પુનર્નિયમ 2:14 - પવિત્ર બાઇબલ C.L.14 આપણે કાદેશ-બાર્નિયાથી નીકળ્યા ત્યારથી ઝેરેદ વહેળો ઓળંગ્યો ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષનો સમય વીત્યો. તે સમય દરમ્યાન પ્રભુએ શપથ લીધા હતા તે પ્રમાણે યોધાઓની આખી પેઢી છાવણીમાંથી નાશ પામી; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને આપણે કાદેશ-બાર્નેઆથી નીકળ્યા ત્યારથી તે આપણે ઝેરેદ નાળું ઊતર્યા ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષની મુદત વીતી. એ મુદતમાં લડવૈયા પુરુષોની આખી પેઢી, યહોવાએ તેઓને પ્રતિ પૂર્વક કહ્યું હતું તે પ્રમાણે, છાવણી મધ્યેથી નાશ પામી હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 આપણે કાદેશ બાર્નેઆથી નીકળીને ઝેરેદનું નાળું ઊતર્યા ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષ પસાર થયા. તે સમયે લડવૈયા માણસોની આખી પેઢી, યહોવાહે તેઓને પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું હતું તે પ્રમાણે નાશ પામી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ14 આપણી મુસાફરી કાદેશ બાનેર્આથી નીકળીને ઝેરેદનું કોતર ઓળંગતા સુધીમાં આપણને આડત્રીસ વર્ષો લાગ્યાં. અને એ સમય દરમ્યાન યહોવાના કહ્યા પ્રમાંણે યોદ્વાઓની એક આખી પેઢી સમાંપ્ત થઈ ગઈ. Faic an caibideil |
કારણ, આખી પ્રજા, એટલે ઇજિપ્તમાંથી નીકળી આવેલા સર્વ લડવૈયા પુરુષો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલી લોકો ચાલીસ વરસ સુધી રણપ્રદેશમાં ફરતા રહ્યા; કારણ, એ લોકોએ પ્રભુનું કહેવું માન્યું નહિ. તેથી પ્રભુએ તેમના પૂર્વજો આગળ દૂધમધની રેલમછેલવાળો જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી તે દેશ તેમને નહિ જોવા દેવા પ્રભુએ સમ ખાધા હતા.