પુનર્નિયમ 18:22 - પવિત્ર બાઇબલ C.L.22 જો કોઈ સંદેશવાહક પ્રભુને નામે સંદેશ પ્રગટ કરે અને જો તે પ્રમાણે ન બને કે તે આગાહી પૂર્ણ ન થાય તો એ સંદેશ પ્રભુ તરફથી નથી એમ જાણવું. તે સંદેશવાહક માત્ર પોતાના તરફથી બડાઈપૂર્વક બોલ્યો છે, અને તમારે તેનાથી ડરવું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 જ્યારે પ્રબોધક યહોવાને નામે બોલે, અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવા બોલ્યા નથી [એમ તારે જાણવું]. પ્રબોધક ગર્વથી તે બોલ્યો છે, તેનાથી તું બીશ નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જયારે કોઈ પ્રબોધક યહોવાહના નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવાહ બોલ્યા નથી એમ તમારે જાણવું; પ્રબોધક ગર્વથી તે બોલ્યા છે, તેનાથી તું બીશ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ22 તો એનો ઉત્તર છે, જયારે કોઈ પ્રબોધક યહોવાના નામે કંઈ કહે અને તે જો સાચું ન પડે તો સમજવું કે, એ યહોવાનું વચન નથી. એ પ્રબોધકની ખોટી વાણી છે, પોતે ઉપજાવી કાઢેલી છે, તેથી તમાંરે તેનાથી ગભરાવું નહિ. Faic an caibideil |