પુનર્નિયમ 19:13 - પવિત્ર બાઇબલ C.L.13 તમારે ખૂની માણસ પ્રત્યે દયા દાખવવી નહિ; એમ તમારે ઇઝરાયલમાંથી નિર્દોષના ખૂનનો દોષ દૂર કરવો, જેથી તમારું કલ્યાણ થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તારે તેના પર દયા લાવવી નહિ, પણ તારે ઇઝરાયલમાંથી નિર્દોષ લોહી દૂર કરવું કે તારું ભલું થાય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તમારે તેની પર દયા બતાવવી નહિ. તમારે ઇઝરાયલમાંથી લોહીનો દોષ નાબૂદ કરવો, કે તમારું ભલું થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ13 તેવા ગુનેગાર પ્રત્યે લેશ માંત્ર દયા બતાવવી નહિ. અને ઇસ્રાએલમાંથી તમાંમ ખૂનીઓનું કાસળ કાઢી નાખશો તો જ શાંતિ અને સુખથી રહી શકશો. Faic an caibideil |
હવે મારા સર્વ સંબંધીઓ મારી વિરુદ્ધ થઈ ગયા છે અને મારી પાસેથી મારો છોકરો તેમને સોંપી દેવાની માગણી કરે છે. જેથી તેના ભાઈને મારી નાખવા બદલ તેઓ તેને મારી નાખે. તેમનો ઇરાદો એ રીતે એકમાત્ર વારસદારનું ખૂન કરવાનો છે. તેઓ એમ કરે તો હું પુત્રવિહોણી થઈ જઈશ. તેઓ મારી છેલ્લી આશાને નષ્ટ કરી દેશે અને પૃથ્વીના પટ પરથી મારા પતિને નિર્વંશ કરી દઈને તેમનું નામ મિટાવી દેશે.”