Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 2:29 - પવિત્ર બાઇબલ C.L.

29 જેથી અમે યર્દન ઊતરીને અમારા પ્રભુ અમને જે દેશ આપવાના છે તેમાં પ્રવેશ કરીએ. સેઈરમાં વસતા એસાવના વંશજોએ અને આરમાં વસતા મોઆબીઓએ અમને તેમની હદમાંથી પસાર થવા દીધા હતા તેમ તમે પણ અમને જવા દો.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 જ્યાં સુધી હું યર્દન ઊતરીને અમારા ઈશ્વર યહોવા અમને જે દેશ આપવાના છે તેમાં પહોંચું ત્યાં સુધી જેમ સેઈરવાસી એસાવપુત્રો તથા આરવાસી મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્ત.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 જ્યાં સુધી અમે યર્દન નદી ઓળંગીને અમારા ઈશ્વર યહોવાહ અમને જે દેશ આપવાના છે ત્યાં પહોંચીએ ત્યાં સુધી જેમ સેઈરમાં વસતા એસાવપુત્રો તથા આરમાં વસતા મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્તજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 યર્દન નદી ઓળંગીને અમાંરા દેવ યહોવા અમને જે ભૂમિ આપે છે ત્યાં અમાંરે જવું છે. અમને પસાર થવા દે જેમ સેઇરમાં વસતા એસાવના વંશજોએ તથા આરમાં વસતા મોઆબીઓએ થવા દીધાં.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 2:29
15 Iomraidhean Croise  

મોટી પુત્રીએ પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ મોઆબ (અર્થાત્ મારા પિતામાંથી) પાડયું. તે જ આજના મોઆબીઓનો આદિપિતા છે.


“તમારાં માતપિતાનું સન્માન કરો; જેથી જે દેશ હું તમને આપું તેમાં તમને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય.


પણ અદોમીઓએ જવાબ આપ્યો, “અમારા દેશમાં થઈને પસાર થવાની પરવાનગી અમે આપતા નથી. જો તમે પ્રયત્ન કરશો તો અમે તમારી પર સશસ્ત્ર આક્રમણ કરીશું.”


જુઓ, મેં એ બધો પ્રદેશ તમને સોંપી દીધો છે. માટે જાઓ અને મેં પ્રભુએ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ તથા તેમના વંશજોને જે પ્રદેશ આપવાના શપથ લીધા હતા તે કબજે કરી લો.”


પ્રભુએ મને કહ્યું, ‘મોઆબના લોકોને રંજાડશો નહિ કે તેમની સાથે યુધ કરશો નહિ; તેમના પ્રદેશમાંથી હું તમને કોઈ ભાગ આપવાનો નથી. કારણ, આર નગરનો પ્રદેશ મેં લોતના વંશજોને વારસામાં આપ્યો છે.’


જો કે તમારા ઈશ્વર પ્રભુએ તો બલામની વિનંતી સાંભળી જ નહિ. એને બદલે, તમારા ઈશ્વર પ્રભુએ શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમારા પર પ્રેમ રાખે છે.


પરંતુ તમારે સાચાં અને અદલ કાટલાં અને માપ રાખવાં; જેથી જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં તમે દીર્ઘ સમય વાસ કરો.


પછી મોશેએ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, હવે જે નિયમો અને વિધિઓ હું તમને શીખવું છું તે પર ધ્યાન દઈને તેમનું પાલન કરો, જેથી તમે જીવતા રહો અને જે દેશ તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો.


“તમારે લીધે પ્રભુ મારા પર ક્રોધાયમાન થયા હતા અને તેમણે મને સોગંદપૂર્વક કહ્યું હતું કે, તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે જે ફળદ્રુપ દેશ આપવાના છે તેમાં યર્દન નદી ઓળંગીને હું પ્રવેશ કરીશ નહિ.


આજે હું તમને ઈશ્વરના જે નિયમો અને ફરમાનો શીખવું છું તેમનું પાલન કરો; જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનોનું ભલું થાય અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સદાને માટે આપે છે તેમાં તમે લાંબો સમય વસવાટ કરો.”


‘મેં તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારા માતપિતાનું સન્માન કરો, જેથી જે દેશ હું તમને આપું છું તેમાં તમે દીર્ઘાયુ બનો અને તમારું કલ્યાણ થાય.


આટલું તો સમજો કે તમારી નેકીને લીધે તમારા ઈશ્વર પ્રભુ તમને એ ફળદ્રુપ દેશનો કબજો લેવા દેતા નથી. કારણ, તમે તો હઠીલી પ્રજા છો.


Lean sinn:

Sanasan


Sanasan