાનમાં લીધી છે.


હે પ્રભુ, તમારી ભલાઈ અમારા પર ઊતરો! અમારા હાથનાં કાર્યો અમારે માટે સ્થાપન કરો; હા, અમારે માટે અમારા હાથનાં કાર્યો સ્થાપન કરો.


ઇઝરાયલીઓ વસવાટના દેશ કનાનમાં પહોંચ્યા ત્યાં સુધી એટલે ચાલીસ વરસ સુધી તેમણે માન્‍ના ખાધું.


“જા અને યરુશાલેમના લોકો સાંભળે તેમ પોકારીને કહે, પ્રભુ કહે છે: યુવાનીના સમયની તારી નિષ્ઠા અને કન્યા તરીકેનો તારો પ્રેમ મને યાદ છે. વેરાન અને પડતર પ્રદેશમાં તું મને અનુસરતી હતી. ઓ ઇઝરાયલ, તું મને સમર્પિત હતી;


સૂકા અને નિર્જળ પ્રદેશમાં મેં તમારું પાલન કર્યું.


હે મારી પ્રજા, મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા. ચાલીસ વર્ષ તમને અરણ્યમાં દોર્યા અને અમોરીઓનો દેશ તમને વતન તરીકે આપ્યો.


ઇઝરાયલી લોક ઇજીપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના બીજા મહિનાને પ્રથમ દિવસે સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મુલાકાતમંડપમાં મોશેને આ પ્રમાણે કહ્યું:


તમારા છેલ્લા માણસની લાશ પડે નહિ ત્યાં સુધી એટલે ચાળીસ વર્ષ સુધી તમારાં વંશવારસો આ રણપ્રદેશમાં ભટકશે ને તમારી બેવફાઈની સજા ભોગવશે.


ચાળીસ દિવસ સુધી ફરીને તમે દેશની જાસૂસી કરી હતી; તેથી એક દિવસને માટે એક વર્ષ તે પ્રમાણે ગણીને ચાળીસ વર્ષ સુધી તમે તમારાં પાપની સજા ભોગવશો; ત્યારે તમને સમજાશે કે મારો ત્યાગ કરવાનું શું પરિણામ આવે છે!


ઈશ્વરે બલામને કહ્યું, “આ લોકો સાથે તું જઈશ નહિ અને ઇઝરાયલીઓને શાપ આપીશ નહિ. કારણ, મેં તેમને આશીર્વાદિત કરેલા છે.”


પ્રભુનો કોપ ઇઝરાયલીઓ ઉપર સળગી ઊઠયો અને પ્રભુને નાખુશ કરનારી એ આખી પેઢીનો નાશ થયો ત્યાં સુધી ચાલીસ વર્ષ તેમને વેરાનપ્રદેશમાં રઝળપાટ કરાવી.


પછી ઈસુએ તેમને કહ્યું, “મેં તમને પૈસાનું પાકીટ, થેલી અથવા પગરખાં વિના મોકલ્યા ત્યારે તમને કશાની તંગી પડી હતી?” તેમણે જવાબ આપ્યો, “ના, કશાની નહિ.”


મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે અને હું તેમને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે.


“આમ આપણા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે હોરેબ પર્વતથી અમોરીઓના પહાડીપ્રદેશ તરફ ઉપડયા અને જે વિશાળ અને ભયાનક રણપ્રદેશ તમે જોયો તે, પસાર કરીને આપણે કાદેશ-બાર્નિયા આવી પહોંચ્યા.


આમ, તમારે કાદેશમાં ઘણા દિવસ રહેવું પડયું.


આપણે કાદેશ-બાર્નિયાથી નીકળ્યા ત્યારથી ઝેરેદ વહેળો ઓળંગ્યો ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષનો સમય વીત્યો. તે સમય દરમ્યાન પ્રભુએ શપથ લીધા હતા તે પ્રમાણે યોધાઓની આખી પેઢી છાવણીમાંથી નાશ પામી;


તમે તમારો ખોરાક તેમની પાસેથી વેચાતો લઈને ખાજો; વળી, તમારું પાણી પણ તેમની પાસેથી પૈસા ચૂકવીને પીજો.


છતાં પ્રભુએ તમને આજદિન સુધી સમજવાની બુધિ, જોવાની આંખ કે સાંભળવાને કાન આપ્યા નથી.


આ ચાલીસ વર્ષ દરમ્યાન મેં તમને વેરાન પ્રદેશમાં ચલાવ્યા છે; તમારાં શરીર પરનાં વસ્ત્રો ર્જીણ થઈ ગયાં નથી કે તમારાં પગરખાં ઘસાઈ ગયાં નથી.


કારણ, આખી પ્રજા, એટલે ઇજિપ્તમાંથી નીકળી આવેલા સર્વ લડવૈયા પુરુષો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલી લોકો ચાલીસ વરસ સુધી રણપ્રદેશમાં ફરતા રહ્યા; કારણ, એ લોકોએ પ્રભુનું કહેવું માન્યું નહિ. તેથી પ્રભુએ તેમના પૂર્વજો આગળ દૂધમધની રેલમછેલવાળો જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી તે દેશ તેમને નહિ જોવા દેવા પ્રભુએ સમ ખાધા હતા.


Lean sinn:

Sanasan


Sanasan